AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bollywood News: ‘શાબાશ મિટ્ઠુ’ પર ભારે પડી રાજકુમાર રાવની ફિલ્મ ‘હિટ-ધ ફર્સ્ટ કેસ’-જાણો બીજા દિવસનું કલેક્શન

શુક્રવારે રિલીઝ થયેલી તાપસી પન્નુની ફિલ્મ બોક્સ ઓફિસ (Box Office) પર ખરાબ રીતે પીટાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. તે જ સમયે, રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મનું કલેક્શન સારું હતું.

Bollywood News: 'શાબાશ મિટ્ઠુ' પર ભારે પડી રાજકુમાર રાવની ફિલ્મ 'હિટ-ધ ફર્સ્ટ કેસ'-જાણો બીજા દિવસનું કલેક્શન
Taapsee pannu film shabaash mithu and rajkummar rao film hit the first case box office collection
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2022 | 3:33 PM
Share

શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી તાપસી પન્નુની (Taapsee Pannu) ફિલ્મ શાબાશ મિટ્ઠુએ તેના પ્રથમ સપ્તાહના અંતે બોક્સ ઓફિસ પર હાથ ઊંચા કરી દીધા હતા. આ સાથે જ રિલીઝ થયેલી રાજકુમાર રાવની ફિલ્મ પણ કંઈ ખાસ બતાવી શકી નથી. જો કે, રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રા સ્ટારર ‘હિટ-ધ-ફર્સ્ટ-કેસ’ એ બોક્સ ઓફિસ પર શાબાશ મિટ્ઠુ કરતાં વધુ કમાણી કરી હતી. તો ચાલો જાણીએ, રિપોર્ટ્સ અનુસાર, બંને ફિલ્મોનું અત્યાર સુધીનું કુલ કલેક્શન કેટલું છે. આ ઉપરાંત બોક્સ ઓફિસ પર ફિલ્મ વિશેના રિવ્યુ કેવા છે.

ગયા શુક્રવારે, તાપસી પન્નુની બાયોપિક ફિલ્મ બોક્સ ઓફિસ પર ઠંડી સાબિત થઈ રહી છે. ફિલ્મે તેના શરૂઆતના દિવસે કુલ 40 લાખનું કલેક્શન કર્યું હતું. તે જ સમયે, રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મ પણ ઘણી હદ સુધી નિષ્ફળ રહી છે. બંને ફિલ્મોએ દર્શકોનું બહુ મનોરંજન કર્યું નથી. રાજકુમારની ફિલ્મ હિટ-ધ-ફર્સ્ટ-કેસએ પ્રથમ દિવસે 1 કરોડનું કલેક્શન કર્યું હતું.

બંને ફિલ્મોના બોક્સ ઓફિસ પરફોર્મન્સની વાત કરીએ તો બંને ફિલ્મોએ દર્શકોને નિરાશ કર્યા છે. મિતાલી રાજની બાયોપિક બનાવનારી તાપસીની ફિલ્મ હવે સ્પષ્ટપણે ફ્લોપ તરફ ઈશારો કરતી જોવા મળી રહી છે. જો આપણે બીજા દિવસે રાજકુમાર અને સાન્યાની ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો, ફિલ્મે રિલીઝના બીજા દિવસે 1.20 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ કમાણી પહેલા દિવસ કરતા થોડી ઓછી છે. પરંતુ તાપસીની ફિલ્મની કમાણી અને તેમાં જમીન-આસમાનનો તફાવત છે.

શાબાશ મીટ્ઠુ કરી રહી છે નિરાશ

જો તમે તાપસી પન્નુની ફિલ્મની બીજા દિવસની કમાણીનો આંકડો કહીએ તો ફિલ્મ તેના બીજા દિવસે માત્ર 70 લાખ રૂપિયાની કમાણી કરી શકી છે. આ સાથે, આ આંકડો પહેલા દિવસની તુલનામાં સારો હતો, પરંતુ, ક્યાંયથી ફિલ્મ ચાલવાના કોઈ સંકેત નથી. અહેવાલો અનુસાર, આ ફિલ્મ 5 કરોડ રૂપિયાનું આજીવન કલેક્શન કરવા માટે પણ સંઘર્ષ કરી રહી છે.

લોકોને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી

તમને જણાવી દઈએ કે દર્શકોને બંને ફિલ્મો પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. પરંતુ, ફિલ્મનું પ્રદર્શન જોયા બાદ લોકો નિરાશ જ થયા હતા. બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પિટાતી જોવા મળી રહી છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે રાજકુમાર રાવની ફિલ્મ તેના કલેક્શનમાં થોડો સુધારો કરવામાં સફળ રહે છે કે નહીં. તે જ સમયે, તાપસી પન્નુની ફિલ્મ ભવિષ્યમાં પ્રેક્ષકોનું મનોરંજન કરવામાં કામયાબ છે કે તે દર્શકોને તે જ રીતે નિરાશ કરશે?

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">