AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પલાશ મુચ્છલને મોટો ઝટકો! કોર્ટે ₹10 કરોડનો માનહાનિનો દાવો ફગાવ્યો, હવે સ્મૃતિનો મિત્ર કરશે કાયદાકીય કાર્યવાહી

સ્મૃતિના મિત્ર દ્વારા કરવામાં આવેલા દાવાઓ તે અહેવાલોને સમર્થન આપે છે જેમાં કહેવામાં આવ્યું હતું કે પલાશ મુચ્છલે સ્મૃતિ સાથે દગો કર્યો છે. જોકે, લેખક-દિગ્દર્શક પલાશ મુચ્છલે આ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા અને 10 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો દાખલ કર્યો હતો

પલાશ મુચ્છલને મોટો ઝટકો! કોર્ટે ₹10 કરોડનો માનહાનિનો દાવો ફગાવ્યો, હવે સ્મૃતિનો મિત્ર કરશે કાયદાકીય કાર્યવાહી
Palash Muchhal
| Updated on: Oct 31, 2026 | 12:26 PM
Share

લગભગ એક વર્ષ પહેલાં, ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલ વચ્ચેના સંબંધો (લગ્નજીવન) તૂટી ગયા હતા. આ સંબંધ તૂટવા પાછળ અનેક કારણો સામે આવ્યા હતા, જેમાં સ્મૃતિના બાળપણના મિત્ર અને અભિનેતા-નિર્માતા વિદ્યાન માનેએ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. વિદ્યાને દાવો કર્યો હતો કે લગ્ન પહેલાં જ પલાશને અન્ય એક મહિલા સાથે આપત્તિજનક હાલતમાં પકડવામાં આવ્યો હતો, જેના પગલે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના સભ્યોએ તેને માર માર્યો હતો.

કોર્ટથી પલાશને ઝટકો

વિદ્યાને પલાશ પર એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેણે તેની ફિલ્મ ‘નઝરિયા’ (Nazariya) માં રોકવામાં આવેલા 40 લાખ રૂપિયા પરત કર્યા નથી. વિદ્યાનના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર 2023માં સાંગલી ખાતે બંનેની મુલાકાત થઈ હતી અને ત્યારબાદ માર્ચ 2025 સુધીમાં તેણે ફિલ્મ માટે પલાશને 40 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

સ્મૃતિના મિત્રનો પલાશ મુચ્છલ પર પ્રહાર

સ્મૃતિના મિત્ર દ્વારા કરવામાં આવેલા દાવાઓ તે અહેવાલોને સમર્થન આપે છે જેમાં કહેવામાં આવ્યું હતું કે પલાશ મુચ્છલે સ્મૃતિ સાથે દગો કર્યો છે. જોકે, લેખક-દિગ્દર્શક પલાશ મુચ્છલે આ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા અને 10 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો દાખલ કર્યો હતો, પરંતુ બોમ્બે હાઈકોર્ટે આ કેસ ફગાવી દીધો છે. જેની પુષ્ટિ સ્મૃતિના મિત્રએ કરી છે. હવે, વિદ્યાન માનેએ ફરી એકવાર પલાશ મુચ્છલને નિશાન બનાવ્યો છે અને તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી આપી છે.

પોતાની સામે દાખલ કરાયેલો માનહાનિનો દાવો ફગાવી દેવાયા અંગે ‘HT’ સાથે વાત કરતા વિદ્યાન માનેએ કહ્યું, “આ ચુકાદો એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે: લોકોએ માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટે કોર્ટમાં ખોટા અને પાયાવિહોણા દાવા ન કરવા જોઈએ. કાયદાથી ઉપર કોઈ નથી. દરેક વ્યક્તિ માટે કોર્ટ દ્વારા નિર્ધારિત પ્રક્રિયાઓનું પાલન કરવું અનિવાર્ય છે.” પલાશ સામે કાર્યવાહી કરવામાં આવશે.

પલાશ સામે લેવાશે કાનુની પગલાં

વિદ્યાન માનેએ વધુમાં જણાવ્યું હતું કે, પલાશ દ્વારા કહેવામાં આવેલી તમામ વાતો જેને તેઓ મનઘડત અને સંપૂર્ણપણે કાલ્પનિક ગણાવે છે તેને તેઓ હવે લોકોની સામે લાવવા માંગે છે. તેમણે કહ્યું, “તેમણે અત્યાર સુધી જે પણ મનઘડત અને કાલ્પનિક વાતો કરી છે, તે હું જનતા સમક્ષ રજૂ કરવા માંગુ છું. હું એ પણ ઉજાગર કરવા માંગુ છું કે કેવી રીતે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. હું ઈચ્છું છું કે તેમના પરિવારના સભ્યો પણ સત્ય જાણે, જેથી તેઓ તેમના વર્તન અને તેમના કથિત ખોટા દાવાઓની વાસ્તવિકતા સમજી શકે. ખૂબ જ જલ્દી, હું આ બાબતે જરૂરી કાયદાકીય અને ફોજદારી કાર્યવાહી શરૂ કરીશ જે સંપૂર્ણપણે કાયદાના દાયરામાં રહીને કરવામાં આવશે.”

આ સમગ્ર મામલે અત્યાર સુધી પલાશ મુચ્છલ કે તેમની કાનૂની ટીમ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2025માં પલાશ અને સ્મૃતિના લગ્ન થવાના હતા. તેમના સંબંધો તૂટવા પાછળનું કારણ શું છે, તે અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

Breaking News: કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીને ન્યુઝીલેન્ડમાં કેમ નથી મળી રહી તક? ઓકલેન્ડમાં હાર બાદ કોચે આપ્યો જવાબ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
પૂર્વ અમદાવાદમાં ડ્રેનેજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો AMCનો દાવો
પૂર્વ અમદાવાદમાં ડ્રેનેજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો AMCનો દાવો
કેવડિયામાં સરદાર પટેલની પ્રતિમા પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પાંજલિ
કેવડિયામાં સરદાર પટેલની પ્રતિમા પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પાંજલિ
વડોદરામાં CM ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં યોજાઈ ‘રન ફોર યુનિટી
વડોદરામાં CM ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં યોજાઈ ‘રન ફોર યુનિટી
આજનું રાશિફળ: આવકના નવા સ્ત્રોત ખુલશે, ભાગ્યનો મળશે પૂરો સાથ
આજનું રાશિફળ: આવકના નવા સ્ત્રોત ખુલશે, ભાગ્યનો મળશે પૂરો સાથ
ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન- Video
ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન- Video
દ્વારકાના ભાડથર ગામે વીજકંપનીની કામગીરી સામે સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ
દ્વારકાના ભાડથર ગામે વીજકંપનીની કામગીરી સામે સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ
MLA વિમલ ચુડાસમાએ ગીર સોમનાથને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની કરી માગ
MLA વિમલ ચુડાસમાએ ગીર સોમનાથને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની કરી માગ
સુરત ભાજપના મહિલા કોર્પોરેટનું જ્ઞાન કે અજ્ઞાન !
સુરત ભાજપના મહિલા કોર્પોરેટનું જ્ઞાન કે અજ્ઞાન !
અમરેલીના ખાંભામાં ઘરમાં ઘૂસ્યો સિંહ! કલાકો સુધી ઓરડામાં બેસી રહ્યો
અમરેલીના ખાંભામાં ઘરમાં ઘૂસ્યો સિંહ! કલાકો સુધી ઓરડામાં બેસી રહ્યો
રાજકોટ ભૂમાફિયા અલ્પેશ દોંગા કેસ: કોર્ટે નાર્કો ટેસ્ટને મંજૂરી આપી
રાજકોટ ભૂમાફિયા અલ્પેશ દોંગા કેસ: કોર્ટે નાર્કો ટેસ્ટને મંજૂરી આપી
g clip-path="url(#clip0_868_265)">