30 હજારમાં મોડલ સપ્લાય કરનારી Aarti Mittal કોણ છે ? આ સિરિયલોમાં કર્યું છે કામ, ઈન્સ્ટા પર છે લાખો ફોલોઅર્સ
Who Is Arti Mittal : ટીવી એક્ટ્રેસ આરતી મિત્તલની મુંબઈ પોલીસે સેક્સ રેકેટ ચલાવવાના આરોપમાં ધરપકડ કરી છે. ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી આરતી મોડલ સપ્લાય કરતી હતી. આ માટે તે તગડી રકમ લેતી હતી. જાણો કોણ છે અભિનેત્રી આરતી મિત્તલ.
Casting Director Aarti Mittal : ટીવી અભિનેત્રી આરતી મિત્તલની મુંબઈ પોલીસે સેક્સ રેકેટ ચલાવવા બદલ રંગે હાથે ધરપકડ કરી છે. આરતી હોટલોમાં છોકરીઓ સપ્લાય કરતી હતી અને તેના માટે 30-40 હજાર રૂપિયા લેતી હતી. આરતી આ પેમેન્ટનો અડધો ભાગ એટલે કે લગભગ 15 હજાર છોકરીઓને આપતી હતી.
આ પણ વાંચો : Koffee With Karan 8 સાથે આવશે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ? કરણ જોહરનો શો ટૂંક સમયમાં થશે શરૂ
View this post on Instagram
પોલીસને આરતી મિત્તલ વિશે માહિતી મળી હતી કે તે છોકરીઓને ગોરેગાંવની એક હોટલમાં મોકલે છે. આ પછી પોલીસે પોતાના લોકોને ગ્રાહક તરીકે મોકલ્યા. જ્યારે આરતીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે 2 યુવતીઓ માટે 60 હજાર રૂપિયા માંગ્યા હતા. એટલું જ નહીં, તે તેમને વેશ્યાવૃત્તિમાં જોડાવવા માટે સારા પૈસા આપવાની વાત પણ કરતી હતી.
View this post on Instagram
અભિનય સિવાય આરતી મિત્તલ કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કરે છે. આરતીએ ટીવી સિરિયલ અપનાપન- બદલતે રિશ્તો કા બંધન સિરિયલમાં કામ કર્યું છે. આ સિવાય આરતીએ સીરિયલ ‘ના ઉમ્ર કી સીમા હો’માં નલિની ગાયકવાડની ભૂમિકા ભજવી છે.
અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેના વીડિયો, રીલ અને ફોટા શેર કરતી રહે છે. આરતીએ ઝી-5ની સિરીઝ એક્સપ્લોસિવમાં વૈભવી શર્માની ભૂમિકા ભજવી છે. આરતી મિત્તલના ઈન્સ્ટાગ્રામ પર 103k ફોલોઅર્સ છે.
View this post on Instagram
30 વર્ષની અભિનેત્રી આરતી મિત્તલ મુંબઈની રહેવાસી છે. તે ઓશિવારામાં એક એપાર્ટમેન્ટમાં રહે છે. આરતીએ તેના સોશિયલ મીડિયા બાયોમાં લખ્યું છે કે, તે trade marked plantastic filmsની માલિક છે. જે કાસ્ટિંગ કંપની છે.
આરતીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પણ કહ્યું હતું કે, તે ટૂંક સમયમાં બોલિવૂડ એક્ટર આર માધવન સાથે એક ફિલ્મનું શૂટિંગ કરવા જઈ રહી છે. આરતીની તાજેતરની પોસ્ટમાં, તે reshamm jewelsનો પ્રચાર કરી રહી છે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…