Palak Tiwari Ibrahim Ali Khan Video : સૈફનો પુત્ર અને શ્વેતા તિવારીની પુત્રી ફરી જોવા મળ્યા એકસાથે, અડધી રાત્રે કરી પાર્ટી, જુઓ Viral Video

Palak Tiwari Ibrahim Ali Khan Video: પલક તિવારી (Palak Tiwari) અને ઈબ્રાહિમ અલી ખાન (Ibrahim Ali Khan) એકવાર સાથે પાર્ટી કરતા જોવા મળ્યા હતા. આ વખતે બંને કરણ મેહતાની બર્થડે પાર્ટીમાં જોવા મળ્યા હતા. બંનેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Palak Tiwari Ibrahim Ali Khan Video : સૈફનો પુત્ર અને શ્વેતા તિવારીની પુત્રી ફરી જોવા મળ્યા એકસાથે, અડધી રાત્રે કરી પાર્ટી, જુઓ Viral Video
Palak Tiwari - Ibrahim Ali KhanImage Credit source: Social Media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2023 | 5:50 PM

Mumbai: સૈફ અલી ખાનનો પુત્ર ઈબ્રાહિમ અલી ખાન (Ibrahim Ali Khan) અને શ્વેતા તિવારીની પુત્રી પલક (Palak Tiwari) તિવારી ફરી એકવાર સાથે જોવા મળ્યા છે. ગઈકાલે રાત્રે મુંબઈમાં એક્ટર કરણ મહેતાની બર્થડે પાર્ટીનું ગ્રાન્ડ આયોજન કરવામાં આવ્યું હતું. બંને આ પાર્ટીમાં એકસાથે જોવા મળ્યા હતા. પરંતુ બંને સ્ટાર કિડ્સ અલગ-અલગ પાર્ટીમાં પહોંચ્યા હતા, પરંતુ એક જ પાર્ટીમાં બંને સાથે પહોંચ્યા તો ફરી એકવાર બંને સ્ટાર્સની ડેટિંગની ચર્ચા શરૂ થઈ ગઈ.

થોડા મહિના પહેલા જ્યારે પલક અને ઈબ્રાહિમ સાથે જોવા મળ્યા હતા, ત્યારે તેઓ એકબીજાને ડેટિંગ કરે છે તેની ચર્ચા શરૂ થઈ હતી. પલક એ ઈબ્રાહિમને ડેટ કરવાના સમાચારને ખોટા ગણાવ્યા હતા. પરંતુ યુઝર્સ બંનેને લઈને સોશિયલ મીડિયા પર ડેટિંગની ચર્ચા કરતા રહે છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

(VC: instantbollywood)

ગઈકાલે રાત્રે પાર્ટીમાં પલક તિવારી બ્લેક કલરના શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી. જ્યારે પાપારાઝી તેની તસવીરો લઈ રહ્યા હતા, ત્યારે પલકે હસીને પોઝ આપ્યા હતા. આ પાર્ટીમાં ઈબ્રાહિમ અલી ખાન પણ બ્લેક શર્ટ અને જીન્સમાં જોવા મળ્યો હતો.

કરણ મહેતાની બર્થડે પાર્ટી

એક્ટર કરણ મહેતા અનુરાગ કશ્યપની ફિલ્મ ઓલમોસ્ટ પ્યાર વિથ ડીજે મોહબ્બતમાં જોવા મળ્યો હતો. તેની સાથે આ ફિલ્મમાં અલાયા એફ જોવા મળી હતી. એક્ટરે પાપારાઝીની સાથે પણ કેક કાપી હતી. આ દરમિયાન તે બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો. આ પાર્ટીમાં અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપ તેના મંગેતર શેન ગ્રેગોયર સાથે પહોંચી હતી.

આ પણ વાંચો: કાર્તિક આર્યને જીતી લીધું ફેન્સનું દિલ, કિયારા માટે કર્યું આ કામ, થઈ રહ્યા છે વખાણ, જુઓ Video

તમને જણાવી દઈએ કે પલક તિવારીએ હાલમાં જ સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનથી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું છે. આ ફિલ્મમાં તેના પાત્રના ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે જ્યારે પલક તિવારી ઈબ્રાહિમ અલી ખાન સાથે જોવા મળી હતી ત્યારે પલકે પોતાનો ફેસ છુપાવવાનું શરૂ કરી દીધું હતું. જેના કારણે તેમના ડેટિંગના સમાચારો ચર્ચામાં આવ્યા હતા. પરંતુ પલકે પછીથી કહ્યું કે આ માત્ર મિત્રતા છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">