AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Throwback : બાળકની જેમ નિર્દોષ હતા Sushant Singh Rajput, કાગળનું વિમાન બનાવીને, ખુશીથી ઝુમી ઉઠ્યા હતા અભિનેતા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2021 | 11:24 PM
Share

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના ચાહકો તેમના જુના વીડિયો અને તસ્વીરો શેર કરતા રહે છે. સુશાંતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ બાળકોની જેમ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ને ચાહકો ભૂલ્યા નથી, આજે પણ તે તેમને ખૂબજ યાદ કરે છે. સુશાંતની યાદમાં તેમના ચાહકો દરરોજ સોશિયલ મીડિયા પર તેમની જૂની તસ્વીરો અને વીડિયો શેર કરતા રહે છે. તેમનો આ વીડિયો વાયરલ થતો રહે છે. આજે સુશાંતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમની મસ્તી ભરેલી શૈલી જોવા મળી રહી છે. સુશાંત મસ્તીખોર હતા, તે હંમેશાં દરેક સાથે મસ્તી-મજાક કરતા હતા. હવે સુશાંતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કાગળનું વિમાન બનાવતા નજરે પડે છે.

સુશાંત બાળકની જેમ નિર્દોષ હતા. નિર્દોષતા તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેઓ કોઈના ચહેરા પર ઉદાસી જોઈ શકતા ન હતા. તે એક ક્ષણમાં બધાના ચહેરા પર સ્મિત લાવતા. જેના કારણે તેઓ બધાને પ્રિય હતા. તેમને દરેક પસંદ કરતા હતા.

કાગળનું વિમાન ઉડાવીને કરી મસ્તી

સુશાંતનો વાયરલ થતો વીડિયો તેઓ તેમના ઘરની છત પર બાળકોની જેમ કાગળથી વિમાન બનાવીને તેને ઉડાવે છે. તે સમયે સુશાંતના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે. તેમને નાની નાની વસ્તુઓથી ખુશી મળતી હતી, તેથી તેઓ દરેક વસ્તુમાં ક્યાંકને ક્યાંકથી ખુશી શોધી લેતા હતા.

 

વિમાન ઉડવાનું હતું સ્વપ્ન

સુશાંતના ઘણા સપના હતાં જે તેઓ પૂરા કરવા માગતા હતા. જેમાંથી એક વિમાન ઉડવાનું સ્વપ્ન હતું. તેમણે તેમનું આ સપનું પણ પૂરું કર્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પર પ્લેન ઉડાવતો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તેઓ Boeing 737 Fixed Base Flight Simulator ની કોકપીટમાં બેઠા જોવા મળ્યા હતા. તેમણે જે રીતે તે ફ્લાઇટની કમાન સંભાળી હતી તેને જોઈને બધા જ સ્તબ્ધ થઈ ગયા હતા. સુશાંતે ફ્લાઇટ ચલાવવાનું લાઇસન્સ પણ લીધું હતું.

આપને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત ગત વર્ષે 14 જૂને તેમના મુંબઇ સ્થિત ઘરે મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. સુશાંતના મૃત્યુના સમાચાર જાણીને તેમના ચાહકો ચોંકી ગયા હતા. તે હજી આ દુ:ખમાંથી બહાર આવ્યા નથી. સુશાંત કેસની તપાસ હજી ચાલુ છે. સીબીઆઈ, એનસીબી આ કેસની તપાસમાં રોકાયેલ છે.

g clip-path="url(#clip0_868_265)">