સુશાંત સિંહ રાજપૂતનું ફેસબુક એકાઉન્ટ અચાનક થયુ એક્ટિવ, જાણો શું છે સમગ્ર મામલો ?

સુશાંત સિંહ રાજપૂતના ફેસબુક પેજની પ્રોફાઇલ પિક્ચર અચાનક જ બદલાઇ હતી જેના બાદ તેમના ફેન્સ ઇમોશનલ થઇ ગયા અને ફોટોઝ પર પોતાની વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

સુશાંત સિંહ રાજપૂતનું ફેસબુક એકાઉન્ટ અચાનક થયુ એક્ટિવ, જાણો શું છે સમગ્ર મામલો ?
Sushant Singh Rajput's Facebook account suddenly became active

બોલીવૂડના ટેલેન્ટેડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ગત વર્ષે આ દુનિયાને અલવીદા કહીને જતા રહ્યા હતા. તેમની આ અચાનક વિદાઇથી તેમના કેટલાક ફેન્સ આજે પણ દુખી છે. સુશાંતના ફેન્સ આજે પણ તેમને સોશિયલ મીડિયા પર ફોલોવ કરે છે. હાલમાં જ સુશાંતના ફેસબુક પ્રોફાઇલની તસવીર બદલાઇ જે બાદ તેમના ફેન્સ ચોંકી ગયા છે.

સુશાંત સિંહ રાજપૂતની ટીમે તેમની ફેસબુક પ્રોફાઇલ તસવીર બદલી હતી. જેને જોઇને તેમના ફેન્સ ચોંકી ગયા હતા, તેમની બદલાયેલી પ્રોફાઇલ પિક્ચર જોઇને તેમના ફેન્સ ઇમોશનલ થઇ ગયા હતા અને કોમેન્ટ સેક્શનમાં અલગ અલગ કોમેન્ટ્સ પણ કરવા લાગ્યા.

તેમના એક ફેને લખ્યુ કે, કાશ તમે જીવીત હોત અને જાતે પોતાની ડિપી બદલતા. અન્ય એક યૂઝરે લખ્યુ કે, એક સેકન્ડ માટે મને લાગ્યુ કે તમે પાછા આવી ગયા. અમે તમને ખૂબ યાદ કરીએ છીએ સુશ. એક યૂઝરે સ્ક્રિન શોટ શેયર કરતા લખ્યુ કે, સુશાંત 2 દિવસ પહેલા પોતાના પેજ પર એક્ટિવ હતા. કદાચ તેમની સોશિયલ ટીમની મદદથી. લેજન્ડ્સ હંમેશા જીવતા રહે છે. તેમના એક ફેને લખ્યુ કે, મિસ યૂ તો અન્ય એ લખ્યુ કે, પ્લીઝ પાછા આવી જાઓ.

 

સુશાંત સિંહ રાજપૂત 14 જૂનના રોજ પોતાના મુંબઇ સ્થિત ઘરમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. તેમના કેસની તપાસમાં સીબીઆઇ કામ કરી રહી છે. સુશાંતના ફેન્સ પર સોશિયલ મીડિયા પર તેમના માટે ન્યાયની માંગ કરતા રહે છે.

સુશાંતે પોતાના કરિયરની શરૂઆત ટીવી સિરિયલ કિસ દેશમે હે મેરા દિલથી કરી હતી. ત્યાર બાદ તે પવિત્ર રિશ્તામાં જોવા મળ્યા. આ સિરિયલે તેમને ઘર ઘરમાં ઓળખ અપાવી. સુશાંતે બોલીવૂડમાં ફિલ્મ કાઇપો છે થી ડેબ્યૂ કર્યુ હતુ. ત્યાર બાદ તે એમએસ ધોની, છિછોરે, શુદ્ધ દેસી રોમાંસ અને રાબતા જેવી ફિલ્મોમાં જોવા મળ્યા.

સુશાંતની આખરી ફિલ્મ દિલ બેચારા તેમના નિધન બાદ રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં તે સંજના સાંધી સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મને મુકેશ છાબડાએ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મ કોરોનાના કારણે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ હતી.

આ પણ વાંચો –

Viral Video : એક વ્યક્તિ રેલવે ટ્રેક પર બેહોશ થઈને પડી ગયો, પછી જે થયુ એ જોઈને તમે પણ થઈ જશો આશ્વર્યચકિત !

આ પણ વાંચો –

Gorkha Regiment: જાણો સેનામાં કેટલા સામેલ થયા નવા ગોરખા જવાન ? જાણો દુનિયાની સૌથી બહાદુર રેજિમેન્ટ વિશે

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati