આ અભિનેતાના અવાજના આધારે અલ્લુ અર્જુને 1 દિવસમાં કરોડોની કમાણી કરી, કોણ છે આ અભિનેતા
તેલુગુ ફિલ્મ પુષ્પા 2 ધ રૂલનો ક્રેઝ હિન્દીમાં પણ ઓછો નથી. બોલિવૂડ એક્ટર શ્રેયસ તલપડે હિન્દીમાં અલ્લુ અર્જુનનો અવાજ આપ્યો છે.
અભિનેતા શ્રેયશ તલપડે બોલિવુડ સ્ટાર છે. એક હિટ અભિનેતા હોવા ઉપરાંત, તે દિગ્દર્શક, નિર્માતા અને ડબિંગ કલાકાર પણ છે. તેણે ‘પુષ્પા 2’ના હિન્દી વર્ઝનમાં અલ્લુ અર્જુનનો અવાજ ડબ કર્યો છે. હવે તેણે પોતાનો અનુભવ શેર કર્યો છે. અભિનેતાએ જણાવ્યું કે ડબિંગ સ્ટુડિયો તરફ જતી વખતે તેની સ્થિતિ શું હતી અને અલ્લુ અર્જુન વિશે તેના શું વિચારો હતા.
શ્રેયશ તલપડે એક મરાઠી અભિનેતા છે અને તેણે અનેક હિટ મરાઠી ફિલ્મો આપી છે. આ સિવાય તે ઘણી બોલિવુડની ફિલ્મોમાં ખાસ ભૂમિકામાં જોવા મળ્યો છે. જેમ કે- ‘ઓમ શાંતિ ઓમ’ અને ‘ગોલમાલ રિટર્ન્સ’. શ્રેયશ કોમેડી એક્ટર તરીકે ઓળખાય છે, પરંતુ ‘પુષ્પા’ના હિન્દી વર્ઝનમાં પણ તેનો અવાજ છે.
‘પુષ્પા 2’ના હિન્દી ડબિંગમાં શ્રેયશ તલપડેનો અનુભવ કેવો રહ્યો?
ETimes સાથે વાત કરતી વખતે, શ્રેયશ તલપડેએ કહ્યું, “હું થોડો નર્વસ હતો. ગત્ત વખતે ફિલ્મ નવી હતી તેથી મેં સરળતાથી ડબિંગ કર્યું હતું. પરંતુ જ્યારે પુષ્પાને આટલી લોકપ્રિયતા મળી, બીજી વખત ડબિંગ માટે ગયા પછી હું નર્વસ થવા લાગ્યો હતો.શ્રેયશ તલપડેએ જણાવ્યું કે, નિર્માતાઓને પણ અંદાજ ન હતો કે ‘પુષ્પા’ને આટલી લોકપ્રિયતા મળશે. આ ફિલ્મે દેશભરમાં એક વિશેષ સ્થાન બનાવ્યું અને અલ્લુ અર્જુનની ઓળખ સાઉથની સાથે સાથે સમગ્ર ભારતમાં પણ વધી. શ્રેયશે કહ્યું, “જ્યારે ડબિંગનો છેલ્લો દિવસ હતો, ત્યારે મને લાગ્યું કે મેં કંઈક મોટું કામ કર્યું છે અને પુષ્પાના મેકર્સ તેનાથી ખુશ છે.”
શ્રેયશ તલપડેએ અલ્લુ અર્જુન વિશે શું કહ્યું?
શ્રેયશ ખુશ છે કે તે આટલી મોટી અને આઇકોનિક ફિલ્મનો ભાગ છે, પરંતુ તેને એક વાતનો અફસોસ છે કે તે આજ સુધી અલ્લુ અર્જુનને મળી શક્યો નથી. શ્રેયશે કહ્યું, “અલ્લુ સરના સ્વેગને જાળવી રાખવા માટે મેં પુષ્પાને એ જ રીતે ડબ કર્યું. હું જલ્દી અલ્લુ અર્જુનને મળવાનો પ્રયત્ન કરીશ.
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘પુષ્પા 2’ને બમ્પર સફળતા મળી રહી છે. દેશની સૌથી મોટી ઓપનર હોવા ઉપરાંત, તે હિન્દીમાં પ્રથમ દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ પણ બની ગઈ છે. ભારતમાં ‘પુષ્પા 2’ની કમાણીનો આંકડો માત્ર 3 દિવસમાં જ 400 કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયો છે.પુષ્પાઃ ધ રૂલ’ 5 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.