Shilpa Shindeએ વ્યક્ત કરી નારાજગી, મેડમ સરથી ખુશ નથી Bigg Boss Winner?

Shilpa Shindeએ મેડમ સર સાથે લાંબા સમય પછી ટીવી સિરિયલોની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તેના પુનરાગમનથી ચાહકો ખૂબ જ ખુશ હતા.

Shilpa Shindeએ વ્યક્ત કરી નારાજગી, મેડમ સરથી ખુશ નથી Bigg Boss Winner?
shilpa shinde
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2023 | 8:46 AM

નાના પડદાની પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શિંદે હાલમાં SAB ટીવીના શો મેડમ સરમાં જોવા મળી રહી છે. પોલીસ યુનિફોર્મમાં શિલ્પાનું પાત્ર દર્શકોને ખૂબ જ પસંદ આવ્યું છે પરંતુ એક મીડિયોના અહેવાલ મુજબ શિલ્પા પોતે આ શોમાં પોતાના રોલથી ખુશ નથી. મેડમ સરમાં તેના પાત્ર વિશે આ ન્યૂઝ પેપર સાથે વાત કરતાં શિલ્પાએ કહ્યું, “મેં આ શોમાં નૈના માથુર તરીકે કેમિયો કર્યો હતો. મને નૈનાનું પાત્ર ખૂબ જ પડકારજનક લાગ્યું. જેના કારણે મેં આ શોમાં કામ કરવાની હા પાડી.

શિલ્પા આગળ કહે છે, “હું થોડાં દિવસો માટે જ શૂટિંગમાં ગઈ હતી. જે બાદ મને બ્રેક લેવા માટે કહેવામાં આવ્યું. જો કે શોના શૂટિંગ દરમિયાન જ મને લાગ્યું કે હવે શો બંધ કરીને બીજી સીઝન શરૂ કરવામાં આવશે. હું વિચારી રહી હતી કે શોની બીજી સિઝનમાં મારું પાત્ર કેવું હશે પરંતુ હવે આ રીતે બ્રેક લેવાનું સૂચન મળ્યા બાદ મને લાગે છે કે મને બીજી સીઝનનો ભાગ બનવાની ઓફર કરવામાં આવશે નહીં.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ પણ વાંચો : Maddam Sir: અંગૂરી ભાભીની નવી સ્ટાઈલ, 7 વર્ષ પછી પરત ફરી, જુઓ Viral Video

મૂંઝવણમાં છે શિલ્પા શિંદે

શિલ્પા આગળ કહે છે, “મને એક વેબ શોમાં કામ કરવાની ઓફર પણ મળી હતી પરંતુ તેમાં કામ કરવાને બદલે મેં મેડમ સરનો ભાગ બનવું વધુ સારું માન્યું પરંતુ હવે થોડો સમય કામ કર્યા બાદ મને આગામી એપિસોડમાં બ્રેક આપવાનો નિર્ણય સમજાતો નથી. મેકર્સે પણ મને ઘણી વખત સેટ પર બોલાવી હતી, પરંતુ શૂટને લઈને કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

જાણો પ્રોડ્યુસરનું શું કહેવું છે

મેડમ સરના નિર્માતા જય મહેતાના કહેવા મુજબ શિલ્પાએ મેડમ સરમાં કેમિયો રોલ કર્યો હતો. જેને દર્શકોએ પણ ખૂબ પસંદ કર્યું હતું. આવી સ્થિતિમાં તેનું પાત્ર શોમાં પુનરાગમન કરશે તે સ્વાભાવિક છે. જો કે અત્યારે અમે નવી સિઝન પૂરી કર્યા પછી શોની આગામી સિઝન લાવવાનું વિચારી રહ્યા છીએ. શોની નવી સીઝન ફેબ્રુઆરીના બીજા સપ્તાહથી ઓન એર થશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">