AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું છે આ Moye Moye ? સોશિયલ મીડિયા પર આને ધમાલ મચાવી દીધી છે, જુઓ વીડિયો

'મોયે મોયે' ગીત હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે, પરંતુ શું તમને ખબર છે કે આ 'મોયે મોયે' ગીત ક્યાંથી આવ્યું? આ ગીત હકિકતમાં એક સર્બિયન ગીત છે. જે ગીતના શબ્દો ખરેખર 'મોયે મોરે' છે. આ ગીત સર્બિયન સિંગર તેયા ડોરાએ ગાયું છે.

શું છે આ Moye Moye ? સોશિયલ મીડિયા પર આને ધમાલ મચાવી દીધી છે, જુઓ વીડિયો
song Moye Moye
| Updated on: Nov 26, 2023 | 3:26 PM
Share

સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થશે તેની કોઈને ખબર રહેતી નથી. અવાર-નવાર અહીં અલગ-અલગ પ્રકારના ગીતો અને ડાન્સના વીડિયો વાયરલ થાય જ છે. લોકો જે સોન્ગ પાછળ પડી જાય તો તેની રીલ્સ બનાવવાનો ટ્રેન્ડ શરૂ થાય છે. અને પછી તેના વીડિયો વાયરલ થવાની પ્રક્રિયા શરૂ થાય છે.

હાલમાં, ‘મોયે મોયે’ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ ચર્ચામાં છે. દરેક વ્યક્તિ તેના પર રીલ બનાવવામાં વ્યસ્ત છે, પરંતુ શું તમે જાણો છો કે આ શું છે ‘મોયે મોયે’, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે?

આ ગીતનો ટ્રેન્ડ થયો શરૂ

હકિકતમાં આ એક સર્બિયન ગીત છે. વાસ્તવમાં આ ગીત ‘મોયે મોરે’ છે, પરંતુ ભારતમાં તેને ‘મોયે મોયે’ તરીકે ઉચ્ચારવામાં આવે છે. મળતી માહિતી મુજબ આ ગીતનો ક્રેઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ TikTok થી શરૂ થયો હતો અને પછી થોડાં દિવસોમાં તે Instagram, Facebook, Twitter અને YouTube જેવા અલગ-અલગ પ્લેટફોર્મ પર ફેલાઈ ગયો હતો. આ ગીતે વિશ્વના લોકોને મોહિત કરી દીધા છે.

મૂળ ગીત ‘મોયે મોરે’નો વીડિયો જુઓ

(Credit Source : Južni vetar)

અહેવાલો અનુસાર આ ગીત ત્રણ મિનિટનું છે. આ વાયરલ ગીતને સર્બિયન સિંગર તેયા ડોરાએ શબ્દો આપ્યા છે. જો કે આ ગીતનું અસલી નામ ‘મોયે મોરે’ કે ‘મોયે મોયે’ નથી પરંતુ ગીતનું ઓફિશિયલ શીર્ષક ‘ડેઝનમ’ છે. ગીતના બોલ સર્બિયન રેપર સ્લોબોડન વેલ્કોવિકે સાથે મળીને કંપોઝ કર્યા હતા. જ્યારે લોકા જોવાનોવિકે ગીતને કંપોઝ કર્યું હતું. જે હવે લોકોના મનમાં છવાઈ ગયો છે. આ ગીતને યુટ્યુબ પર 57 મિલિયન એટલે કે 5.7 કરોડથી વધુ વખત જોવામાં આવ્યું છે.

ગીતનો અર્થ શું છે?

રિપોર્ટ્સ પ્રમાણે સર્બિયામાં ‘મોર’ નો અર્થ ‘દુઃસ્વપ્ન’ છે. આ ગીતમાં અધૂરી આકાંક્ષાઓની પીડા, નિરાશા વચ્ચે ઉજ્જવળ ભવિષ્ય માટે સતત સંઘર્ષ અને વારંવાર આવતા દુઃસ્વપ્નો સામે લડતા, નિરાશા અને એકલતાની લાગણીની વાર્તા દર્શાવવામાં આવી છે. ભલે લોકોને આ ગીતનો અર્થ ખબર ન હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર ચોક્કસ કમાલ કરી રહ્યું છે.

Disclaimer : આ આર્ટિકલ ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.

 ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">