Children’s Day Special Songs: ચિલ્ડ્રન્સ ડેએ બાળકોને આ ગીત સંભળાવીને કરો ઉત્સાહિત, બાળકોનું વધશે મનોબળ
બાળ દિવસના દિવસે દરેક વાલીઓએ પોતાના બાળકોને પ્રોત્સાહિત કરવા જોઈએ. ચાલો અમે તમને બાળ દિવસના કેટલાક ખાસ ગીતો વિશે જણાવીએ.જેને તમે સાંભળીને તમે બાળ દિવસને મનાવી શકો છો.
આજે ચિલ્ડ્રન્સ ડે (Children’s Day) છે. આજનો દિવસ તમામ બાળકોને વિશેષ અનુભવ કરાવવાનો છે. આજનો દિવસ એટલા માટે ઉજવવામાં આવે છે કારણ કે આ દિવસે બાળકોના અધિકારો અને સમાજમાં તેમની ઉપયોગીતા સમજી શકાય છે. આ દિવસે દરેક માતા-પિતાએ પોતાના બાળકોને પ્રોત્સાહિત કરવા જોઈએ. ચાલો અમે તમને બાળ દિવસના કેટલાક ખાસ ગીતો વિશે જણાવીએ, જેને તમે સાંભળીને તમારા બાળ દિવસને મનાવી શકો છો.
લકડી કી કાઠી- માસુમ 1983માં આવેલી ફિલ્મ માસૂમનું ગીત ‘લકડી કી કાથી, કાઠી કા ઘોડા’ ખૂબ જ લોકપ્રિય છે. આજે પણ આ ગીત પહેલા જેટલું જ લોકપ્રિય છે. આ ગીતમાં ઉર્મિલા માતોંડકર અને જુગલ હંસરાજ જોવા મળ્યા હતા. આ ગીત ગૌરી બાપટ, ગુરપ્રીત કૌર અને વનિતા મિશ્રાએ ગાયું છે. આ ગીતના લિરિક્સ ગુલઝારે અને સંગીત આરડી બર્મને આપ્યું છે.
નન્હે મુન્ને બચે તેરી મુઠ્ઠી મેં ક્યા હૈ- બૂટ પોલિશ
1954માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બૂટ પોલિશ’નું ક્લાસિક ગીત ‘નન્હે મુન્ને બચે તેરી મુઠ્ઠી મેં ક્યા હૈ’ હજુ પણ બાળકોને પ્રેરણા આપવા માટે સંભળાવવામાં આવે છે. આ ગીતને મોહમ્મદ રફી અને આશા ભોંસલેએ ગાયું છે.
હમ ભી અગર બચ્ચે હોતે- દૂર કી આવાજ ‘હમ ભી અગર બચ્ચે હોતે’ ગીત દૂર કી આવાઝ ફિલ્મનું છે. આ બાળગીતની સાથે તે જન્મદિવસનું ગીત પણ છે. તેને મોહમ્મદ રફી, આશા ભોસલે અને મન્ના ડેએ ગાયું છે. તેના સંગીત નિર્દેશક રવિ છે. આ ગીતમાં જોની વોકર, પ્રાણ, સાયરા બાનુ, જોય મુખર્જી દુર્ગા કોટે આવ્યા છે. આ બાળકોમાં ખૂબ જ લોકપ્રિય ગીત છે. ખાસ કરીને બાળકોના જન્મદિવસ પર તે ચોક્કસપણે સાંભળવામાં આવે છે.
છોટા બચ્ચા જાન કે હમકો- માસુમ આ ગીત ઉદિત નારાયણના પુત્ર આદિત્ય નારાયણે ગાયું છે. આ 1996માં આવેલી ફિલ્મ માસૂમનું ગીત છે. આ ગીત બાળકોને પાવરફુલ દેખાડે છે. બાળકો તેને ખૂબ જ આત્મવિશ્વાસથી ગાય છે.
તારે જમીન પર – ટાઇટલ ટ્રેક
આમિર ખાનની બાળકોની ફિલ્મ ‘તારે જમીન પર’નું આ ગીત છે. જે ખૂબ જ લાગણીશીલ છે. આ સાંભળીને કોઈની પણ લાગણી જાગી શકે છે. આ ગીત દર્શાવે છે કે દરેક બાળક ખાસ છે. તે શંકર મહાદેવને ગાયું છે. આ બાળ દિવસનું વિશેષ ગીત છે.
આ પણ વાંચો : Bhakti: તમામ એકાદશીનું પુણ્ય પ્રદાન કરશે એક વ્રત ! કયા દિવસે કરશો પ્રબોધિની એકાદશીનું વ્રત ?