Badshah નું ગીત ‘પાની-પાની’ માં ‘તારક મેહતા’ ના બાપુજીની એન્ટ્રી, VIDEO જોયા પછી હસવાનું નહી રોકી શકો

બાદશાહે તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ ક્લિપની શરુઆત બાદશાહ અને જેક્લીનના અપીયરન્સથી શરૂ થાય છે, પરંતુ ગીતમાં પાણી પાણીની લાઇન આવે કે તરત જ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' ના બાપુજી જોવા મળે છે.

  • Publish Date - 4:28 pm, Thu, 17 June 21 Edited By: Pinak Shukla
Badshah નું ગીત 'પાની-પાની' માં 'તારક મેહતા' ના બાપુજીની એન્ટ્રી, VIDEO જોયા પછી હસવાનું નહી રોકી શકો
Badshah, Jacqueline Fernandez, Champaklal Gada, Jethalal

સિંગર અને રેપર બાદશાહ(Badshah) નવું ગીત ‘પાની-પાની’ રિલીઝ થતાની સાથે જ ધુમ મચાવી દિધી છે. આ વિશે ઘણા મીમ પણ બનાવવામાં આવી રહ્યા છે. રેપરે તેમના ગીત પર બનેલો એક ફની વીડિયો(Funny Videos) શેર કર્યો છે. આ વીડિયોમાં ગીત બાદશાહનું છે પરંતુ કલાકાર તમને સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ના જોવા મળશે. શોના એક્ટર જેઠાલાલ તેમના બાપુજીને પાણીથી બચાવતા નજરે પડે છે.

ગીતમાં બાપુજીની એન્ટ્રી

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો એકદમ ફની છે અને તેને ખુદ બાદશાહે તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ ક્લિપની શરુઆત બાદશાહ અને જેક્લીનના અપીયરન્સથી શરૂ થાય છે, પરંતુ ગીતમાં પાણી પાણીની લાઇન આવે કે તરત જ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ના બાપુજી જોવા મળે છે. રોશનસિંહ સોઢી દ્વારા શરૂ કરાયેલી પાઈપલાઈનને કારણે ફસાયા હતા બેચારા બાપુજી.

જેઠાલાલે કંઈક રીતે બચાવ્યો બાપુજીનો જીવ

પાણીના જોરદાર પ્રવાહથી જેઠાલાલ બાપુજીને બચાવવાનો પ્રયત્ન કરતા જોવા મળે છે અને અંતે તે ચીસો પાડીને કહે છે કે અરે બંધ કર, બંધ કર. આ સાથે ક્લિપ પણ સમાપ્ત થાય છે. જો કે આ ખૂબ જ ટૂંકો વિડીયો ક્લિપ છે, પરંતુ આ રીતે બાદશાહના ગીતમાં બાપુજીની એન્ટ્રી ચાહકો દ્વારા ખૂબ પસંદ આવી રહી છે. ખુદ જેક્લીને પણ તેને રમૂજી ગણાવીને પ્રતિક્રિયા આપી છે.

 

 

 

View this post on Instagram

 

A post shared by BADSHAH (@badboyshah)

 

જ્યારે ગોકુલધામમાં સર્જાઇ હતી પાણીની તંગી

ચાલો તમને જણાવી દઈએ કે આ ક્લિપ તારક મહેતાના તે એપિસોડની છે જ્યારે ગોકુલધામ સોસાયટીમાં પાણીની અછત સર્જાઈ હતી. જેના કારણે એકમાત્ર સેક્રેટરી આત્મારામ ભીડે પાણીનું  ટેન્કર મંગાવે છે.. પાણી ચાલુ કરવા દરમિયાન અતિઉત્સાહિતમાં આવીને બાપુજી પાણીનાં ટેન્કરની પાસે જઈને જોવાનું શરુ કરે છે, ત્યારે જ સોઢી ઢાકણું ખોલે છે અને બાપુજી પાણીના જોરે દિવાલમાં ચોટી જાય છે.

ક્યાં થયુ છે ગીતનું શૂટિંગ

તમામ અન્ય ચાહકોએ પણ કમેન્ટ કરીને ગીતમાં બાપુજીની હાજરીથી આવેલા આનંદ વિશે વાત કરી છે. જેક્લીન ફર્નાન્ડીસ અને બાદશાહ અભિનીત આ ગીતનું શૂટિંગ રાજસ્થાનમાં થયું છે અને આ ગીત સાથેનો વીડિયો પણ ખૂબ જ સુંદર છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati