Valentine’s Day: વેલેન્ટાઈન વીક પર ધૂમ મચાવી રહ્યું છે ખેસારી લાલ યાદવનું આ ભોજપુરી ગીત, અક્ષરા સિંહ સાથે કરી રહ્યા છે ‘ડ્રીમમાં એન્ટ્રી’

આ ગીતમાં ખેસારી અને અક્ષરા (Akshara Singh and Khesari Lal)ની કેમેસ્ટ્રી ધમાકેદાર છે. ચાહકો આ જોડીને સાથે જોવા આતુર છે.

Valentine’s Day: વેલેન્ટાઈન વીક પર ધૂમ મચાવી રહ્યું છે ખેસારી લાલ યાદવનું આ ભોજપુરી ગીત, અક્ષરા સિંહ સાથે કરી રહ્યા છે 'ડ્રીમમાં એન્ટ્રી'
khesari lal yadav with akshara singh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 5:58 PM

ભોજપુરી અભિનેતા ખેસારી લાલ યાદવ (Khesari Lal Yadav) વેલેન્ટાઈન વીક પર પ્રેમીઓ માટે એક જબરદસ્ત રોમેન્ટિક ગીત લઈને આવ્યા છે. ખેસારી લાલ આ નવા ગીતમાં અક્ષરા સિંહ (Akshara Singh) સાથે ઘણો રોમાન્સ કરતા જોવા મળી રહ્યા છે. જ્યારથી આ ગીત (Bhojpuri Song) સોશિયલ મીડિયા પર સામે આવ્યું છે, ચાહકો કહી રહ્યા છે કે ખેસારીને આટલા રોમેન્ટિક મૂડમાં આ પહેલા ક્યારેય જોયો નથી. આ ગીતમાં ખેસારી અને અક્ષરા (Akshara Singh and Khesari Lal) ની કેમેસ્ટ્રી ધમાકેદાર છે. ચાહકો આ જોડીને સાથે જોવા આતુર છે.

તાજેતરમાં તેનું ગીત ‘પાની પાની’ (Pani Pani) પણ ખૂબ ચર્ચામાં રહ્યું હતું. હવે આ પછી આ જોડી વેલેન્ટાઈન વીક સ્પેશિયલ (Valentine Day) ગીત લઈને આવી છે. આ સાથે ‘ડ્રીમ મેં એન્ટ્રી’ ગીતે યુટ્યુબ પર ધૂમ મચાવી છે. આ ગીતને અત્યાર સુધીમાં 8.3 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ ગીત ખેસારીએ વેલેન્ટાઈન ડે માટે ખાસ રાખ્યું હતું. ત્યારપછી આ ગીત વેલેન્ટાઈન વીકની શરૂઆતમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. જેથી કરીને આ ગીત આખા અઠવાડિયામાં જોરદાર હિટ થઈ શકે. આવું થયું પણ, ગીતને યુટ્યુબ પર અદભૂત પ્રતિસાદ મળી રહ્યો છે.

ભોજપુરી સુપરસ્ટાર ખેસારી લાલ તેના ચાહકોના કહેવા પર પરફોર્મન્સ માટે ગમે ત્યાં પહોંચી જાય છે. આવી સ્થિતિમાં ખેસારી લાલા થોડા સમય પહેલા નેપાળ પહોંચી ગયા હતા. આ દરમિયાન તેની સાથે ખૂબ જ વિચિત્ર સ્થિતિ સર્જાઈ હતી. શોમાં પહોંચતા પહેલા જ ત્યાંના સામાન્ય લોકોએ ભોજપુરી સ્ટાર પર નારાજગી વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું હતું. પહેલા તો ખેસારીને વાત સમજાઈ નહીં પરંતુ બાદમાં જાણવા મળ્યું હતું કે, અહીં યોજાનારા ખેસારી લાલના શોમાં ટિકિટ સિસ્ટમ મૂકવામાં આવી હતી. ખેસારી લાલને આ અંગે કોઈ માહિતી ન હતી.

આ કાર્યક્રમ માટે વહીવટીતંત્ર તરફથી પરવાનગી પણ લેવામાં આવી ન હતી. ખેસારી લાલ યાદવ કે તેમની ટીમના કોઈ સભ્યને પણ આ અંગે કોઈ સમાચાર નહોતા. આવી સ્થિતિમાં મામલો ત્યાં વધુ બગડ્યો, ત્યારબાદ લોકોએ ખેસારીની 4 સ્કોર્પિયોને પણ આગ લગાવી દીધી. બાદમાં ખેસારીએ સમજદારીથી કામ કર્યું અને તરત જ ફેન્સને આ ઘટના વિશે ફેસબુક દ્વારા જાણ કરી.

આ પણ વાંચો: bollywood news : શાહરુખ ખાનની ફિલ્મમાં વિકી કૌશલને મળી એન્ટ્રી, રાજકુમાર હિરાણીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મમાં કરશે કામ

આ પણ વાંચો: Top 5 bollywood news : ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરના લગ્નની વાત હોય કે પછી કપિલ શર્માની બાયોપિકની વાત, વાંચો બોલીવુડની 5 મોટી ખબર

Latest News Updates

સ્નાતકોને ઓટોમેશન ક્ષેત્રમાં મળશે મહિને 1,00,000થી વધુ પગાર
સ્નાતકોને ઓટોમેશન ક્ષેત્રમાં મળશે મહિને 1,00,000થી વધુ પગાર
2 oct થી પાણી પુરવઠા બોર્ડના કોન્ટ્રાક્ટરો કરશે હડતાળ, જુઓ
2 oct થી પાણી પુરવઠા બોર્ડના કોન્ટ્રાક્ટરો કરશે હડતાળ, જુઓ
Gujarat Rain: વિજયનગર અને પોશીનામાં વરસાદ, એક કલાકમાં સવા ઈંચ વરસાદ
Gujarat Rain: વિજયનગર અને પોશીનામાં વરસાદ, એક કલાકમાં સવા ઈંચ વરસાદ
સ્નાતકો માટે એગ્રીકલ્ચર ક્ષેત્રમાં નોકરીની ઉત્તમ તક, મળશે મહિને 54000
સ્નાતકો માટે એગ્રીકલ્ચર ક્ષેત્રમાં નોકરીની ઉત્તમ તક, મળશે મહિને 54000
DCP કચેરીનો કોન્સ્ટેબલ મોબાઈલ CDR ડેટા વેચતો હોવાનુ ખુલ્યુ, કરાઈ ધરપકડ
DCP કચેરીનો કોન્સ્ટેબલ મોબાઈલ CDR ડેટા વેચતો હોવાનુ ખુલ્યુ, કરાઈ ધરપકડ
કાયદાના જાણકારને મળશે મહિને 30,000થી વધુ પગાર
કાયદાના જાણકારને મળશે મહિને 30,000થી વધુ પગાર
MS યુનિવર્સિટીમાં નમાઝનો મામલો, સત્તાધીશોએ ઘટનાની લીધી ગંભીર નોંધ
MS યુનિવર્સિટીમાં નમાઝનો મામલો, સત્તાધીશોએ ઘટનાની લીધી ગંભીર નોંધ
રખડતા ઢોર મુદ્દે AMC કમિશનરને એફિડેવિટ ફાઈલ કરવા હાઈકોર્ટનો આદેશ
રખડતા ઢોર મુદ્દે AMC કમિશનરને એફિડેવિટ ફાઈલ કરવા હાઈકોર્ટનો આદેશ
ગાંધીધામ GIDC વિસ્તારમાં આગ, ઘટનાને લઈ 4 ફાયર ટીમો પહોંચી
ગાંધીધામ GIDC વિસ્તારમાં આગ, ઘટનાને લઈ 4 ફાયર ટીમો પહોંચી
પાલનપુર હાઈવે પરથી એક હજારથી વધુ લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
પાલનપુર હાઈવે પરથી એક હજારથી વધુ લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો