AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લિજેન્ડ મેજર ધ્યાનચંદનું પાત્ર ભજવશે આ અભિનેતા? આ ફેમશ ડિરેક્ટર Dhyan Chand Biopic ને આપશે ન્યાય?

2020 માં હોકીના મહાનાયક ધ્યાનચંદના જીવન પર આધારિત ફિલ્મ બનાવવાના સમાચાર આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ માટે મુખ્ય રોલ માટે ઈશાન ખટ્ટરની પસંદગી કરવામાં આવી છે.

લિજેન્ડ મેજર ધ્યાનચંદનું પાત્ર ભજવશે આ અભિનેતા? આ ફેમશ ડિરેક્ટર Dhyan Chand Biopic ને આપશે ન્યાય?
will Ishaan Khatter will play the lead role in the biopic of hockey legend Major Dhyan Chand?
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2021 | 9:58 AM
Share

બોલિવૂડ (Bollywood) સ્ટાર ઈશાન ખટ્ટરે (Ishaan khatter) ટૂંકા ગાળામાં ફિલ્મ જગતમાં ખાસ ઓળખ બનાવી છે. ઈશાન પોતાના અભૂતપૂર્વ અભિનયથી દરેકને દિવાના બનાવે છે. આજે મોટા ફિલ્મ નિર્માતાઓ ઈશાનને પોતાની ફિલ્મોમાં લેવા માંગે છે. હવે તાજેતરમાં જ સમાચાર આવ્યા છે કે ઈશાન ખટ્ટરને હાથમાં મોટો પ્રોજેક્ટ મળ્યો છે.

ખાનગી સમાચાર વેબસાઈટના સમાચારો અનુસાર, ઇશાન હોકીના દિગ્ગજ ધ્યાનચંદના જીવન (Major Dhyan Chand) પર આધારિત ફિલ્મમાં જોવા મળશે. ખાસ વાત એ છે કે અભિષેક ચૌબે (Abhishek Chaubey) આ બાયોપિકનું નિર્દેશન કરવા જઈ રહ્યા છે. જો આ સમાચાર ખરેખર સાચા હોય તો આ ફિલ્મ ઈશાનની કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મ બની શકે છે. તમને જણાવી દઈએ કે અભિષેકે પણ ખુબ સારી ફિલ્મો ડિરેક્ટ કરેલી છે.

ઈશાન બનશે ધ્યાનચંદ્ર

અહેવાલ અનુસાર, ઈશાન મેજર ધ્યાનચંદની બાયોપિકમાં (Major Dhyan Chand Biopic) કામ કરવા માટે તૈયાર છે. ધડક અને ખલી-પીલી જેવી ફિલ્મોમાં ચમકેલો ઈશાન આ ફિલ્મમાં પોતાના અભિનયથી જીવ રેડવાનો પ્રયત્ન કરશે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અભિષેક ચૌબેની આગામી બાયોપિકમાં 25 વર્ષીય અભિનેતા ઈશાન ખટ્ટરને મેજર ધ્યાનચંદની ભૂમિકા ભજવવા માટે પસંદ કરવામાં આવ્યો છે.

અભિષેક ચૌબે કરશે ડિરેક્ટ

ડિસેમ્બર 2020 માં રોની સ્ક્રુવાલા પ્રોડક્શન્સના બેનર હેઠળ આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી. ફિલ્મની જાહેરાત સાથે, એવું કહેવામાં આવ્યું કે 1500+ ગોલ, 3 ઓલિમ્પિક ગોલ્ડ મેડલ અને ભારતના ગૌરવની વાર્તા. ભારતના હોકી જાદુગર મેજર ધ્યાનચંદ પર બાયોપિક અભિષેક ચૌબે બનાવે છે, તેની ખુશી છે.

હવે ઈશાન ધ્યાનચંદ બનવાના સમાચાર સામે આવ્યા છે, આથી અભિનેતાના ફેન્સ આ બાબતે ખૂબ ખુશ છે. ફેન્સ ઇશાનને આ નવા પ્રોજેક્ટ માટે હવેથી અભિનંદન આપવાનું શરૂ કર્યું છે. જોકે મેકર્સ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી કે ઈશાન ધ્યાનચંદ બનશે કે નહીં.

સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મેજર ધ્યાનચંદની ભૂમિકા નિભાવવા માટે ઈશાન ખટ્ટર મેકર્સની પહેલી પસંદ છે. ધ્યાનચંદને હોકીના સૌથી મોટા અને દિગ્ગજ ખેલાડી માનવામાં આવે છે, જેમણે પોતાની કારકિર્દી દરમિયાન 1500 થી વધુ ગોલ કર્યા. તેમને 3 ઓલિમ્પિક ગોલ્ડ મળ્યા હતા. ઈશાન ખટ્ટરની વાત કરીએ તો તે Pippa માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે મૃણાલ ઠાકુર અને પ્રિયાંશુ પૈન્યુલી પણ જોવા મળશે.

આ પણ વાંચો: Bigg Boss Ott Photos: ફેશન અને સ્ટાઈલમાં શમિતા શેટ્ટીને પણ પાછળ છોડી રહી છે આ ભોજપુરી અભિનેત્રી

આ પણ વાંચો: સુહાના ખાને ફરી એક વાર શેયર કર્યો પોતાનો બોલ્ડ અવતાર, તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ

દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ઝઘડિયા GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ, 1નું મોત
ઝઘડિયા GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ, 1નું મોત
g clip-path="url(#clip0_868_265)">