AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાર્તિક આર્યને જીતી લીધું ફેન્સનું દિલ, કિયારા માટે કર્યું આ કામ, થઈ રહ્યા છે વખાણ, જુઓ Video

Kartik Aaryan Kiara Advani Video: કાર્તિક આર્યનનો (Kartik Aaryan) એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કિયારા માટે કંઈક એવું કરતો જોવા મળી રહ્યો છે કે બધા તેના વખાણ કરી રહ્યા છે.

કાર્તિક આર્યને જીતી લીધું ફેન્સનું દિલ, કિયારા માટે કર્યું આ કામ, થઈ રહ્યા છે વખાણ, જુઓ Video
Kartik Aaryan - Kiara Advani
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2023 | 9:51 PM
Share

Kartik Aaryan Kiara Advani Video: બોલિવુડ એક્ટર કાર્તિક આર્યન (Kartik Aaryan) અને એક્ટ્રેસ કિયારા અડવાણી (Kiara Advani) હાલમાં તેમની અપકમિંગ ફિલ્મ સત્યપ્રેમ કી કથાને લઈને ચર્ચામાં છે. બંને પોતાની ફિલ્મનું ખૂબ પ્રમોશન કરી રહ્યા છે. આ દરમિયાન બંનેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો કાર્તિકના ખૂબ વખાણ કરી રહ્યા છે.

21 જૂને સત્યપ્રેમની કથા ફિલ્મનું એક ગીત સુન સજની રિલીઝ થયું છે, જેના લોન્ચિંગ માટે બંને મુંબઈમાં એક ઈવેન્ટમાં પહોંચ્યા હતા. વાયરલ વીડિયો આ ઈવેન્ટનો છે, જે સામે આવ્યો છે, જેની સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થઈ રહી છે.

કાર્તિકે ઉપાડ્યા કિયારાના સેન્ડલ

ઈવેન્ટમાં કાર્તિક અને કિયારા બંને સ્ટેજ પર ખૂબ ડાન્સ કરે છે. કિયારા ત્યાં ડાન્સ કરતા પહેલા તેના સેન્ડલ ઉતારે છે. જ્યારે ડાન્સ પૂરો થાય છે, ત્યારે કાર્તિક તેના સેન્ડલ ઉપાડે છે અને પહેરવા માટે લાવે છે. એટલું જ નહીં, જ્યારે કિયારા સેન્ડલ પહેરે છે ત્યારે કાર્તિક પણ તેનો હાથ પકડીને સપોર્ટ કરે છે.

સોશિયલ મીડિયા પર સામે આવતાં જ આ વીડિયો ચર્ચામાં આવી ગયો હતો. આ વીડિયો જોયા બાદ ફેન્સ કાર્તિકના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે હાર્ટ ઈમોજી સાથે કોમેન્ટ કરી છે કે “જેન્ટલમેન.” અન્ય એક યુઝરે લખ્યું છે કે “કાર્તિક આર્યન ખૂબ જ પ્રેમાળ છે.” અન્ય એક યુઝરે કહ્યું છે કે “કાર્તિક આર્યન એકદમ ક્યૂટ છે.”

આ પણ વાંચો : અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાની સ્પીચ અને હિન્દી સાંભળીને ચોંકી ગયા ફેન્સ, લોકો કરી રહ્યા છે વખાણ, જુઓ Video

આ દિવસે રિલીઝ થશે ફિલ્મ

તમને જણાવી દઈએ કે સત્યપ્રેમ કી કથા 19 જૂને થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. કાર્તિક અને કિયારા બંનેના ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ બીજી ફિલ્મ છે જેમાં બંને કલાકારો એક ફિલ્મમાં સાથે જોવા મળવાના છે. ગયા વર્ષની શરૂઆતમાં બંનેની જોડી ફિલ્મ ભૂલ ભૂલૈયા 2 માં જોવા મળી હતી, જે ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. તે ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર રહી હતી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">