AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Siddharth Aditi Rao Hydari Wedding : ચોરી ચોરી ચુપકે ચુપકે…કરી લીધા લગ્ન, સિદ્ધાર્થ અને અદિતિએ પ્રભુતામાં પગલા પાડ્યા

બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરી વિશેના એક સમાચાર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરીએ લગ્ન કરી લીધા છે. આ કપલે નજીકના પરિવારના સભ્યોની હાજરીમાં શ્રી રંગનાયક સ્વામી મંદિરમાં લગ્ન કર્યા હતા. આ કપલ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યું હતું.

Siddharth Aditi Rao Hydari Wedding : ચોરી ચોરી ચુપકે ચુપકે...કરી લીધા લગ્ન, સિદ્ધાર્થ અને અદિતિએ પ્રભુતામાં પગલા પાડ્યા
Siddharth Aditi Rao Hydari Wedding
| Updated on: Mar 27, 2024 | 3:03 PM
Share

બોલિવૂડમાં દરેક જગ્યાએ સમાચાર ઝડપથી ફેલાઈ રહ્યા છે. બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરીએ ચોરી છુપી રીતે લગ્ન કરી લીધા હોવાની ચર્ચા છે. પ્રાપ્ત માહિતી અનુસાર બંનેના લગ્ન વનપર્થીના શ્રી રંગનાયક સ્વામી મંદિરમાં થયા હતા. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં.

હવે એવું માનવામાં આવે છે કે બંનેએ એકબીજાને હંમેશ માટે જીવનસાથી બનાવી લીધા છે. એવા પણ અહેવાલ હતા કે અદિતિ રાવ અને સિદ્ધાર્થ લાંબા સમયથી લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા. તેમના પ્રેમની શરૂઆત ફિલ્મના સેટ પર થઈ હતી.

આ મંદિર સાથે અદિતિનું છે ખાસ જોડાણ

રિપોર્ટ્સનું માનીએ તો, અદિતિ અને સિદ્ધાર્થે તેમના લગ્નની તમામ વિધિઓ પરંપરાગત રીત-રિવાજો સાથે કરી છે. આ લગ્ન માટે તમિલનાડુના પૂજારીઓને ખાસ બોલાવવામાં આવ્યા હતા, અભિનેત્રી અદિતિનું મંદિર સાથે ખાસ જોડાણ છે જ્યાં બંનેએ લગ્ન કર્યા હતા.

(Credit Source : Aditi Rao Hydari)

ફોટો ન હોવાથી ફેન્સ બધા અવઢવમાં

પ્રાપ્ત માહિતી અનુસાર સિદ્ધાર્થ અને અદિતિના લગ્ન અત્યંત સાદગી સાથે થયા હતા. તેમના લગ્નમાં તેમના પરિવારના સભ્યો સાથે માત્ર ખાસ સંબંધીઓ જ હાજર હતા. જો કે અત્યાર સુધી આ કપલ દ્વારા લગ્નને લઈને કોઈ પણ પ્રકારનો ફોટો કે જાહેરાત કરવામાં આવી નથી. તેથી ફેન્સ હજી પણ સિદ્ધાર્થ અને અદિતિના લગ્નની તસવીર જાહેર થવાની રાહ જોઈ રહ્યા છે. જેથી તે આ સમાચાર પર સંપૂર્ણ વિશ્વાસ કરી શકે.

બંનેએ આ ઈન્ડસ્ટ્રીઝમાં સાથે કામ કર્યું છે

સિદ્ધાર્થ અને અદિતિ ઘણીવાર સાથે જોવા મળતા હતા. બંને એકબીજા સાથે પોતાની સુંદર તસવીરો પણ શેર કરે છે. જોકે સિદ્ધાર્થ અને અદિતિએ ક્યારેય પોતાના સંબંધો વિશે ખુલીને વાત નથી કરી. આવી સ્થિતિમાં જો તેમના લગ્નના સમાચાર સાચા સાબિત થશે તો ફેન્સ ખુશીથી ઉછળી પડશે. તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ અને અદિતિએ ફિલ્મ મહા સમુદ્રમમાં સાથે કામ કર્યું છે.

Follow Us
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
g clip-path="url(#clip0_868_265)">