લો બોલો, દીપિકાના સ્વેટરની ચર્ચા ચોતરફ! એક બાઈકની કિંમતનું છે આ સ્વેટર, જાણો

દીપિકા પાદુકોણ અને હૃતિક રોશન આગામી ફિલ્મ ફાઈટરમાં સાથે જોવા મળશે. હૃતિકે તાજેતરમાં દીપિકા સાથે એક તસ્વીર શેર કરી હતી. બાદમાં દીપિકાએ તેમાં પહેરેલું સ્વેટર ચર્ચાનો વિષય બન્યું હતું.

લો બોલો, દીપિકાના સ્વેટરની ચર્ચા ચોતરફ! એક બાઈકની કિંમતનું છે આ સ્વેટર, જાણો
Price of red sweater that Deepika Padukone carried

દીપિકાની (Deepika Padukone) સુંદરતાના ચર્ચા વર્ષોથી ચાલતા આવ્યા છે અને ખબર નહીં હજુ કેટલા વર્ષો સુધી ચાલશે. દીપિકાના ફેન્સ દિવસેને દિવસે વધતા જ જઈ રહ્યા છે. ઘણા સમયથી દીપિકાએ કોઈ ફિલ્મ નથી આપી. તેમ છતાં તેની ચર્ચા થતી જ રહે છે. એ અલગ વાત છે કે આગામી સમયમાં દીપિકા ફિલ્મોનું વાવાઝોડું લઈને આવવાની છે. દીપિકા અવાર નવાર પોતાના સોશિયલ મીડિયામાં (Social media) અનેક તસ્વીરો શેર કરતી રહે છે. જેમાં ટે ખુબ જ સુંદર લાગે છે.

જો કે આ વખતે હૃતિક રોશને (Hrithik Roshan) દીપિકા સાથે કેટલીક તસ્વીરો શેર કરી. જે તરત જ વાયરલ થઇ ગઈ. અને ચર્ચાનો મુદ્દો બન્યો છે દીપિકાનો ઓવરસાઈઝ લાલ કલરનું સ્વેટર. જી હા તમને જણાવી દઈએ કે દીપિકાનું આ સ્વેટર Balanciaga નું છે. જેની કિંમત 57 હજાર કહેવામાં આવી રહી છે.

વાત જાણે એમ છે કે દીપિકા અને ઋતિક જલ્દી જ તેમની ફિલ્મ ફાઈટરમાં (Fighter Movie) સાથે જોવા મળશે. અને આ કારણે બંનેના સાથે ફોટા પણ શેર થઇ રહ્યા છે. ઋતિકે આ તસ્વીર શેર કરતી વખતે લખ્યું કે, ‘ફાઈટરની ગેંગ, ટેક ઓફ માટે તૈયાર.’ આ પ્રસંગે દીપિકાએ લાલ સ્વેટર સહીત ડેનીમ પહેર્યું હતું. દીપિકાનો આ નવો અવતાર ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.

દીપિકાએ પહેરેલું સ્વેટર Balanciaga સ્વેટર છે. જો તમારે પણ આ સ્વેટર જોઈતું હોય તો 773 ડોલર કે 57, 582 રૂપિયા તૈયાર રાખવા પડે. આ સ્વેટર અમુક વેબસાઈટ પર ઉપલબ્ધ છે. વાત કરીએ ફાઈટરની, તો આ ફિલ્મને લઈને દીપિકા ખુબ ઉત્સાહી છે. તેણે જણાવ્યું હતું કે હૃતિક સાથે કામ કરવાનું તેનું સપનું પૂરું થયું છે.

 

View this post on Instagram

 

A post shared by Hrithik Roshan (@hrithikroshan)

હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ ‘ફાઇટર’ નું નિર્દેશન ‘વોર’ના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ કરશે. ફિલ્મની જાહેરાત હૃતિક રોશનના 47 માં જન્મદિવસ પર કરવામાં આવી હતી. આ ફિલ્મ 30 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ થિયેટરોમાં રિલીઝ થશે.

 

આ પણ વાંચો: Birthday Special: બોલીવુડને બાય બાય કહીને કુમાર ગૌરવ આજે કમાય છે કરોડો, જાણો તેમના જીવન વિશે

આ પણ વાંચો: Baahubali ફિલ્મના 6 વર્ષ પુરા થતા ચાહકોએ વોટ્સએપ પાસે કરી અનોખી માંગ, જાણો શું છે એમની ઈચ્છા

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati