ખુશખબર… માત્ર 75 રૂપિયામાં જુઓ આલિયા-રણબીરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર, જાણો કેવી રીતે

|

Sep 02, 2022 | 6:53 PM

સિનેમા પ્રેમીઓ માટે આ સમાચાર કોઈ ખુશખબરથી ઓછા નથી. આ સમાચાર સામે આવી રહ્યા છે કે તમે માત્ર 75 રૂપિયામાં ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' (Brahmastra) જોઈ શકશો.

ખુશખબર... માત્ર 75 રૂપિયામાં જુઓ આલિયા-રણબીરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર, જાણો કેવી રીતે
Brahmastra

Follow us on

આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર (Brahmastra) ટૂંક સમયમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મ આ મહિને એટલે કે 9મી સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે. આલિયા અને રણબીર પહેલીવાર એક ફિલ્મમાં સાથે જોવા મળશે. ફેન્સ પણ આ માટે ખૂબ જ એક્સાઈટેડ છે. આલિયા ભટ્ટ તેની પ્રેગ્નન્સી બાદ તે વધુ ચર્ચામાં છે. પરંતુ જો અયાન મુખર્જીની બહુપ્રતિક્ષિત ફિલ્મ બ્રહ્માસ્ત્ર માત્ર 75 રૂપિયામાં થિયેટરોમાં જોવા મળી શકે છે, તમે જાણીને હેરાન થઈ જશો. પરંતુ આ સમાચાર એકદમ પાક્કા છે.

75 રૂપિયામાં જોઈ શકશો ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’

સિનેમા પ્રેમીઓ માટે આ સમાચાર કોઈ ખુશખબરથી ઓછા નથી. સમાચાર આવી રહ્યા છે કે તમે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ માત્ર 75 રૂપિયામાં જોઈ શકશો. મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (એમએઆઈ) અને દેશભરના સિનેમા હોલ 16 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય સિનેમા દિવસના અવસરે મૂવી જોનારાઓને માત્ર રૂ. 75માં મૂવી જોવાની મંજૂરી આપશે. તમને જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં લગભગ 4000 થીયેટરોની ચેઈન ભાગ લઈ રહી છે. આ ફિલ્મ બ્રહ્માસ્ત્ર 9મી સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. તેથી જ તમે 16 સપ્ટેમ્બરે માત્ર 75 રૂપિયામાં ફિલ્મ જોઈ શકશો.

ફિલ્મ ટિકીટની કિંમત કરવામાં આવી ઓછી

રાષ્ટ્રીય સિનેમા દિવસ 16 સપ્ટેમ્બરના રોજ ઉજવણી કરવામાં આવી રહી છે. કોરોના મહામારી બાદ થિયેટરોના ઓપન થવાના કારણે તેનું સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ ઓફર ફિલ્મ જોનારા દર્શકોનો આભાર માનવા જેવી છે. રાષ્ટ્રીય સિનેમા દિવસ એવા સિનેમા પ્રેમીઓ માટે પણ આમંત્રણ સમાન છે જેઓ રોગચાળા પછી હજુ સુધી થિયેટરોમાં પાછા નથી આવ્યા.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ભારતમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી સૌથી મોટી ઈન્ડસ્ટ્રીમાંની એક છે. કોરોના મહામારી પછી ફિલ્મ બિઝનેસમાં સૌથી ઝડપી રિકવરી જોવા મળી છે. તમને જણાવી દઈએ કે પહેલા ક્વાર્ટર, નાણાકીય વર્ષ 23 એ સિનેમા ઓપરેટરોમાં પ્રભાવશાળી ગણતરી નોંધાવી હતી. આ સમય દરમિયાન KGF ચેપ્ટર 2, RRR, વિક્રમ, ભૂલ ભુલૈયા 2 અને હોલીવુડની ડોક્ટર સ્ટ્રેન્જ જેવી ઘણી ફિલ્મો હિટ રહી હતી. માત્ર ભારતમાં જ નહીં, પરંતુ યુએસ અને યુકેમાં પણ મૂવી ટિકિટના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. યુકેમાં 3 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય સિનેમા દિવસની ઉજવણી કરવામાં આવશે.

Next Article