AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બ્રહ્માસ્ત્રમાં જોવા મળી શાહરૂખ ખાનની ઝલક? વાયરલ થયો આ વીડિયો

'બ્રહ્માસ્ત્ર'માં (Brahmastra) શાહરૂખ ખાનના (Shah Rukh Khan) કેમિયોના રિપોર્ટ ઘણા સમયથી આવી રહ્યા છે. ટ્રેલર આવ્યા પછી પણ લોકોએ શાહરૂખને એક પાત્રમાં જોયો હોવાનો દાવો પણ કર્યો હતો. હવે આ ફિલ્મને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં શાહરૂખ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે.

બ્રહ્માસ્ત્રમાં જોવા મળી શાહરૂખ ખાનની ઝલક? વાયરલ થયો આ વીડિયો
shahrukh khan
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2022 | 3:49 PM
Share

શાહરૂખ ખાનને (Shah Rukh Khan) મોટા પડદા પર જોવા માટે ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ કપૂર સ્ટારર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં (Brahmastra) શાહરૂખના કેમિયોના સમાચારથી તેના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત હતા. જ્યારે ફિલ્મનું ટ્રેલર આવ્યું ત્યારે ફિલ્મના એક પાત્રને જોઈને લોકોને લાગ્યું કે તે શાહરૂખ ખાન છે. ‘બ્રહ્માસ્ત્ર’ની વાર્તામાં વનાર-અસ્ત્ર કહેવાતા આ પાત્રમાં દેખાતા એક્ટરનો ચહેરો સ્પષ્ટ દેખાતો ન હતો, પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સને ખાતરી હતી કે તે કિંગ ખાન છે.

‘બ્રહ્માસ્ત્ર’નો શાહરૂખનો વાયરલ વીડિયો

હવે સોશિયલ મીડિયા પર ‘બ્રહ્માસ્ત્ર’ સાથે જોડાયેલી એક નવી વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. આમાં શાહરૂખનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ટ્વિટર પર સામે આવેલા આ વીડિયોમાં શાહરૂખનું પાત્ર હવામાં ઉડે છે અને તેની પાછળ ભગવાન હનુમાન જેવી આકૃતિ બનેલી છે. વીડિયો વાયરલ થતાની સાથે જ ફેન્સ ‘બ્રહ્માસ્ત્ર’માં શાહરૂખની હાજરીને લઈને ખુશ થઈ ગયા હતા. આ વીડિયો રિયલ છે કે કેમ તે વિશે હજુ પણ એક સવાલ છે અને તે સ્પષ્ટ નથી કે તે ફિલ્મનો રિયલ વીડિયો છે કે ટ્રેલરના સીન્સનો ફેન્સે એડિટ કરેલો વીડિયો છે. પરંતુ શાહરૂખનો ચહેરો જોતા જ ફેન્સ ઉત્સાહિત છે.

2022માં શાહરૂખના બે કેમિયો

ફેન્સ શાહરૂખને ફરી એક મજબૂત હીરોના રોલમાં જોવાની રાહ જોતા હશે, પરંતુ આ વર્ષે તે મોટા પડદા પર બે વાર જોવા મળ્યો છે. પરંતુ બંને વખત ફિલ્મમાં તેનો કેમિયો હતો. આર માધવનની ફિલ્મ ‘રોકેટ્રી’માં શાહરૂખે ખાસ ભૂમિકા ભજવી હતી. તે સ્ક્રીન પર આવતાની સાથે જ થિયેટરોમાં તાળીઓ અને સીટીઓનો ગડગડાટ થયો હતો.

હવે શાહરૂખ આમિર ખાનની લેટેસ્ટ રિલીઝ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં કેમિયો કરતો જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં તે પોતાના યંગ વર્ઝનમાં જોવા મળી રહ્યો છે. તેને સ્ક્રીન પર જોઈને થિયેટરોમાં પડી રહેલી બૂમોના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

હવે શાહરૂખ ખાનની આવતા વર્ષે ત્રણ મોટી ફિલ્મો સાથે થિયેટરોમાં રિલીઝ થશે. 2022માં તે પહેલીવાર સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ‘પઠાન’માં જોવા મળશે. તે પછી તે નયનતારા સાથે ડાયરેક્ટર એટલીની ‘જવાન’માં પણ જોવા મળશે. આ વર્ષમાં તેની ત્રીજી રિલીઝ રાજકુમાર હિરાનીની ‘ડંકી’ હશે.

વડોદરામા આગામી સત્રથી 1500થી વધુ બાળકો ડિજિટલ સુવિધાઓ સાથે કરશે અભ્યાસ
વડોદરામા આગામી સત્રથી 1500થી વધુ બાળકો ડિજિટલ સુવિધાઓ સાથે કરશે અભ્યાસ
ગીરનાર પર્વતની ઓઘડ ટૂંક પર જૈન ધર્મની ધજા ફરકાવતા વિવાદ વકર્યો
ગીરનાર પર્વતની ઓઘડ ટૂંક પર જૈન ધર્મની ધજા ફરકાવતા વિવાદ વકર્યો
પોરબંદરમાં હથિયાર સાથે દાંડિયારાસ રમતો ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરા
પોરબંદરમાં હથિયાર સાથે દાંડિયારાસ રમતો ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરા
રાજકોટ-જામનગર બાદ હવે અમદાવાદમાં પણ 'હું નથુરામ' નાટકનો શો રદ
રાજકોટ-જામનગર બાદ હવે અમદાવાદમાં પણ 'હું નથુરામ' નાટકનો શો રદ
Breaking News: દેવાયત ખવડને હાઈકોર્ટથી હંગામી રાહત, ધરપકડ પર રોક
Breaking News: દેવાયત ખવડને હાઈકોર્ટથી હંગામી રાહત, ધરપકડ પર રોક
શિયાળાનો અંત કે ઉનાળાની શરૂઆત? ગુજરાતમાં હવામાનનું ઘમાસાણ
શિયાળાનો અંત કે ઉનાળાની શરૂઆત? ગુજરાતમાં હવામાનનું ઘમાસાણ
દુબઈથી સોનાની હેરાફેરીના નવા પેંતરાનો પર્દાફાશ
દુબઈથી સોનાની હેરાફેરીના નવા પેંતરાનો પર્દાફાશ
મહાશિવરાત્રી પહેલા ભવનાથ માર્ગ પર નોન-વેજથી વિવાદ
મહાશિવરાત્રી પહેલા ભવનાથ માર્ગ પર નોન-વેજથી વિવાદ
ઠાકોર સમાજના બંધારણના ધજાગરા ઉડાડતો વીડિયો આવ્યો સામે- જુઓ Video
ઠાકોર સમાજના બંધારણના ધજાગરા ઉડાડતો વીડિયો આવ્યો સામે- જુઓ Video
સુરેન્દ્રનગર: ઠાકોર સમાજના સંમેલનમાં એકસૂરે ઉઠી PIની બદલીની માગ
સુરેન્દ્રનગર: ઠાકોર સમાજના સંમેલનમાં એકસૂરે ઉઠી PIની બદલીની માગ
g clip-path="url(#clip0_868_265)">