AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Exclusive : નીતિન દેસાઈ છત્રપતિ શિવાજીના રાજ્યાભિષેક માટે સેટ બનાવવાના હતા, લાલબાગ ચા રાજાનો પંડાલ અધૂરો રહ્યો

Nitin Desai Suicide:નીતિન દેસાઈ (Nitin Desai) તેમના ભવ્ય મોટા બજેટ સેટ માટે જાણીતા હતા. છેલ્લા 14 વર્ષથી તે લાલબાગ ચા રાજાનો સેટ બનાવી રહ્યા હતા. આ વખતે કામ અધૂરું રહી ગયું.

Exclusive : નીતિન દેસાઈ છત્રપતિ શિવાજીના રાજ્યાભિષેક માટે સેટ બનાવવાના હતા, લાલબાગ ચા રાજાનો પંડાલ અધૂરો રહ્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2023 | 2:35 PM
Share

Nitin Desai Suicide: નેશનલ અવોર્ડ વિનિંગ મશહુર આર્ટ ડાયરેક્ટર નિતિન દેસાઈ (Nitin Desai) મહારાષ્ટ્રના કર્જતમાં તેમના એનડી સ્ટુડિયોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ એનડી સ્ટુડિયોમાં નીતિન દેસાઈનો મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો. નીતિન દેસાઈ એક સમયે કરોડો રૂપિયાની મેગા બજેટ ફિલ્મો અને ટીવી સિરિયલો બનાવતા હતા. નીતિન દેસાઈ દર વર્ષે સેવા તરીકે મુંબઈના પ્રખ્યાત ગણપતિ પંડાલ ‘લાલબાગ ચા રાજા’નો સેટ બનાવતા હતા.

આ વર્ષે તેઓ છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક માટે એક સેટ બનાવવા માંગતા હતા.

આ પણ  વાંચો : Breaking news : દેવદાસ-જોધા અકબરના આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ જન્મદિવસના ચાર દિવસ પહેલા આત્મહત્યા કરી, સ્ટુડિયોમાંથી મૃતદેહ મળ્યો

ગત્ત વર્ષે રામ મંદિરનો સેટ બનાવનાર નિતિન દેસાઈએ એક મહિના પહેલા લાલબાગ ચા રાજાના પંડાલમાં સેટ બનાવવાનું શરુ કર્યું હતુ. આ વર્ષે તે છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યભિષેક માટે સેટ બનાવવા માંગતા હતા. આજથી અંદાજે 349 વર્ષ પહેલા શિવાજી મહારાજનો રાજ્યભિષેક થયો હતો અને આ જશ્નને નિતિન દેસાઈએ પોતાની કળાના માધ્યમથી ફરી એક વખત યાદ કરવા માંગતા હતા.

પંડાલનું કામ અધૂરું રહ્યું

સૂત્રોનું માનીએ તો તેમના મૃત્યુ બાદ સેટનું કામ અધૂરું રહી ગયું છે અને ગણપતિના આગમનને માત્ર 45 દિવસ બાકી છે. આવી સ્થિતિમાં આ વર્ષે પંડાલનું કામ કેવી રીતે પૂર્ણ થશે, આ સવાલ લાલબાગ ચા રાજાની ટીમ સામે છે.

આ પણ વાંચો : Vijay Sethupathi Family Tree: ફિલ્મ ‘જવાનનો’ સ્ટાર વિજય સેતુપતિ એક સમયે સેલ્સમેન તરીકે કામ કરતો હતો, આજે બોલિવુડમાં આપી રહ્યો છે હિટ ફિલ્મો

લાલબાગ ચા રાજાના સેટ વિશે વાત કરતા નિતિન દેસાઈએ કહ્યું હતું કે, જ્યારે પણ હું બાપ્પાની સેવા કરું છું. હું એક વર્ષ પહેલા વિચારવાનું શરુ કરી દેતો હોઉ છુ. મને અંદાજે 6 મહિના લાગે છે. લાલબાગના રાજા માધ્મથી હું પણ મારી કળાની નવેસરથી શરૂઆત કરું છું. તેથી જ મને 365 દિવસ સુધી તેનું ચિંતન કરવાનું ગમે છે. તમે દર વર્ષે જે ભવ્ય સેટ જુઓ છો તે અમારી મહેનતનું પરિણામ છે.

ચાર વખત નેશનલ એવોર્ડ જીત્યો

નીતિન દેસાઈને સર્વશ્રેષ્ઠ કલા નિર્દેશક તરીકે ચાર વખત રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. બે દાયકાની કારકિર્દીમાં, નીતિન દેસાઈએ બોલિવૂડના ઘણા જાણીતા ફિલ્મ નિર્માતાઓ સાથે કામ કર્યું, જેમાં સંજય લીલા ભણસાલી, વિધુ વિનોદ ચોપરા, રાજકુમાર હિરાણી, આશુતોષ ગોવારીકર જેવા મોટા નામોનો સમાવેશ થાય છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">