બોબી દેઓલની વેબ સિરીઝ ‘આશ્રમ’ પર જોધપુરમાં SC-ST Act હેઠળ ફરિયાદ

રાજસ્થાનના જોધપુરમાં 'આશ્રમ' વિરુધ્ધ ફરિયાદ કરવામાં આવી છે. અનુસૂચિત જાતી-જનજાતિ એક્ટ હેઠળ રીપોર્ટ નોધાવામાં આવી છે. આરોપ છે કે સીરીઝના પહેલા એપિસોડમાં સમુદાયની ભાવનાઓને ઠેંસ પહોચાડવામાં આવી છે.

બોબી દેઓલની વેબ સિરીઝ 'આશ્રમ' પર જોધપુરમાં SC-ST Act હેઠળ ફરિયાદ
'આશ્રમ' ફરી વિવાદમાં
Gautam Prajapati

| Edited By: Bhavesh Bhatti

Jan 15, 2021 | 11:57 AM

બોબી દેઓલની વેબ સિરીઝ આશ્રમને રિલીઝ થયે મહિનાઓ થઇ ગયા છે, તેમ છતાં આશ્રમના મેકર પ્રકાશ ઝા અને બોબી દેઓલની તકલીફો ઓછી થઇ રહી નથી. રાજસ્થાનના જોધપુરમાં ‘આશ્રમ’ વિરુધ્ધ ફરિયાદ કરવામાં આવી છે. અનુસૂચિત જાતી-જનજાતિ એક્ટ હેઠળ રીપોર્ટ નોધાવામાં આવી છે. આરોપ છે કે સીરીઝના પહેલા એપિસોડમાં સમુદાયની ભાવનાઓને ઠેંસ પહોચાડવામાં આવી છે.

સમાચાર એજન્સીના રીપોર્ટ અનુસાર જોધપુરના લૂની પોલીસ સ્ટેશનમાં ગુરુવારે ફરિયાદ નોધાવવામાં આવી હતી. પોલીસ સ્ટેશનના પ્રભારી સીતારામ પવારના જણાવ્યા અનુસાર સિરીઝના પહેલા એપિસોડમાં SC-ST સમુદાય વિષે નકારાત્મકતા બતાવવાની ફરિયાદ કરવામાં આવી છે. SC-ST એક્ટ અનુસાર ફરિયાદની નોધણી કરવામાં આવી છે. ફરિયાદકર્તા ડીઆર મેઘવાનું કહેવું છે કે પહેલા એપિસોડમાં સમુદાયનું અપમાન કરવામાં આવ્યું છે. સીરીઝ ભેદભાવને પ્રમોટ કરે છે.

Web series 'Ashram' in controversy again

જોધપુરમાં SC ST Act હેઠળ ફરિયાદ

આશ્રમ સીરીઝ ચેપ્ટર 2-ધ ડાર્ક સાઈટ 11 નવેમ્બરે MX પ્લેયર પર રિલીઝ થયું હતું. આ સીરીઝમાં બોબી દેઓલને એક કથિત ધર્મ ગુરુના રૂપમાં બતાવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર સ્થાનિક નાગરિક ખુશ ખંડેલવાલ દ્વારા અરજી કરવામાં આવી હતી કે હિંદુ સંતના રૂપમાં બોબી દેઓલના રોલથી હિન્દુઓની ધાર્મિક ભાવનાઓ દુભાઈ છે. ધર્મમાં સંતોનું સમ્માન કરવામાં આવે છે તેમજ તેમની પૂજા કરવામાં આવે છે. એક દુષ્કર્મી, ભ્રષ્ટ અને ડિલરના રૂપમાં સંતોને બતાવાવા એ અપમાન છે.

આ ઉપરાંત સિરીઝના વિરોધ માં સોશિયલ મીડિયા પર કેમ્પેઈન ચલાવવામાં આવ્યું હતું કે સિરીઝ એક જ વર્ગની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોચાડે છે. આ અગાઉ ગયા મહીને કરણી સેનાના પ્રદેશ સંગઠન મહામંત્રી સુરજીત સિંહે લીગલ નોટીસ મોકલી હતી, જેમાં સિરીઝ પર ભારતીય પરંપરા અને હિંદુ ધર્મના રીતી રિવાજ પર હુમલો કરવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો. સિરીઝના કેટલાક દ્રશ્યોને લઈને પણ નોટિસમાં નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: INDvsAUS: બ્રિસબેન ટેસ્ટમાં કુલદિપ યાદવને બહાર રખાતા રવિ શાસ્ત્રી થયા ટ્રોલ, જૂના નિવેદન સાથે રોષ ઠાલવ્યો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati