Vijay Antony Daughter Suicide: સાઉથ અભિનેતાની વિજયની દીકરીએ કરી આત્મહત્યા, પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો
સાઉથ એક્ટર અને મ્યુઝિક ડિરેક્ટર વિજય એન્ટોની ( Vijay Antony)ની દીકરીએ આત્મહત્યા કરી લીધી છે. 16 વર્ષની મીરા 12મા ધોરણની વિદ્યાર્થીની હતી. અભિનેતાના પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.
સાઉથના પ્રખ્યાત અભિનેતા અને સંગીત નિર્દેશક વિજય એન્ટોની ( Vijay Antony)ની પુત્રીએ આત્મહત્યા કરી લીધી છે. વિજય એન્ટોનીની પુત્રીનું નામ મીરા હતું, જે ચેન્નાઈની એક ખાનગી શાળામાં 12મા ધોરણમાં અભ્યાસ કરતી હતી. કહેવામાં આવી રહ્યું છે કે મીરા છેલ્લા કેટલાક દિવસોથી તણાવમાં હતી. અહેવાલ મુજબ, મીરાએ મંગળવારે ચેન્નાઈમાં પોતાના ઘરે ફાંસી લગાવી લીધી હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
આ પણ વાંચો : Jhalak Dikhlaa Jaa : હવે સેલિબ્રિટીઓના ડાન્સ રિયાલિટી શો કલર્સ ટીવી પર નહીં પરંતુ આ ચેનલ પર થશે શરૂ
વિજય એન્ટોનીની પુત્રી મીરા ઘરમાં મૃત હાલતમાં મળી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિજય એન્ટોનીની પુત્રી મીરા સવારે લગભગ 3 વાગ્યે તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. મીરા 16 વર્ષની હતી અને લાંબા સમયથી ડિપ્રેશનમાં હતી. મીરાને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. દીકરીના મોતથી સમગ્ર પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.
વિજયની ફિલ્મ રથમ ટુંક સમયમાં જ રિલીઝ થશે
વિજય એન્ટની એક અભિનેતાની સાથે સાથે કમ્પોઝર પણ છે. જે તમિલ સિનેમામાં કામ કરે છે. વિજયે અનેક વર્ષો સુધી મ્યુઝિક કંપોઝર તરીકે કામ કર્યું છે પરંતુ હવે તે એક પ્રોડ્યુસર, એક્ટર , મ્યુઝિશિયન અને ડાયરેક્ટર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. વિજયની પત્નીનું નામ ફાતિમા એન્ટની છે. જે પ્રોડક્શન હાઉસનું કામ સંભાળે છે. વિજયને 2 પુત્રી છે મીરા અને લારા. જેમાંથી મીરાએ આત્મહત્યા કરી છે. વિજયની ફિલ્મ રથમ ટુંક સમયમાં જ રિલીઝ થશે.
વિજય સાઉથ સિનેમાનું જાણીતું નામ છે. 24 જુલાઈ 1975ના રોજ જન્મેલા વિજયે સાઉન્ડ એન્જિનિયર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેણે સંગીત આપવાનું પણ શરૂ કર્યું. વિજયે નાન ફિલ્મ દ્વારા અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. એન્ટોનીએ 2006માં ફાતિમા સાથે લગ્ન કર્યા હતા. વિજયની પુત્રીના નિધનના સમાચાર બાદ સાઉથ ઈન્ડસ્ટ્રી આધાતમાં છે.
વિજયના નજીકના મિત્રો અને સંગા સંબંધીઓ તેમની પુત્રીની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.