Liger Star Cast Fees: બોલિવુડની ડેબ્યૂ ફિલ્મ લાઈગર માટે વિજય દેવરકોંડાએ લીધી અધધધ ફી, જાણો બાકીના કલાકારોએ કેટલી ફી લીધી

ફિલ્મ લાઈગર (Liger) પ્રથમ દિવસે ટિકિટ વિન્ડો પર શાનદાર પ્રદર્શન કર્યું છે. લાઈગરે 'રક્ષા બંધન' અને 'લાલ સિંહ ચઢ્ઢા'ને પાછળ છોડી દીધા છે. લાઈગર ફિલ્મની સ્ટાર કાસ્ટે પણ આ ફિલ્મ માટે તગડી ફી વસૂલ કરી છે.

Liger Star Cast Fees: બોલિવુડની ડેબ્યૂ ફિલ્મ લાઈગર માટે વિજય દેવરકોંડાએ લીધી અધધધ ફી, જાણો બાકીના કલાકારોએ કેટલી ફી લીધી
LigerImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2022 | 4:40 PM

તેલુગુ ફિલ્મનો પ્રખ્યાત સ્ટાર વિજય દેવરકોંડા (Vijay Deverakonda) જે અર્જુન રેડ્ડીમાં તેની ભૂમિકાથી રાતોરાત ફેમસ થયો હતો, તેને તેની બોલિવૂડની પહેલી ફિલ્મ લાઈગર (Liger) સાથે અહીં પણ એક વિશાળ ફેન ફોલોઇંગ મેળવ્યું છે. સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડાની બહુપ્રતિક્ષિત ફિલ્મ લાઈગર આખરે થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મને લોકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. જ્યાં ઘણા લોકો આ ફિલ્મને પસંદ કરી રહ્યા છે, તો ઘણા એવા લોકો છે જેઓ ફિલ્મમાં વિજય અને અનન્યાની જોડીને પસંદ નથી કરી રહ્યા. પરંતુ આ બધાની વચ્ચે ફિલ્મે પહેલા દિવસે સમગ્ર વિશ્વમાં સુંદર કમાણી કરીને બધાને જડબાતોડ જવાબ આપ્યો છે. તેની સ્ટાર કાસ્ટે પણ આ ફિલ્મ માટે તગડી ફી વસૂલ કરી છે. તો જાણીએ આ સ્ટાર્સની ફી વિશે.

વિજય દેવરકોંડા

સાઉથ એક્ટર વિજય દેવરકોંડાની ફિલ્મ લાઈગર ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં લીડ કેરેક્ટર પ્લે કરી રહેલા એક્ટર વિજય દેવરકોંડાએ પોતાની પહેલી બોલિવૂડ ફિલ્મ માટે તગડી ફી વસૂલી છે. વિજય દેવેરાકોંડા જે દરેક ફિલ્મ માટે લગભગ 6 થી 7 કરોડ રૂપિયા લે છે, તેને લાઈગર ફિલ્મ માટે લગભગ 35 કરોડ રુપિયા ફી વસૂલી છે.

અનન્યા પાંડે

બોલિવૂડની કેટલીક ફિલ્મો દ્વારા લોકોમાં ફેમસ થયેલી એક્ટ્રેસ અનન્યા પાંડે આ ફિલ્મમાં વિજય સાથે લીડ એક્ટ્રેસ તરીકે સ્ક્રીન શેર કરતી જોવા મળે છે. જો આપણે તેની ફીની વાત કરીએ તો રિપોર્ટ મુજબ અનન્યાએ આ ફિલ્મ માટે પૂરા 3 કરોડ રૂપિયા લીધા છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

રોનિત રોય

નાના પડદાથી ફેમસ બનેલા એક્ટર રોનિત રોયને આજે બધા ઓળખી રહ્યા છે. તેની જોરદાર એક્ટિંગના કારણે તે ફિલ્મોમાં પણ ખૂબ લોકપ્રિય બન્યો છે. આ ફિલ્મમાં કોચની ભૂમિકા ભજવી રહેલા રોનિત રોયે લાઈગરમાં તેના રોલ માટે 1.2 કરોડની ફી લીધી છે.

રામ્યા કૃષ્ણન

એક્ટ્રેસ રામ્યા કૃષ્ણન દક્ષિણની જાણીતી એક્ટ્રેસમાંની એક છે. પરંતુ ફિલ્મ બાહુબલીમાં શિવગામી દેવીના મજબૂત પાત્રને કારણે દેશભરમાં લોકપ્રિય બનેલી એક્ટ્રેસ આ ફિલ્મમાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. તેણે આ ફિલ્મ માટે એક કરોડ ફી લીધી છે.

આ ફિલ્મ ટૂંક સમયમાં ઓટીટી પર રિલીઝ થશે

મીડિયા રિપોર્ટ મુજબ નિર્માતાઓએ પહેલા જ ડિજિટલ રિલીઝ માટે ઓટીટી ચેનલ સાથે પહેલેથી જ ડીલ કરી લીધી છે. રિલીઝ પહેલા જ પ્રોડ્યુસરે ડિજિટલ રાઇટ્સ નક્કી કરી લીધા હતા. રિપોર્ટસ્ મુજબ મેકર્સે લાઈગરના સ્ટ્રીમિંગ રાઈટ્સ માટે ઓટીટી પ્લેટફોર્મ સાથે ડીલ કરી લીધી છે. રિપોર્ટ મુજબ સ્ટ્રીમિંગ રાઈટ્સ Disney + Hotstar દ્વારા પ્રાપ્ત કરવામાં આવ્યા છે. પરંતુ એવું કહેવાય છે કે આ માટે મોટી કિંમત મળી છે, ચોક્કસ રકમ જાહેર કરવામાં આવી નથી.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">