Koi Mil Gaya : પડદા પર ફરી આવી રહ્યો છે ‘જાદુ’, ‘કોઈ મિલ ગયા’ 20 વર્ષ પછી ફરીથી થશે રિલીઝ
Koi Mil Gaya : રાકેશ રોશને તાજેતરમાં આ ફિલ્મ વિશે વાત કરી જેણે બે દાયકાની અદ્ભુત સફર પૂર્ણ કરી છે. એક મીડિયા ઈન્ટરવ્યુ દરમિયાન રાકેશ રોશને ખુલાસો કર્યો કે તેણે આ ફિલ્મ તેના પુત્ર રિતિકની અભિનય કુશળતાને ઉજાગર કરવાના ઉદ્દેશ્યથી બનાવી છે.

હૃતિક રોશનની ફિલ્મ ‘કોઈ મિલ ગયા’ યાદ છે? વર્ષ 2003માં આવેલી આ ફિલ્મે દર્શકો પર ઘણો જાદુ ચલાવ્યો હતો. આ ફિલ્મ જોવા માટે બાળકોથી લઈને વડીલો સુધી બધા જ સિનેમાઘરો તરફ વળ્યા હતા. બીજી તરફ, આ ફિલ્મ હૃતિક રોશનની પાટા પરથી ઉતરેલી કરિયર માટે સંજીવની જેવી સાબિત થઈ. આ મહિને કોઈ મિલ ગયા તેની રિલીઝના 20 વર્ષ પૂર્ણ કરે છે. આ અવસર પર મેકર્સ તેને ફરીથી રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે.
આ પણ વાંચો : Vikram Vedha : હૃતિક રોશન અને સૈફ અલી ખાનની ફિલ્મ ‘વિક્રમ વેધા’નું ટીઝર રિલીઝ, જુઓ વીડિયો
રેખાનો રોલ હતો મહત્તવનો
ફિલ્મ ‘કોઈ મિલ ગયા’ના 20 વર્ષ પૂરા થવાના અવસર પર આ ફિલ્મ 30 શહેરોમાં ફરી રીલિઝ થશે. આ ફિલ્મ 4 ઓગસ્ટે PVR અને INOXમાં 30 શહેરોમાં રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મને હૃતિક રોશનના પિતા અને ડિરેક્ટર રાકેશ રોશન દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં રિતિકની સામે પ્રીતિ ઝિન્ટા જોવા મળી હતી. આ સિવાય હૃતિકની માતાની ભૂમિકા રેખાએ ભજવી હતી.
હૃતિકની સતત આઠ ફિલ્મ ફ્લોપ
રાકેશ રોશને તાજેતરમાં આ ફિલ્મ વિશે વાત કરી જેણે બે દાયકાની અદ્ભુત સફર પૂર્ણ કરી છે. એક મીડિયા ઈન્ટરવ્યુ દરમિયાન રાકેશ રોશને ખુલાસો કર્યો કે તેણે આ ફિલ્મ તેના પુત્ર રિતિકની અભિનય કુશળતાને ઉજાગર કરવાના ઉદ્દેશ્યથી બનાવી છે. રાકેશ રોશને કહ્યું કે, ‘તેની ડેબ્યૂ ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ની શાનદાર સફળતા બાદ હૃતિકની સતત આઠ ફિલ્મ ફ્લોપ રહી હતી.
હૃતિકે આ રીતે કરી હતી એક્ટિંગ
રાકેશ રોશને વધુમાં કહ્યું કે, ‘રિતિકે ‘કોઈ મિલ ગયા’ દ્વારા પોતાને સાબિત કર્યું. તે સંપૂર્ણપણે તેના પાત્રમાં આવી ગયો હતો’. જણાવી દઈએ કે આ ફિલ્મમાં રિતિક માનસિક રીતે નબળા છોકરાના રોલમાં જોવા મળ્યો હતો. આ રોલ કરવા માટે તેણે ખાસ તૈયારીઓ કરી હતી. રાકેશ રોશને ખુલાસો કર્યો કે, ‘શૂટના એક અઠવાડિયા પહેલા હૃતિકે પોતાને એક રૂમમાં બંધ કરી દીધો હતો. આ પછી તે સીધો શૂટ પર પહોંચી ગયો. જ્યારે પહેલો શોટ આપવામાં આવ્યો ત્યારે જ મને સમજાયું કે તે તેના પાત્રને બરાબર સમજે છે.
ટૂંક સમયમાં આવી શકે છે ક્રિશ 4 મુવી
‘કોઈ મિલ ગયા’ જોરદાર હિટ રહી હતી. જો કે આ પછી પણ રાકેશ રોશનના મગજમાં તેની ફ્રેન્ચાઈઝીને લઈને કોઈ પ્લાનિંગ નહોતું. દિગ્દર્શકના કહેવા પ્રમાણે, ‘ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ’ જોતી વખતે તેમના મગજમાં ફ્રેન્ચાઈઝીનો વિચાર આવ્યો અને આ રીતે ક્રિશનું સર્જન થયું. આ પછી ‘ક્રિશ 3’ આવી. ડિરેક્ટરનું કહેવું છે કે હવે તે ‘ક્રિશ 4’ લાવવાની તૈયારી કરી રહ્યા છે અને આ ફિલ્મ પર કામ 2024માં શરૂ થશે.
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો