Maddam Sir: અંગૂરી ભાભીની નવી સ્ટાઈલ, 7 વર્ષ પછી પરત ફરી, જુઓ Viral Video

શિલ્પા શિંદેએ (Shilpa Shinde) ઈન્સ્ટાગ્રામ પર આ શોનો પ્રોમો શેયર કર્યો છે. આમાં એક્ટ્રેસે આંખો પર કાળા ચશ્મા, કેપ અને બ્રાઉન લેધર શૂઝ પહેરીને પોલીસની કારમાંથી નીચે ઉતરતી જોવા મળે છે. પોલીસ સ્ટેશનની અંદર જતા સમયે શિલ્પાએ બીટીએસ ક્લિપ શેયર કરી હતી.

Maddam Sir: અંગૂરી ભાભીની નવી સ્ટાઈલ, 7 વર્ષ પછી પરત ફરી, જુઓ Viral Video
Shilpa ShindeImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2023 | 8:00 PM

‘બિગ બોસ 11’ની વિનર શિલ્પા શિંદે સાત વર્ષ પછી ટીવીની દુનિયામાં પરત ફરી રહી છે. છેલ્લે શિલ્પા શિંદે વર્ષ 2015માં આવેલી ‘ભાબીજી ઘર પર હૈ’માં અંગૂરી ભાભીના રોલમાં જોવા મળી હતી. આ પછી શિલ્પા સોની સબ ટીવીના શો ‘મેડમ સર’માં જોવા મળશે. આ શોમાં શિલ્પા ફીમેલ પોલીસ ઓફિસર એસીપી નૈના માથુરના રોલમાં જોવા મળશે. આવું પહેલીવાર થશે જ્યારે શિલ્પા પોલીસ યુનિફોર્મમાં જોવા મળશે. આ કોમેડી શો માટે એક્ટ્રેસ ખૂબ જ ખુશ છે. સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફેન્સ પોતાની ખુશી વ્યક્ત કરી રહી છે.

‘મેડમ સર’ બનીને આવી રહી છે શિલ્પા

શિલ્પા શિંદેએ ઈન્સ્ટાગ્રામ પર આ શોનો પ્રોમો શેયર કર્યો છે. આમાં એક્ટ્રેસે આંખો પર કાળા ચશ્મા, કેપ અને બ્રાઉન લેધર શૂઝ પહેરીને પોલીસની કારમાંથી નીચે ઉતરતી જોવા મળે છે. પોલીસ સ્ટેશનની અંદર જતા સમયે શિલ્પાએ બીટીએસ ક્લિપ શેયર કરી હતી. શિલ્પાની ધમાકેદાર એન્ટ્રી, એટીટ્યૂડ, રુઆબદાર ચાલ, કિલર અંદાજથી દરેક લોકો ઈમ્પ્રેસ થઈ ગયા છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

સાત વર્ષ પછી ટીવીની દુનિયામાં પરત ફરી શિલ્પા

શિલ્પા શિંદેને એસીપી નૈના માથુરના રોલમાં જોવા માટે દરેક લોકો એક્સાઈટેડ છે. 19 જાન્યુઆરીથી આ કોમેડી શો ટેલિવિઝન પર ઓનએર થવા જઈ રહ્યો છે. શિલ્પા અને તેના ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ છે. પહેલીવાર આ રોલ કરવા માટે શિલ્પાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “હું હંમેશાથી એક પોલીસ અધિકારીનો રોલ કરવા માંગતી હતી. મહિલા ઓફિસર્સ ખરેખર શાનદાર હોય છે. તેઓ રિસ્પેક્ટ ડિઝર્વ કરે છે. મને આશા છે કે હું આ ભૂમિકા ભજવી શકીશ.”

આ પણ વાંચો : Bigg Boss 16 : આ ખેલાડીઓ રેન્કિંગમાં નંબર 1 સ્થાન પર છે, આ સ્પર્ધકોને સૌથી વધુ વોટ મળ્યા છે

શિલ્પા શિંદેએ ટીવી ડેબ્યૂ વર્ષ 1999માં કર્યું હતું, પરંતુ તેને ‘અંગૂરી ભાભી’નો રોલ કરીને પોપ્યુલારિટી મળી હતી. ‘ભાબીજી ઘર પર હૈ’માં શિલ્પાએ પોતાના સ્ટાઈલિશ અંદાજથી દર્શકોને દિવાના બનાવ્યા હતા. આજ સુધી લોકો તેને તેના દરેક પાત્રથી યાદ કરે છે. આ સિવાય શિલ્પા શિંદે ‘હાતિમ’, ‘મિસ ઈન્ડિયા’, ‘મહર’, ‘વારિસ’, ‘માયકા’, ‘દો દિલ એક જાન’ જેવા શોમાં જોવા મળી છે. આ સિવાય શિલ્પા રિયાલિટી શો ‘બિગ બોસ 11’ની વિનર પણ રહી ચૂકી છે. થોડા સમય પહેલા શિલ્પા ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા 10’માં જોવા મળી હતી.

Latest News Updates

નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
g clip-path="url(#clip0_868_265)">