AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ananya Panday સાથે સેલ્ફી લેવા માંગતો હતો વ્યક્તિ, પછી બોડીગાર્ડે કર્યું કંઈક આવું, જુઓ Viral Video

Ananya Panday Video : સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ અનન્યા પાંડે સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહ્યો છે, જ્યારે બોડીગાર્ડ કંઈક એવું કરે છે કે વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે.

Ananya Panday સાથે સેલ્ફી લેવા માંગતો હતો વ્યક્તિ, પછી બોડીગાર્ડે કર્યું કંઈક આવું, જુઓ Viral Video
Ananya Panday Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2023 | 8:33 AM
Share

Ananya Panday Video : દરેક બોલિવૂડ સ્ટારની લોકોમાં મોટી ફેન ફોલોઈંગ હોય છે. ફેન્સ હંમેશા તેમના પ્રિય સ્ટારની એક ઝલક મેળવવા માટે ઉત્સુક હોય છે. એવું જોવા મળે છે કે જ્યારે કેટલાક સ્ટાર્સ જાહેરમાં જોવા મળે છે, ત્યારે ચાહકો તેમને જોઈને ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે અને તેમની સાથે સેલ્ફી લેવા માંગે છે.

View this post on Instagram

A post shared by Ananya 💛💫 (@ananyapanday)

હાલમાં અનન્યા પાંડેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ જોવા મળી રહ્યો છે. જે તેની સાથે સેલ્ફી લેવા માંગે છે. જો કે તે વ્યક્તિ અનન્યા સાથે સેલ્ફી ક્લિક કરી શકતો નથી.

વાયરલ વીડિયો અહીં જુઓ

આ વીડિયોને ઈન્સ્ટન્ટ બોલિવૂડ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જેમાં અનન્યા ક્યાંક બેઠેલી જોવા મળી રહી છે. આમ જોવા જઈએ તો, આ સ્થાન કેફે જેવું લાગે છે. વીડિયોમાં સફેદ શર્ટ, જીન્સ અને કેપ પહેરેલી એક વ્યક્તિ સેલ્ફી લેવા માટે હાથમાં મોબાઈલ લઈને અનન્યા તરફ જતો જોવા મળે છે. જો કે ત્યારે જ ત્યાં હાજર બોડીગાર્ડ્સ તે વ્યક્તિને રોકે છે.

વીડિયોમાં કેટલીક છોકરીઓ પણ જોવા મળી રહી છે જે અનન્યાને જોઈને ખૂબ જ ઉત્સાહિત છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ અંગે સોશિયલ મીડિયા યુઝર્સ પોત-પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. પ્રીતિ નામના યુઝરે લખ્યું, “આ ખોટું છે, આ સેલ્ફી લેવાનો સમય નથી.” યાસીન નામના યુઝરે કોમેન્ટ કરી કે, “દરેકને પ્રાઈવસીનો અધિકાર છે.”

અનન્યા આ ફિલ્મમાં જોવા મળશે

જો કે અનન્યા પાંડે બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી છે. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આ દિવસોમાં તે ફિલ્મ ડ્રીમ ગર્લ 2ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ 7 જુલાઈએ રિલીઝ થઈ રહી છે, જેમાં તે આયુષ્માન ખુરાના સાથે જોવા મળશે. આ ફિલ્મની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. તેનો પહેલો ભાગ 2019માં આવ્યો હતો, જેમાં નુસરત ભરૂચા જોવા મળી હતી.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
g clip-path="url(#clip0_868_265)">