AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સારા અલી ખાનને ડેટ કરવાના સવાલ પર શુભમન ગિલે તોડ્યું મૌન, કહ્યું- સારા કા સારા સચ…

ભારતના ફેમસ ક્રિકેટર શુભમન ગિલ (Shubhman Gill) અને બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન પહેલીવાર આ વર્ષે ઓગસ્ટમાં સાથે જોવા મળ્યા હતા. આ પહેલા શુભમન ગિલનું નામ સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સાથે જોડવામાં આવ્યું હતું.

સારા અલી ખાનને ડેટ કરવાના સવાલ પર શુભમન ગિલે તોડ્યું મૌન, કહ્યું- સારા કા સારા સચ...
shubhman gill and sara ali khan
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2022 | 10:03 PM
Share

ક્રિકેટર શુભમન ગિલે આખરે સારા અલી ખાન વિશેની અફવાઓ પર મૌન તોડ્યું છે. તેણે પંજાબી ચેટ શો દિલ દિયા ગલ્લાંમાં આ વિશે ખુલીને વાત કરી હતી. ક્રિકેટર સોનમ બાજવા સાથે ટોક શોમાં જોવા મળ્યો હતો, જ્યાં તેણે સારા સાથેના તેના સમીકરણ વિશે ખુલાસો કર્યો હતો. ફેમસ પંજાબી એક્ટ્રેસ સોનમ બાજવા ચેટ શો દિલ દિયા ગલ્લાં સીઝન 2 હોસ્ટ કરી રહી છે. સીઝન 2 ના અપકમિંગ એપિસોડના પ્રોમોમાં શુભમન ગિલ મહેમાન તરીકે જોવા મળે છે.

વીડિયોમાં થયો રસપ્રદ ખુલાસો

શોના પ્રોમો વીડિયોમાં સોનમ શુભમન ગિલને બોલિવૂડની સૌથી ફિટ ફીમેલ એક્ટ્રેસનું નામ પૂછતી જોવા મળે છે. આ સવાલનો તરત જ જવાબ આપતાં શુભમને કહ્યું, “સારા !” પાછળથી એપિસોડમાં, હોસ્ટે તેને પોઈન્ટ બ્લેન્ક પૂછ્યું કે, “શું તમે સારાને ડેટ કરી રહ્યા છો?” આના પર શુભમન જવાબ આપે છે, “કદાચ.” સોનમ હસીને પંજાબીમાં પૂછે છે, “સારા દા સારા સચ બોલો પ્લીઝ (કૃપા કરીને અમને આખું સત્ય જણાવો).” શુભમને જવાબ આપ્યો, “સારા દા સારા સચ બોલ રાયન (હું આખું સત્ય કહું છું). કદાચ હા, કદાચ ના.”

અહીં જુઓ શુભમન ગિલ અને સોનમ બાજવાનો વીડિયો

આ વર્ષે પહેલી વખત સાથે જોવા મળ્યા હતા

શુભમન અને સારા આ વર્ષે ઓગસ્ટમાં પહેલીવાર સાથે જોવા મળ્યા હતા. ટિકટોક યુઝર ઉઝ્મા મર્ચન્ટ દ્વારા શેર કરવામાં આવેલ વીડિયોમાં સારા અને શુભમન મુંબઈના વર્લીની એક લોકપ્રિય રેસ્ટોરન્ટ બાસ્ટિયનમાં એકસાથે જમતા જોવા મળ્યા હતા. ક્રિકેટર અને એક્ટ્રેસ બંનેના ઘણા ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા. આ પહેલા શુભમન ગિલનું નામ સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સાથે જોડવામાં આવ્યું હતું.

ઓક્ટોબરમાં બંને એક જ હોટેલમાંથી બહાર નીકળતા ક્લિક થયા પછી અને પછીથી એક જ ફ્લાઈટમાં હોવાથી ફરી અફવાઓને વેગ મળ્યો. સારા અને શુભમના એક જ હોટેલમાંથી બહાર નીકળતા અને એક જ ફ્લાઈટના વીડિયોએ ફેન્સને ખાતરી આપી કે બંને ડેટિંગ કરી રહ્યા છે.

શુભમન ગિલે પહેલીવાર આપી પ્રતિક્રિયા

આ પહેલીવાર છે જ્યારે બંનેમાંથી કોઈએ તેમના અફવાઓ વિશે વાત કરી છે. પરંતુ હજુ સુધી કોઈ પુષ્ટિ નથી થઇ.  સારા આ પહેલા તેના લવ આજ કલ કો-સ્ટાર કાર્તિક આર્યનને ડેટ કરી રહી હતી, પરંતુ તેઓ 2020 માં અલગ થઈ ગયા હતા. સારાએ એક ઈન્ટરવ્યુમાં હાલમાં રિલેશનશિપમાં હોવાની ના પાડી હતી.

g clip-path="url(#clip0_868_265)">