Trishala Dutt ને ઇન્સ્ટાગ્રામ પર મળ્યો લગ્નનો પ્રસ્તાવ, યુઝરને જવાબ આપતા સંજયની પુત્રીએ કહ્યું – કેમ નહીં…

સંજય દત્તની પુત્રી ત્રિશાલા ફિલ્મોથી દૂર રહીને પણ ચાહકોના દિલ પર રાજ કરે છે. ત્રિશાલા ઘણીવાર સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે વાતચીત કરતી રહે છે.

Trishala Dutt ને ઇન્સ્ટાગ્રામ પર મળ્યો લગ્નનો પ્રસ્તાવ, યુઝરને જવાબ આપતા સંજયની પુત્રીએ કહ્યું - કેમ નહીં...
Trishala Dutt

બોલિવૂડ અભિનેતા સંજય દત્તની પુત્રી ત્રિશાલા દત્ત (Trishala Dutt) ભલે ફિલ્મોથી દૂર હોય, પરંતુ તે ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. ફિલ્મી દુનિયાથી દૂર ત્રિશાલા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર ત્રિશાલા દત્તને એક ફેન એ ‘મેરેજ ઓફર’ ની ઓફર કરવામાં આવી છે, જે તેણે શાનદાર રીતે સ્વીકારી છે.

ત્રિશાલાએ જે રીતે ચાહકના લગ્ન પ્રસ્તાવને સ્વીકાર્યો કર્યો છે તે બધે જ છવાય ગયો છે. તાજેતરમાં ત્રિશાલાએ ‘ડિપ્રેશન’ વિશે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ સત્ર રાખ્યું હતું, જેમાં તેણીએ તેના તમામ ચાહકોને ખાસ જવાબ આપ્યા હતા. આ સ્થિતિમાં જ્યારે એક યુઝરે તેને લગ્નની ઓફર કરી, ત્યારે તેણે તરત જ હસતા હસતા ‘હા’ નો જવાબ આપ્યો.

છવાઈ ગઈ છે ત્રિશાલા દત્ત

તમને જણાવી દઈએ કે ત્રિશાલા સંજય દત્તની પહેલી પત્ની રિચા શર્માની પુત્રી છે. ત્રિશાલા નાની હતી ત્યારે તેની માતાનું અવસાન થયું. ફિલ્મોથી દૂર ત્રિશાલાના ચાહકોની યાદી બોલિવૂડ સ્ટારથી ઓછી નથી. આ સ્થિતિમાં ત્રિશાલા પણ સમય સમય પર ચાહકો સાથે વાતચીત કરતી રહે છે.

તાજેતરમાં, જ્યારે ત્રિશાલાએ ડિપ્રેશન પર લાઇવ સેશન કર્યું, ત્યારે એક યુઝરે મુદ્દાથી હટીને એક પ્રશ્ન પૂછ્યો, પરંતુ તેમણે ખૂબ જ સરળ જવાબ આપીને દરેકનું દિલ જીતી લીધું છે.

ફેને કર્યું લગ્ન માટે પ્રપોઝ

ત્રિશાલાને લગ્નની ઓફર કરતી વખતે એક ચાહકે લખ્યું હતું કે તમે મારા પ્રશ્નનો જવાબ ક્યારેય આપતા નથી મિસ દત્ત, શું તમે મારી સાથે લગ્ન કરશો ? બસ ફરી શું હતું સ્ટાર કિડે ખુબજ શાનદાર રીતે પ્રતિભાવ આપ્યો અને તેના પ્રસ્તાવને સ્વીકાર્યો. એટલું જ નહીં ત્રિશાલાએ કમેન્ટમાં કહ્યું કે ડેટિંગની વાત આવે ત્યારે તેનું નસીબ બહુ સારું રહ્યું નથી.

વાસ્તવમાં ત્રિશાલાએ તેના દિવંગત બોયફ્રેન્ડ વિશે અહીં પરોક્ષ રીતે વાત કરી છે. ત્રિશાલાએ જે રીતે જવાબ આપ્યો છે તે દરેકને પસંદ આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ત્રિશાલાએ પોતાના બોયફ્રેન્ડને ગુમાવવાની બાબત સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને કહ્યું હતું કે આ અકસ્માતથી તે સંપૂર્ણપણે ભાંગી પડી હતી. 2019 માં, ત્રિશાલા દત્તાનાં બોયફ્રેન્ડનું નિધન થયું હતું.

 

આ પણ વાંચો :- Tiger 3 માટે ખુબ પરસેવો બહાવી રહી છે કેટરીના કૈફ, તુર્કીમાં ડાન્સ રિહર્સલ કરતી વખતે શેર કર્યો વીડિયો

આ પણ વાંચો :- Akshay Kumarની માતાની હાલત નાજુક, ICUમાં દાખલ, UKથી ફિલ્મનું શૂટિંગ છોડ્યા બાદ ઉતાવળમાં મુંબઈ પરત ફર્યા અભિનેતા

Click on your DTH Provider to Add TV9 Gujarati