AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુશાંત સિંહ રાજપૂતની હત્યા કરવામાં આવી છે, પોસ્ટમોર્ટમ કરનારના ખુલાસા બાદ અભિનેતાની બહેને આપ્યું મોટુ નિવેદન

સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી નથી, તેની હત્યા કરવામાં આવી છે. કુપર હોસ્પિટલના ઓટોપ્સી સ્ટાફ રૂપકુમાર શાહના આ દાવા બાદ સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ ટ્વિટ કરીને સંબંધિત કર્મચારીની સુરક્ષાની માગ કરી છે.

સુશાંત સિંહ રાજપૂતની હત્યા કરવામાં આવી છે, પોસ્ટમોર્ટમ કરનારના ખુલાસા બાદ અભિનેતાની બહેને આપ્યું મોટુ નિવેદન
સુશાંત સિંહ રાજપુતImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2022 | 8:07 AM
Share

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃતદેહને મુંબઈની કૂપર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો ત્યારે સુશાંત સિંહની ગરદન અને શરીર પર અનેક ઘા હતા. એટલે કે સુશાંતે આત્મહત્યા નથી કરી પરંતુ તેની હત્યા કરવામાં આવી છે. આ દાવો કૂપર હોસ્પિટલના કર્મચારી રૂપકુમાર શાહે કર્યો છે. પોસ્ટમોર્ટમ દરમિયાન રૂપકુમાર શાહ હાજર હતા. આ દાવા બાદ સુશાંત સિંહ રાજપૂતના પરિવારની પ્રતિક્રિયા આવી છે. દિવંગત અભિનેતાની બહેન શ્વેતા સિંહ કીર્તિએ ટ્વીટ કરીને દાવો કરનાર કર્મચારીને સુરક્ષા આપવાની માગ કરી છે.

શ્વેતા સિંહ કીર્તિએ પોતાના ટ્વિટમાં પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને ટેગ કર્યું છે. પરંતુ ફોરેન્સિક નિષ્ણાતો રૂપકુમાર શાહના દાવા સામે વાંધો ઉઠાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે જ્યારે એક જ કર્મચારીને આટલું બધું ખબર હોય તો ફોરેન્સિક એક્સપર્ટની શું જરૂર છે.

ઓટોપ્સી સ્ટાફ રૂપકુમાર શાહે હત્યાના દાવા માટે આ દલીલો આપી

કુપર હોસ્પિટલમાં સુશાંત સિંહ રાજપૂતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયું ત્યારે રૂપકુમાર શાહ શબગૃહમાં કામ કરી રહ્યા હતા. તેણે સોમવારે (27 ડિસેમ્બર) સમાચાર એજન્સી ANIને નિવેદન આપ્યું હતું કે તે દિવસે 5-6 મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં આવ્યા હતા, તેમાંથી એક સુશાંત સિંહ રાજપૂતનો હતો. તેણે કહ્યું, જ્યારે મેં સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ જોયો ત્યારે તે આત્મહત્યાનો કેસ નહોતો. તેના શરીર પર ઘાના નિશાન હતા. મેં આ વિશે મારા સીનિયર્સનું ધ્યાન દોર્યું. પરંતુ તેણે કહ્યું કે તે આ અંગે પછી વાત કરશે.

સુશાંત સિંહ રાજપુત કેસના વકીલે શું કહ્યું

આ મામલે ઈ ટાઈમ્સને આપેલા ઈન્ટવ્યુમાં સુશાંત સિંહ રાજપુત મામલે જોડાયેલા વકીલ વિકાસ સિંહે કહ્યું કે, તેમને આ વિશે કોઈ જાણકારી નથી. સુશાંતની બહેને તેમને આ વિશે જણાવ્યું હતુ, જેના પર તે કાંઈ કહી શકતા નથી પરંતુ તેણે ચોક્કસપણે કહ્યું કે સુશાંત સિંહનું મૃત્યુ માત્ર આત્મહત્યા નથી, તે એક મોટું કાવતરું હતું. સીબીઆઈએ તપાસ શરૂ કરી છે. સત્ય બહાર આવશે.

શરીર પર ઈજાના નિશાન હતા: રૂપકુમાર શાહ

રૂપકુમારે કહ્યું, જ્યારે શરીર પરથી કપડા ઉતારવામાં આવ્યા તો શરીર પર મારના નિશાન હતા. ગરદન પર બે-ત્રણ જગ્યાએ ઈજાના નિશાન હતા. માર મારવાથી હાથ-પગ ભાંગી ગયા હોય તેવું લાગી રહ્યું હતું. શરીર પર ઉંડી ઈજાના નિશાન હતા. વિડિયો શૂટ થવાનું હતું, પણ થયું નહીં. સિનિયરોને પણ માત્ર ફોટા પર જ કામ કરવાનું કહેવામાં આવ્યું. તેથી અમે તેના પર કામ કર્યું.

Follow Us
અમદાવાદ: ACB ના DIG સાથે ₹61 લાખની ઠગાઈ, ફ્લેટ સોદામાં દંપતી સામે કેસ
અમદાવાદ: ACB ના DIG સાથે ₹61 લાખની ઠગાઈ, ફ્લેટ સોદામાં દંપતી સામે કેસ
વાયરલ વિડીયોમાં શખ્સનું અનોખું ટેલેન્ટ જોઈ લોકો દંગ
વાયરલ વિડીયોમાં શખ્સનું અનોખું ટેલેન્ટ જોઈ લોકો દંગ
સુરતમાં ખાડીનો રસ્તો બંધ કરાતા લોકો 15 થી 20 કિમીનો ફેરો કરવા મજબુર
સુરતમાં ખાડીનો રસ્તો બંધ કરાતા લોકો 15 થી 20 કિમીનો ફેરો કરવા મજબુર
અમદાવાદના ઘુમા વિસ્તાર બાદ ઝુંડાલમાં દેખાયો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ
અમદાવાદના ઘુમા વિસ્તાર બાદ ઝુંડાલમાં દેખાયો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ
ડાંગમાં સોળે કળાએ ખીલી ઉઠી પ્રકૃતિ, શંકર ધોધ બન્યો આકર્ષણનું કેન્દ્ર
ડાંગમાં સોળે કળાએ ખીલી ઉઠી પ્રકૃતિ, શંકર ધોધ બન્યો આકર્ષણનું કેન્દ્ર
અમદાવાદમાં ચાંદખેડામાં દીપડો દેખાયાનો દાવો
અમદાવાદમાં ચાંદખેડામાં દીપડો દેખાયાનો દાવો
અમદાવાદમાં ગંદકીનાં લીધે મેકડોનલ્ડને સીલ મારવામાં આવ્યુ
અમદાવાદમાં ગંદકીનાં લીધે મેકડોનલ્ડને સીલ મારવામાં આવ્યુ
વડોદરાથી ભરૂચ સુધીની મુસાફરી થઈ મોંઘી ! આજથી ટોલ ટેક્સમાં 5% વધારો
વડોદરાથી ભરૂચ સુધીની મુસાફરી થઈ મોંઘી ! આજથી ટોલ ટેક્સમાં 5% વધારો
દીપડાની શોધખોળમાં ફોરેસ્ટની ટીમ સાણંદ તરફ રવાના
દીપડાની શોધખોળમાં ફોરેસ્ટની ટીમ સાણંદ તરફ રવાના
આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે, સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધશે
આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે, સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધશે
g clip-path="url(#clip0_868_265)">