મેકઅપ કરાવતી વખતે સ્વેટર ગૂંથતી જોવા મળી કાજોલ, ફેન્સે કર્યા વખાણ, જુઓ Viral Video
Kajol Viral Video: કાજોલ (Kajol) હાલમાં તેની આગામી વેબ સીરિઝ ધ ગુડ વાઈફનું શૂટિંગ કરી રહી છે, તેને એક વીડિયો શેયર કર્યો છે જેમાં તે મેકઅપ કરાવતી વખતે સ્વેટર ગૂંથતી જોવા મળી રહી છે. તેનો આ વીડિયો જોઈને ફેન્સ તેની ટેલેન્ટની પ્રશંસા કરી રહ્યા છે.

બોલિવૂડ એક્ટ્રેસ કાજોલ તેની શાનદાર એક્ટિંગ અને ફની સ્ટાઈલ માટે જાણીતી છે. કાજોલે તેના મેકઅપ સેશનનો એક વિડિયો શેયર કર્યો છે અને તે કેવી રીતે સમયનો ઉપયોગ કરીને સ્વેટર ગૂંથવાની પ્રેક્ટિસ કરે છે. હાલમાં જ એક્ટ્રેસે તેની અપકમિંગ વેબ સિરીઝ ‘ધ ગુડ વાઈફ’ના શૂટિંગ દરમિયાન એક વીડિયો શેયર કર્યો છે, જેમાં તે મેકઅપ સાથે સ્વેટર ગૂંથતી જોવા મળી રહી છે. તેનો આ વીડિયો જોઈને ફેન્સ તેની ટેલેન્ટની પ્રશંસા કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અહીં જુઓ વાયરલ વીડિયો
View this post on Instagram
સ્વેટર ગૂંથતી જોવા મળી કાજોલ
કાજોલના આ વીડિયોમાં તે મેકઅપ રૂમમાં જોવા મળી રહી છે. આ સાથે તેનો મેકઅપ કરાવતી વખતે તે ખૂબ જ ઝડપથી સ્વેટર ગૂંથી રહી છે. આ વીડિયોને શેયર કરતા કાજોલે કેપ્શનમાં લખ્યું કે, ‘હેયર, મેકઅપ, લાફ્ટર અને હોબી, મલ્ટીટાસ્કિંગ’. તેના આ વીડિયો પર ફેન્સ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, આ ફક્ત તમે જ કરી શકો છો, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘તમે મલ્ટીટાસ્કિંગ ક્વીન છો. કાજોલ અવારનવાર તેના દ્વારા બનાવેલા સ્વેટર, ટોપ્સ અને ડ્રેસની ઝલક શેયર કરે છે. તેણે એકવાર તેના પુત્ર યુગ સાથે પોતાની એક તસવીર શેયર કરી અને તેને કેપ્શન આપ્યું, “મેડ ધ બોય એન્ડ ધ સ્વેટર”.
કાજોલ હાલમાં સલામ વેન્કીમાં જોવા મળી હતી, જેમાં તેણે એક બીમાર પુત્રની એકલી માતાની ભૂમિકા ભજવી હતી. સાઉથ નિર્દેશક રેવતી દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ ગયા વર્ષે 9 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. હવે તે અપકમિંગ વેબ સિરીઝ ધ ગુડ વાઈફમાં જોવા મળશે. તે એ જ નામના અમેરિકન કોર્ટરૂમ ડ્રામાનું ભારતીય રૂપાંતરણ છે જેમાં જુલિયાના માર્ગુલીસ લીડ રોલમાં છે. આ શોની સાત સીઝન છે અને તે 2016 માં પૂરી થઈ હતી. કાજોલ હાઉસ વાઈફના રોલ પ્લે કરતી જોવા મળશે જે તેના પતિના કૌભાંડમાં પછી ફરી વકીલ તરીકે કામ કરવા જાય છે અને તેને તેને જેલમાં મોકલી દે છે. સુપન વર્મા દ્વારા નિર્દેશિત આ સિરીઝ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે.