Selfiee Song Kudi Chamkeeli: અક્ષય કુમારે ફરી જમાવ્યો રંગ, હની સિંહના ગીત પર ડાયના પેન્ટીએ પણ કર્યો જોરદાર ડાન્સ
Selfiee Song Kudi Chamkeeli: અક્ષય કુમાર (Akshay Kumar) અને ઈમરાન હાશમીની અપકમિંગ ફિલ્મ 'સેલ્ફી'નું નવું ગીત રિલીઝ થઈ ગયું છે. આ વર્ષે આ ગીતથી યો યો હની સિંહે નવા વર્ષની શરૂઆત કરી છે. તમે પણ એન્જોય કરો આ સ્પેશિયલ સોન્ગ.
અક્ષય કુમારની ફિલ્મ ‘સેલ્ફી’ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. 24 ફેબ્રુઆરી 2023ના રોજ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મના બે ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યા છે. જે બાદ હવે ફેન્સ પણ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ‘સેલ્ફી’ના કેટલાક ગીતો પણ રિલીઝ થયા છે અને હવે અન્ય એક નવું ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત હની સિંહ માટે સ્પેશિયલ છે, જેની સાથે તેને પોતાના વર્ષની સારી શરૂઆત કરી છે. આ ગીત વાઈરલ થયા બાદ લોકોનું કહેવું છે કે આ ડાન્સ નંબર ટૂંક સમયમાં આખા દેશમાં ધૂમ મચાવશે.
તમને જણાવી દઈએ કે અક્ષય કુમારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ ગીત શેયર કર્યું છે. કુડી ચમકીલી સાથે એક નોટ પણ શેયર કરવામાં આવી છે, જેમાં લખ્યું છે કે આ ગીત માત્ર ફિલ્મના પ્રમોશન માટે છે, તે ફિલ્મમાં જોવા મળશે નહીં. કુડી ચમકીલી ગીત ડાયના પેન્ટી એક મોલના કમ્પાઉન્ડમાં પહોંચતા સાથે શરૂ થાય છે, જ્યાં તે અક્ષયને મળે છે. ગીત એકદમ એનર્જેટિક છે. આ સાથે ડાયના અને અક્ષયની જોડી પણ સારી લાગી રહી છે.
અહીં જુઓ ગીત
મલયાલમ ફિલ્મની હિન્દી રિમેક છે આ ફિલ્મ
રાજ મહેતા દ્વારા ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ‘સેલ્ફી’માં અક્ષય કુમારની સાથે ઈમરાન હાશમી, નુસરત ભરૂચા અને ડાયના પેન્ટી લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ વર્ષ 2019માં રિલીઝ થયેલી મલયાલમ ફિલ્મ ‘ડ્રાઈવિંગ લાઈસન્સ’ની હિન્દી રિમેક છે. તમને જણાવી દઈએ કે ‘સેલ્ફી’ અક્ષય કુમારની વર્ષ 2023ની પહેલી ફિલ્મ છે.
આ પણ વાંચો: સ્પાય થ્રિલર ‘વોર 2’ ની સ્ક્રિપ્ટીંગનું કામ થયું પૂર્ણ, આ વખતે પઠાણ અને ટાઈગર કરશે કબીરને સપોર્ટ!
કુડી ચમકીલી ગીતમાં અક્ષય કુમાર અને ડાયના બંનેએ ચમકીલા ડ્રેસ કૈરી કર્યા છે. ડાયનાનો ડ્રેસ એટલો કલરફુલ છે કે તેના ફેન્સ તેના પરથી નજર હટાવી શકતા નથી. ગીતને ડિસ્કો નંબર બનાવવા માટે સારી ક્વોલિટી એડ કરવામાં આવી છે. તે પેસ છે, રેપ છે અને ગીતો લિરિક્સ જોરદાર છે કે તે કોઈપણ પાર્ટીમાં વગાડવામાં આવશે. ગીતના વીડિયોનું નિર્દેશન અહેમદ ખાને કર્યું છે, જ્યારે પ્રિન્સ ગુપ્તાએ ટ્રેકની કોરિયોગ્રાફી કરી છે. હવે તે જોવું રસપ્રદ રહેશે અક્ષયની આ સ્ટાઈલ દર્શકોને કેટલી પસંદ આવે છે.