‘થલાઇવા’ Rajinikanth એ ‘થલાઇવી’ની કરી પ્રશંસા, આવી મુશ્કેલ ફિલ્મ બનાવવા માટે દિગ્દર્શકની કરી પ્રશંસા
કંગના રનૌતની ફિલ્મ થલાઇવીને દર્શકો અને વિવેચકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હવે સુપરસ્ટાર અને થલાઇવા રજનીકાંતે ફિલ્મ વિશે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે સમગ્ર ટીમને અભિનંદન આપ્યા.
કંગના રનૌત (Kangana Ranaut) ની ફિલ્મ થલાઇવી (Thalaivii) તાજેતરમાં રિલીઝ થઇ છે. આ ફિલ્મને ક્રિટિક્સ અને પ્રેક્ષકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મની રિલીઝ પહેલા જ કંગના રનૌત અભિનીત ‘થલાઇવી’ પ્રેમ અને પ્રશંસા ખુબજ મળી છે. હવે જ્યારે જયલલિતા પર આધારિત ફિલ્મ વિશ્વભરના સિનેમાઘરોમાં હિટ થઈ ગઈ છે, તમામ ક્ષેત્રમાંથી પ્રશંસા વધી રહી છે.
તાજેતરમાં એક ખાસ, વ્યક્તિગત સ્ક્રિનિંગમાં, સુપરસ્ટાર રજનીકાંતે (Rajnikanth) ફિલ્મ જોઈ અને ફિલ્મની પ્રશંસા સાથે શાનદાર કલાકારીથી પણ ખુબજ પ્રભાવિત થયા. એક સ્રોત મુજબ, ‘રજની સરને ફિલ્મ ગમી અને વિજય સરને ફોન કર્યો, આવી કઠિન ફિલ્મ માટે વ્યક્તિગત રીતે અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે એમજીઆર અને જયલલિતા જેવી હસ્તીઓનું પ્રતિનિધિત્વ કરવું ખૂબ જ મુશ્કેલ ફિલ્મ છે, જેઓ સિનેમેટિક અને રાજકીય બંને જાહેર હસ્તીઓ રહ્યા છે, તેમ છતાં, તેને સુંદર રીતે સંભાળવામાં આવી છે.
દક્ષિણ ભારતના સુપરસ્ટારથી રાજકારણી બનેલા જયલલિતાના જીવન પર આધારિત, થલાઇવીએ એક 16 વર્ષીય નવોદિત કલાકારના સંઘર્ષથી લઈને એક સુપરસ્ટારનાં ઉદય સુધીનું વર્ણન કર્યું છે, તેમજ જયલલિતાની રાજકીય કારકિર્દીના આગમનને તેમની ક્રાંતિકારી સિદ્ધિઓથી તમિલનાડુનો રાજનીતિક ચહેરો બદલાતો પણ બતાવવામાં આવે છે.
થલાઇવીમાં જયલલિતાની ભૂમિકામાં કંગના રનૌત, એમજીઆર તરીકે અરવિંદ સ્વામી છે. વિજય દ્વારા નિર્દેશિત, થલાઇવી, વિબ્રી મોશન પિક્ચર્સ દ્વારા પ્રસ્તુત, ગોથિક એન્ટરટેઇનમેન્ટ અને સ્પ્રિન્ટ ફિલ્મ્સનાં સહયોગથી કર્મા મીડિયા એન્ટરટેઇનમેન્ટ અને ઝી સ્ટુડિયોઝના નિર્માણ વિષ્ણુ વર્ધન ઇન્દુરી અને શૈલેષ આર સિંહ એન્ડ કંપની હિતેશ ઠક્કર અને થિરુમલ રેડ્ડી અને બૃંદા પ્રસાદ દ્વારા રચનાત્મક નિર્માણ કરવામાં આવી છે. થલાઇવીને હિન્દી, તમિલ અને તેલુગુમાં ઝી સ્ટુડિયો દ્વારા વિશ્વભરના સિનેમાઘરોમાં રજૂ કરવામાં આવી છે.
ફિલ્મની કમાણી
થલાઇવી કોવિડ દરમિયાન થિયેટરોમાં રજૂ કરવામાં આવી છે. ઘણા રાજ્યોમાં થિયેટરો બંધ છે અને જ્યાં તેઓ ખુલ્લા છે, તે 50 ટકા ક્ષમતા સાથે ખુલ્લા છે. નાઇટ શો પણ બંધ છે, તેથી ફિલ્મને કમાવાની બહુ આશા નહોતી.
તે જ સમયે, જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ફિલ્મે શુક્રવારથી રવિવાર સુધી 4.75 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે માત્ર હિન્દીમાં 1 કરોડની કમાણી કરી છે અને બાકીની 3.75 કરોડ ફિલ્મે તમિલ અને તેલુગુ સહિત અન્ય ભાષાઓમાં કમાણી કરી છે.
કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મ
કંગનાનું કહેવું છે કે થલાઇવી તેની અત્યાર સુધીની કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મ છે અને તે તેના દિલની ખૂબ નજીક છે.
આ પણ વાંચો :- પૂજા એન્ટરટેઈનમેન્ટ સાથે નથી થઈ Kartik Aaryanની 3 ફિલ્મોની ડીલ, સમાચાર નીકળ્યા ખોટા
આ પણ વાંચો :- Akshay Kumarની માતાના નિધન બાદ પીએમ મોદીએ મોકલ્યો શોક સંદેશ, અભિનેતાએ વ્યક્ત કર્યો આભાર