સોનાક્ષી સિંહાએ ખેડુતો માટે પઠન કરી ભાવનાત્મક કવિતા, વિડીયો થઇ રહ્યો છે વાયરલ

સોનાક્ષી સિંહાએ ખેડુતો માટે પઠન કરી ભાવનાત્મક કવિતા, વિડીયો થઇ રહ્યો છે વાયરલ
સોનાક્ષી સિન્હા

સ્ટાર્સ અલગ અલગ રીતે આ અંદોલન પર વાત કરતા રહેતા હોય છે. આ વચ્ચે તાજેતરમાં અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ કિસાનો પર લખેલી એક કવિતાનું પઠન કર્યું છે. વિડીયો અને કવિતા ખુબ વાયરલ થઇ રહી છે.

Gautam Prajapati

| Edited By: Utpal Patel

Feb 11, 2021 | 3:32 PM

કૃષિ કાનૂનોને લઈને લામા સમયથી ખેડૂતો આંદોલન પર ઉતર્યા છે. આ અંદોલન માત્ર ખેડૂતો સુધી જ સીમિત નથી રહ્યું. બોલીવૂડના ઘણા સ્ટાર્સ પહેલાથી જ આ બાબતે પોતાના વિચારો રજુ કરતા આવ્યા છે. આ બાદ ગ્રેટા અને રિહાનાની ટ્વિટ પછી મામલો સોશિયલ મીડિયામાં ગરમાયો હતો. સ્ટાર્સ અલગ અલગ રીતે આ અંદોલન પર વાત કરતા રહેતા હોય છે. આ વચ્ચે તાજેતરમાં અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ કિસાનો પર લખેલી એક કવિતાનું પઠન કર્યું છે. વિડીયો અને કવિતા ખુબ વાયરલ થઇ રહી છે.

સોનાક્ષી સોશિયલ મીડિયામાં એક્ટીવ છે. ટ્વિટરને બાય બાય કહ્યા બાદ અભિનેત્રી ઇન્સ્ટાના માધ્યમથી પોતાના વિચારો રજુ કરતી રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ ખેડૂતો માટે વરદ ભટનાગર દ્વારા લખવામાં આવેલી કવિતા ખુબ ભાવુક સ્વરમાં વાંચી છે. જેનો વિડીયો ઈન્સ્ટામાં શેર કર્યો છે. કવિતાની શીર્ષક છે “ક્યોં”.

સોનાક્ષીએ કવિતા વાંચી સંભળાવી સોનાક્ષીએ એક વીડિયો શેર કર્યો છે અને તેની પૃષ્ઠભૂમિમાં તે કવિતા વાંચી રહી છે. આ વીડિયોને શેર કરતી વખતે અભિનેત્રીએ લખ્યું છે કે આંખો બંધ કરીને, પોતાને પૂછો – કેમ?

View this post on Instagram

A post shared by Sonakshi Sinha (@aslisona)

સોનાક્ષીની આ કવિતાને ખુબ પસંદ કરવામાં આવી રહી છે. દબંગ એક્ટર સોનાક્ષી ઘણીવાર સામાજિક મુદ્દાઓ પર વાતો કરતી જોવા મળી છે. તેમજ કિસાનોના મુદ્દે પણ સોનાક્ષી પોતાના વિચારો રજુ કરતી રહી છે. હિંસા બાદ NCRમાં નેટ બંધ કરી દેવા પર સોનાક્ષીએ પોતાના વિચારો રજુ કર્યા હતા. અત્યાર સુધી આ વિડીયો 5.5 લાખથી વધુ લોકોએ જોઈ લીધો છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati