શૂટિંગ દરમિયાન સામંથા રૂથ પ્રભુને થઈ ઈજા, એક્ટ્રેસે શેયર કરી તસવીર
Samantha Ruth Prabhu Citadel: સાઉથની ફેમસ એક્ટ્રેસ સામંથા (Samantha Ruth Prabhu) સિટાડેલના હિન્દી અડેપ્શનના શૂટિંગમાં બિઝી છે. આ દરમિયાન તેણે એક તસવીર શેયર કરીને જણાવ્યું છે કે તે સેટ પર ઘાયલ થઈ છે.
સામંથા રુથ પ્રભુ સાઉથ સિનેમાની ખૂબ જ જાણીતી એક્ટ્રેસ છે. તેણે પોતાની એક્ટિંગથી પાન ઈન્ડિયા લેવલના દર્શકોના દિલમાં પણ જગ્યા બનાવી છે. હાલમાં એક્ટ્રેસ અમેરિકન સિરીઝ સિટાડેલના હિન્દી અડેપ્શનના શૂટિંગમાં બિઝી છે. સામંથા સેટ પર ઘાયલ થઈ છે, જેની જાણકારી સામંથાએ પોતે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેયર કરીને આપી છે.
સામંથા રૂથ પ્રભુ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના પ્રોફેશનલ લાઈફ તેમજ પર્સનલ લાઈફ સાથે જોડાયેલી વાતો તેના ફેન્સ સાથે શેયર કરતી રહે છે. હાલમાં તેણે એક તસવીર શેયર કરી છે, જેમાં તેના હાથમાં વાગેલું જોવા મળે છે.
એક્શન સિક્વન્સ કરતી વખતે થઈ ઈજા
સામંથા રૂથ પ્રભુએ શેયર કરેલી તસવીરમાં તેણે તેના બંને હાથ બતાવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે તેના અંગુઠા પર ઈજાના નિશાન છે. આ સાથે હાથના ઉપરના ભાગમાં કેટલાક સ્ક્રેચ પણ જોવા મળે છે. આ ફોટા પોસ્ટ કરતા સામંથાએ કેપ્શન આપ્યું, “પર્કસ ઓફ એક્શન.” તેના કેપ્શન પરથી સ્પષ્ટ છે કે તેને આ ઈજા એક્શન સિક્વન્સ કરતી વખતે થઈ હતી.
તમને જણાવી દઈએ કે સિટાડેલ સીરિઝના ઓરિજિનલ નિર્માતા રુસો બ્રધર્સ છે, જેમાં એક્ટર રિચર્ડ મેડન, પ્રિયંકા ચોપરા અને સ્ટેનલી ટુચી જેવા સ્ટાર્સ જોવા મળશે. હાલમાં જ પ્રિયંકાએ આ સીરિઝનો ફર્સ્ટ લૂક પણ સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે. જો આપણે તેના હિન્દી અડેપ્શન વિશે વાત કરીએ, તો તેને રાજ અને ડીકે બનાવી રહ્યા છે. આ સિરીઝમાં સામંથા સાથે બોલિવૂડ એક્ટર વરુણ ધવન પણ જોવા મળશે. આ એક સ્પાય થ્રિલર સિરીઝ છે, તેથી સામંથા અને વરુણ બંને એક્શન અવતારમાં જોવા મળશે.
આ પણ વાંચો: આલિયાના ગાઉનની કિંમત બરાબર બે iPhone 14 ની ખરીદી ! ના વિશ્વાસ આવતો હોય તો વાંચો આ સ્ટોરી
આ ફિલ્મમાં પણ જોવા મળશે સામંથા
જો આપણે સામંથાની ફિલ્મોની વાત કરીએ તો, તે છેલ્લે યશોદા ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે એક સરોગેટ માતાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ ગયા વર્ષે નવેમ્બરમાં આવી હતી, જેણે બોક્સ ઓફિસ પર લગભગ 40 કરોડની કમાણી કરી હતી. તેની અપકમિંગ ફિલ્મ શકુંતલમ છે જે એક માઈથોલોજિકલ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મની લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા.