AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy birthday Farhan Akhtar: બોલીવુડના ઓલરાઉન્ડર આર્ટિસ્ટ છે ફરહાન અખ્તર, જાણીએ જન્મદિવસ પર તેમની ખાસ વાતો

ફરહાન અખ્તરે 1991માં 'લમ્હે' અને 1997માં 'હિમાલય પુત્ર'થી આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી. તેને ઈન્ડસ્ટ્રીમાં પોતાને સ્થાપિત કરવામાં સમય લાગ્યો હતો.

Happy birthday Farhan Akhtar: બોલીવુડના ઓલરાઉન્ડર આર્ટિસ્ટ છે ફરહાન અખ્તર, જાણીએ જન્મદિવસ પર તેમની ખાસ વાતો
Farhan Akhtar
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 11:09 AM
Share

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તમામ પ્રકારની પ્રતિભાઓ છે. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે નિષ્ણાત છે. ઘણા ઓછા કલાકારો છે જેમણે આ ક્ષેત્રમાં પોતાનો હાથ અજમાવ્યો હોય અને તેમાં સફળતા મેળવી હોય. બોલિવૂડના લેખક, દિગ્દર્શક, નિર્માતા, ગાયક અને હવે અભિનેતા ફરહાન અખ્તર (Farhan Akhtar)એ કેટલીક પ્રતિભાઓ પૈકી એક છે.

તેને બોલિવૂડનો ઓલરાઉન્ડર કહેવામાં આવે તો ખોટું નહીં હોય. ફરહાને જે પણ ક્ષેત્રમાં પ્રયાસ કર્યો, તેમાં સફળતા મળી. આજે તેમનો જન્મદિવસ છે. આવો જાણીએ તેમના જન્મદિવસ પર તેમની સાથે જોડાયેલી ખાસ વાતો.

ફરહાન અખ્તરનો જન્મ 9 જાન્યુઆરી 1974ના રોજ મુંબઈમાં થયો હતો. ફરહાનના પિતા જાવેદ અખ્તર ઉદ્યોગના દિગ્ગજ કલાકાર છે અને માતા હની ઈરાની એક્ટ્રેસ અને પટકથા લેખક છે. ફરહાનને બાળપણથી જ એવું વાતાવરણ મળ્યું કે જ્યાં બધે લેખન અને સિનેમાની ચર્ચા હતી.

તેમના પિતાની ગણના આજે પણ શ્રેષ્ઠ લેખકોમાં થાય છે. ફરહાને તેની કરિયર એક સહાયક નિર્દેશક તરીકે શરૂ કરી અને પછી પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલ્યું અને પછી દિગ્દર્શન કર્યું. આ પછી એક્ટિંગ ક્ષેત્રે આવીને અહીં પણ સફળતા મેળવી હતી.

પહેલી દિગ્દર્શક ફિલ્મથી જ તેને મોટી ઓળખ મળી

ફરહાને પોતાના કરિયરની શરૂઆત 1991માં ‘લમ્હે’ અને 1997માં ‘હિમાલય પુત્ર’થી કરી હતી. તેને ઈન્ડસ્ટ્રીમાં પોતાને સ્થાપિત કરવામાં સમય લાગ્યો. પિતાનું નામ આટલું હોવા છતાં ફરહાને પોતાની મહેનતથી આ સ્થાન હાંસલ કર્યું છે. 1999માં તેણે રિતેશ સિધવાની સાથે મળીને પોતાની પ્રોડક્શન કંપની ‘એક્સેલ એન્ટરટેઈનમેન્ટ’ શરૂ કરી.

આ પછી તેણે તેની પહેલી ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી. આ ફિલ્મને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. આની સફળતા પછી તેણે ફિલ્મ ‘લક્ષ્ય’નું નિર્દેશન કર્યું હતું. આ ફિલ્મ હજુ પણ શ્રેષ્ઠ ફિલ્મોની યાદીમાં ગણાય છે.

દિગ્દર્શન પછી અભિનયની પણ સફળ કારકિર્દી

આ પછી તેણે શાહરૂખ ખાનની ‘ડોન’ પણ ડિરેક્ટ કરી, તેની લગભગ તમામ ફિલ્મો હિટ સાબિત થઈ. ફરહાને તેની અભિનય કારકિર્દીની શરૂઆત ‘ ફકીર ઓફ વેનિસ’ થી કરી હતી, પરંતુ ફિલ્મ મોડી રિલીઝ થઈ હતી અને તેની સત્તાવાર ડેબ્યૂ ફિલ્મ અભિષેક કપૂરની ‘રોક ઓન’ માનવામાં આવે છે. આ ફિલ્મને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. તેણે આ ફિલ્મમાં ઘણા ગીતો પણ ગાયા છે. આ ફિલ્મ દ્વારા તેમની અંદર રહેલા પ્લેબેક સિંગરને બહાર આવવાની તક આપી.

મિલ્ખા સિંહનું પાત્ર ભજવીને ટોપ ક્લાસ એક્ટર બની ગયો

ત્યારબાદ તેણે તેની બહેન ઝોયા અખ્તરની ફિલ્મ ‘લક બાય ચાન્સ’ કરી હતી. તે પછી ‘કાર્તિક કૉલિંગ કાર્તિક’, ‘જિંદગી ના મિલેગી દોબારા’, ‘દિલ ધડકને દો’, ‘શાદી કે સાઇડ ઇફેક્ટ્સ’, ‘વઝીર’, ‘લખનૌ સેન્ટ્રલ’, ‘ધ સ્કાય ઇઝ પિંક’, અને ‘તુફાન’માં કામ કર્યું હતું.

તેનો શ્રેષ્ઠ અભિનય ‘ભાગ મિલ્ખા ભાગ’માં જોવા મળ્યું હતું. આ ફિલ્મ તેની કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મ સાબિત થઈ હતી. આ માટે તેને બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. તેણે દરેક ક્ષેત્રમાં સફળતા હાંસલ કરી છે કારણ કે તેણે દરેક કાર્ય કાળજીપૂર્વક કર્યું છે.

આ પણ વાંચો : Corona in Parliament House: સંસદ ભવનમાં થયો કોરોના વિસ્ફોટ, 400થી વધુ કર્મચારીને કોરોના વળગ્યો

આ પણ વાંચો : દિલ્હી AIIMSમાં કોરોના બ્લાસ્ટ, છેલ્લા 24 કલાકમાં 200 મેડિકલ સ્ટાફ સંક્રમિત, 1 અઠવાડિયામાં 400 આરોગ્ય કર્મચારી કોરોનાની ઝપેટમાં

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">