મુંબઈમાં બેસીને બતાવી શકાય છે અમેરિકા અને પેરિસ, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવી નવી ટેકનોલોજી
દરરોજ નવી ટેક્નોલોજીના કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવા એક્સપરિમેન્ટ કરવામાં આવે છે. હાલમાં કેટલાક ઈન્ડિયન ફિલ્મમેકર્સે તેમની ફિલ્મોમાં એક નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. આ ટેક્નોલોજીનું નામ છે 'વર્ચ્યુઅલ પ્રોડક્શન ટેક્નોલોજી'. તો ચાલો જાણીએ શું છે 'વર્ચ્યુઅલ પ્રોડક્શન ટેક્નોલોજી' જેનો ઉપયોગ પ્રભાસની ફિલ્મમાં પણ કરવામાં આવ્યો છે.

‘ધ મેન્ડલોરિયન’થી લઈને ‘સ્ટાર ટ્રેક’ સુધીની ઘણી ફિલ્મોમાં ‘વર્ચ્યુઅલ પ્રોડક્શન ટેક્નોલોજી’નો ઉપયોગ કરવામાં આવ્યો છે, આ ટેક્નોલોજીને ‘ઓગમેન્ટેડ રિયાલિટી’ પણ કહેવામાં આવે છે. ‘વર્ચ્યુઅલ પ્રોડક્શન ટેકનોલોજી’ ફિલ્મ મેકર્સ માટે જાદુ બરાબર છે. ભારતમાં માત્ર બે પ્રોડ્યુસરે આ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે, પરંતુ ટૂંક સમયમાં આ ટેક્નોલોજી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લાવી શકે છે. જો કોઈ પ્રોડક્શન તેની ફિલ્મો બનાવવા માટે આ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે, તો ફિલ્મનું બજેટ ઘટાડી શકાય છે. તો તમને જણાવી દઈએ કે શું છે ‘વર્ચ્યુઅલ પ્રોડક્શન ટેકનોલોજી’
કોઈ પણ ફિલ્મમાં જો આપણે પેરિસનો કોઈ સીન બતાવવો હોય તો પ્રોડક્શન હાઉસે પેરિસની ટ્રીપ પ્લાન કરવી પડે છે. આ ટ્રીપમાં એક્ટર અને સપોર્ટિંગ સ્ટાફ માટે વિઝા, ફ્લાઈટ ટિકિટ, અન્ય દેશમાં શૂટિંગ કરવાની અનુમતિ, ત્યાં રહેવા માટે હોટેલ બુકિંગ જેવી ઘણી બાબતોનો સમાવેશ થાય છે. પરંતુ ‘વર્ચ્યુઅલ પ્રોડક્શન ટેક્નોલોજી’ની મદદથી આ તમામ ખર્ચ બચાવી શકાય છે અને પેરિસનો સીન મુંબઈના સ્ટુડિયોમાં જ શૂટ કરી શકાય છે. વર્ચ્યુઅલ સ્ટુડિયો ટેક્નોલોજીની મદદથી દિવસ દરમિયાન અને રાત્રે શૂટિંગ શક્ય બની શકે છે.
View this post on Instagram
જાણો શું છે ‘વર્ચ્યુઅલ પ્રોડક્શન ટેકનોલોજી’
‘ઓગમેન્ટેડ રિયાલિટી’ એટલે કે ‘વર્ચ્યુઅલ પ્રોડક્શન ટેક્નોલોજી’ એક એવી કેમેરા ટેક્નોલોજી છે, જે સોફ્ટવેરના રૂપમાં કેમેરા સાથે ઈન્ટિગ્રેટ થતાં જ તમારી સામે એક વર્ચ્યુઅલ સ્ટેજ તૈયાર થઈ જાય છે, જેના પર કોઈ પણ ઈચ્છિત સીન ફિલ્માવી શકાય છે. , તે જંગલ હોય, સમુદ્ર હોય કે ચટ્ટાન, આ શાનદાર ટેક્નોલોજીથી આપણે આખી ફિલ્મ એક સ્ટુડિયોમાં શૂટ કરી શકીએ છીએ.
પ્રભાસની ફિલ્મમાં થયો છે આ ટેકનિકનો ઉપયોગ
વર્ષ 2022 માં કે સેરા સેરા અને વિક્રમ ભટ્ટે તેમની ફિલ્મ ‘જુડા હોકે ભી’ માટે વર્ચ્યુઅલ સ્ટુડિયો ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. આ પહેલા પ્રભાસની ફિલ્મ ‘રાધે શ્યામ’ માટે પણ આ શાનદાર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો . આ ટેક્નોલોજીની મદદથી હૈદરાબાદના સ્ટુડિયોમાં જ એવોર્ડ વિજેતા સિનેમેટોગ્રાફર મનોજ પરમહંસએ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ ટેક્નોલોજી ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ફેસ બદલી શકે છે કે નહીં.
આ પણ વાંચો: માલેગાંવના સિનેમા હોલમાં મનોરંજનના નામે ‘મોતનો ખેલ’, યાદ આવ્યો ‘ઉપહારની કાંડ’
