દાદા સાહેબ ફાળકે એવોર્ડમાં ફિલ્મ ‘તાન્હાજી’, અભિનેતા અક્ષય કુમાર અને અભિનેત્રી દીપિકા પાદુકોણ બાજી મારી
પાંચમા દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અવોર્ડ્સનું આયોજન 20 ફેબ્રુઆરી 2021ના રોજ મુંબઈમાં થયું હતું.

Dada Saheb Phalke Award
પાંચમા દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અવોર્ડ્સનું આયોજન 20 ફેબ્રુઆરી 2021ના રોજ મુંબઈમાં થયું હતું. અવોર્ડ સેરેમનીમાં બેસ્ટ ફિલ્મનો અવોર્ડ અજય દેવગનની ફિલ્મ ‘તાન્હાજી’ને મળ્યો હતો. અક્ષય કુમારને ‘લક્ષ્મી’ માટે બેસ્ટ એક્ટર અને દીપિકા પાદુકોણ ‘છપાક’ માટે બેસ્ટ એક્ટ્રેસનો ખિતાબ જીતી હતી.

કે કે મેનનને મોસ્ટ વર્સટાઈલ એક્ટરનો ખિતાબ
‘સરકાર રાજ’, ‘બ્લેક ફ્રાઈડે’, ‘ABCD’, ‘ગુલાલ’ તથા ‘ધ ગાજી અટેક’ માં જોવા મળેલા કે કે મેનનને મોસ્ટ વર્સટાઈલ એક્ટરનો ખિતાબ આપવામાં આવ્યો છે.