Pushpa Fights Covid 19 : અલ્લુ અર્જુનની ફેન બની કેન્દ્ર સરકાર, પુષ્પાને માસ્ક પહેરાવીને આપ્યો કોરોનાથી બચવાનો સંદેશ

સૂચના અને પ્રસારણ મંત્રાલયના સોશિયલ મીડિયા ઓફિશિયલ પેજ પર, સરકાર દ્વારા કોવિડ 19 જાગૃતિ અંગે ચલાવવામાં આવી રહેલા અભિયાનને હવે અલ્લુની તસવીર પર માસ્ક લગાવીને તેના સંવાદોના મીમ્સ બનાવીને પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

Pushpa Fights Covid 19 : અલ્લુ અર્જુનની ફેન બની કેન્દ્ર સરકાર, પુષ્પાને માસ્ક પહેરાવીને આપ્યો કોરોનાથી બચવાનો સંદેશ
Central Government uses Pushpa dialogue to spread awareness for using mask during covid
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2022 | 10:36 PM

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા હાલમાં દેશભરમાં ચર્ચામાં છે. ફિલ્મની સ્ટોરી સિવાય આ ફિલ્મમાં અલ્લુના ડાયલોગ્સ એટલા લોકપ્રિય થઈ રહ્યા છે કે લોકો સોશિયલ મીડિયા પર તેના પર જોરદાર વીડિયો બનાવી રહ્યા છે. હવે કેન્દ્ર સરકારે પણ તેનો ફાયદો ઉઠાવ્યો છે અને એક અનોખી પદ્ધતિ અપનાવીને તે લોકોને જાગૃત કરી રહી છે. જે ચર્ચાનો વિષય બન્યો છે. અલ્લુ અર્જુન તેના ચાહકોના દિલ ઉપરાંત કેન્દ્ર સરકારના સત્તાવાર ટ્વિટર પેજ પર પણ છવાયેલો છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયના સોશિયલ મીડિયા ઓફિશિયલ પેજ પર, સરકાર દ્વારા કોવિડ 19 જાગૃતિ અંગે ચલાવવામાં આવી રહેલા અભિયાનને હવે અલ્લુની તસવીર પર માસ્ક લગાવીને તેના સંવાદોના મીમ્સ બનાવીને પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

#majaniwedding લગ્નના બંધનમાં બંધાયા મલ્હાર અને પૂજા, જુઓ ફોટો
ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન, જાણો અહીં
Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?

આ તસવીર પર આપવામાં આવેલ કેપ્શન લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે. કેપ્શનમાં લખ્યું છે #Pushpa#PushparaJ હોય અથવા કોઇ પણ, અમારી લડાઈ કોવિડ 19 સામે છે. તસવીર પર માસ્ક પહેરીને અલ્લુ કહી રહ્યો છે કે ‘ડેલ્ટા હો યા ઓમિક્રોન, મે માસ્ક ઉતારેગા નહીં ‘.

તેમજ રેલ્વે મંત્રાલયના ઓફિશિયલ પેજ પર માસ્ક પહેરેલા અલ્લુની તસવીર પર લખવામાં આવ્યું છે કે, ‘જે માસ્ક પહેરે છે તે કોરોના સામે ઝૂકશે નહીં’. પુષ્પાના ડાયલોગ સાથે બંને સરકારો દ્વારા કરવામાં આવેલ પ્રચારને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. યુઝર્સ અલગ અલગ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. અલબત્ત, સરકારની પ્રચારની રીત લોકોને પસંદ આવી રહી છે, પરંતુ જનતા તેનો કેટલો અમલ કરે છે તે જોવાનું રહેશે.

17 ડિસેમ્બરે રિલીઝ થયેલી અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ બોક્સ ઓફિસ પર સતત કમાણી કરી રહી છે. આ ફિલ્મે વૈશ્વિક સ્તરે 300 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મ દેશભરમાં બોક્સ ઓફિસ પર દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. ‘પુષ્પાઃ ધ રાઇઝ’માં અલ્લુ અર્જુન સાથે રશ્મિકા મંદાના અને ફહદ ફાસિલ છે.

આંધ્રપ્રદેશ અને તમિલનાડુના જંગલોમાં મળી આવતા દુર્લભ લાલ ચંદનની દાણચોરી પર બનેલી ફિલ્મ ‘પુષ્પા પાર્ટ વન’ની વાર્તા એક એવા માણસની વાર્તા છે જે એક દિવસ નંબર વન સ્મગલર બની જાય છે.

આ પણ વાંચો –

Lata Mangeshkar Love story: શું આ કારણે લતાજી ન કરી શક્યા લગ્ન ? આ ક્રિકેટર સાથે પ્રેમ હતો, પણ રહ્યો અધૂરો

આ પણ વાંચો –

Sholay : ઠાકુરનો રોલ કરવા માંગતો હતો ધર્મેન્દ્ર, વાંચો ફિલ્મ શોલે સાથે જોડાયેલી કેટલીર રસપ્રદ વાતો

g clip-path="url(#clip0_868_265)">