AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમન્ના ભાટિયાએ IFFMના સ્ટેજ પર દીપ પ્રગટાવતા પહેલા મોજડી ઉતારી, ચાહકોનું દિલ જીત્યું, જુઓ વીડિયો

મેલબોર્નના ભારતીય ફિલ્મ ફેસ્ટિવલમાં તમન્ના ભાટિયાનો મોજડી ઉતારવાનો અને દીવો પ્રગટાવવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો આ અભિનેત્રીથી ખૂબ જ પ્રભાવિત થઈ રહ્યા છે.

તમન્ના ભાટિયાએ IFFMના સ્ટેજ પર દીપ પ્રગટાવતા પહેલા મોજડી ઉતારી, ચાહકોનું દિલ જીત્યું, જુઓ વીડિયો
તમન્ના ભાટિયાImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2022 | 6:28 PM
Share

Tamannaah Bhatia : મેલબોર્નના ભારતીય ફિલ્મ ફેસ્ટિવલમાં તમન્ના ભાટિયા (Tamannaah Bhatia )નો મોજડી ઉતારવાનો અને દીવો પ્રગટાવવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો આ અભિનેત્રીથી ખૂબ જ પ્રભાવિત થયા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે અભિનેત્રીને તાપસી પન્નુ પછી દીવો પ્રગટાવવા માટે કહેવામાં આવે છે અને તે તેની બાજુમાં ઉભેલી એક સાથી મહિલાની મદદ લે છે, જે તેની મોજડી કાઢીને ખુલ્લા પગે દીવો પ્રગટાવે છે. બાહુબલી ગર્લ (Baahubali Girl)નો આ વીડિયો ચાહકોના દિલ જીતી રહ્યો છે.

ચાહકો તમન્નાના વિચારશીલ હાવભાવ પર તેમનો પ્રેમ વરસાવ્યો અને તેની પ્રશંસા કરી. તેમાંથી એકે લખ્યું, “દક્ષિણે તેમને આ જ શીખવ્યું છે.” બીજાએ કહ્યું, “સંસ્કૃતિનો આદર કરો.” એક યુઝરે કોમેન્ટ પણ કરી કે, “તે શાનદાર તાળીઓના હકદાર છે. તમન્ના અને તાપસી બંને ઇન્ટરનેશનલ એવોર્ડ નાઇટ માટે આવ્યા હતા. ઓફ શોલ્ડર ગ્રીન અને બ્લેક ડ્રેસમાં તમન્ના ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે લુક કમ્પ્લીટ કરવા માટે બ્લેક ગ્લોવ્ઝ પહેર્યા હતા. તાપસી બ્લેક મેશ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

ભારતીય ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન (IFFM) 2022 ની 13મી આવૃત્તિ ચાલી રહી છે. મેલબોર્નના પ્રતિષ્ઠિત પેલેસ થિયેટરમાં રવિવારે એવોર્ડ નાઈટ યોજાઈ હતી. આ વર્ષે ઇવેન્ટફુલ નાઇટ ટેલિવિઝન સ્ટાર રિત્વિક ધનજાની દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી. IFFM ઑસ્ટ્રેલિયામાં દર વર્ષે યોજવામાં આવે છે અને દેશમાંથી શો, ફિલ્મો અને સિરીઝોની વિશાળ શ્રેણીનું પ્રદર્શન કરીને ભારતીય મનોરંજન ઉદ્યોગની ઉજવણી કરે છે. સ્પોર્ટ્સ ડ્રામા ’83’ અને થ્રિલર ફિલ્મ ‘જલસા’ IFFM એવોર્ડ્સ 2022માં ટોચના વિજેતા હતા. ભારતીય કેપ્ટન કપિલ દેવની ભૂમિકા ભજવવા માટે રણવીર સિંહને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. શેફાલી શાહને જલસા માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.

ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી

તમન્ના ભાટિયા (Tamannaah Bhatia) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની અવારનવાર તસવીરો પોસ્ટ કરતી રહે છે.તમન્ના ભાટિયા હાલ મેલબોર્નમાં છે. આ ફેમસ એક્ટ્રેસે મેલબોર્નમાં આયોજિત ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી છે. ત્યાંથી તમન્ના દરરોજ અલગ-અલગ ફોટા મૂકીને તેના ફેન્સનું મનોરંજન કરતી જોવા મળી હતી.

હાલમાં તમન્નાએ ગ્રીન અને બ્લેક ઓફ શોલ્ડર ડ્રેસમાં કેટલાક ફોટો શેર કર્યા છે. આ બોલ્ડ ડ્રેસમાં તમન્ના ખૂબ જ સુંદર લાગી રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં તમન્ના ભાટિયા રજનીકાંતની ફિલ્મ જેલરમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે પરંતુ આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">