Sanjay Dutt: કરણ મલ્હોત્રાએ સંજય દત્તને કહ્યું ‘સુપરમેન’, કેન્સર દરમિયાન પણ સંજુ બાબા કરી રહ્યા હતા શૂટિંગ

ફિલ્મ શમશેરાના નિર્દેશક કરણ મલ્હોત્રાએ સંજય દત્ત (Sanjay Dutt) સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો છે. કરણ મલ્હોત્રાએ ખુલાસો કર્યો હતો કે, સંજય દત્તે કેન્સર સામે લડત આપીને આ ફિલ્મ માટે શૂટિંગ કર્યું હતું.

Sanjay Dutt: કરણ મલ્હોત્રાએ સંજય દત્તને કહ્યું 'સુપરમેન', કેન્સર દરમિયાન પણ સંજુ બાબા કરી રહ્યા હતા શૂટિંગ
sanjay dutt
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2022 | 8:55 AM

બોલિવૂડ ફિલ્મ ‘શમશેરા’ની આખી કાસ્ટ અત્યારે ચર્ચામાં છે. ફિલ્મનું પ્રમોશન પણ જોરશોરથી કરવામાં આવી રહ્યું છે. રણબીર કપૂર અને વાણી કપૂર સિવાય સંજય દત્ત (Sanjay Dutt) પણ કરણ મલ્હોત્રાની (Karan Malhotra) શમશેરામાં જોવા મળશે. દરમિયાન, ફિલ્મ શમશેરાના નિર્દેશક કરણ મલ્હોત્રાએ સંજુ બાબા એટલે કે સંજય દત્ત સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો છે. કરણ મલ્હોત્રાએ ખુલાસો કર્યો હતો કે સંજય દત્તે કોઈને જાણ કર્યા વિના કેન્સર સામે લડત આપીને પણ ફિલ્મ શૂટ કરી હતી. સંજય દત્ત એવી રીતે વાત કરવાની સાથે કામ કરતો હતો કે જાણે કશું જ બન્યું નથી.

સંજય દત્ત માટે વધ્યું સમ્માન

આ વિશે માહિતી આપતાં ડિરેક્ટર કરણ મલ્હોત્રાએ કહ્યું કે સંજય દત્ત કોઈને જાણ કર્યા વિના ફિલ્મનું શૂટિંગ કરતો હતો. કેન્સર જેવી ગંભીર બિમારીનો તેમણે ચુપચાપ સામનો કર્યો. કરણ મલ્હોત્રા વધુમાં જણાવે છે કે સંજય સરને કેન્સર હોવાના સમાચાર મળ્યા બાદ અમે બધા એક મોટા આઘાતમાં હતા. પણ તે એટલી નિરાંતે વાત કરી રહ્યા હતા કે જાણે બધું બરાબર હતું. સંજય દત્ત કેન્સર સામેની લડાઈ લડતા પણ આ ફિલ્મનું શૂટિંગ કરતા હતા. જેણે કરણ મલ્હોત્રાની નજરમાં તેનું સન્માન વધાર્યું. કરણ મલ્હોત્રાએ સંજય દત્તને દરેક માટે પ્રેરણારૂપ ગણાવ્યા હતા.

સુપરમેન છે સંજય દત્ત

કરણ મલ્હોત્રાએ પોતાની વાત ચાલુ રાખી અને કહ્યું કે, સંજય દત્તે ફિલ્મ શમશેરાને જે રીતે ટેકો આપ્યો તેના માટે તેઓ હૃદયપૂર્વક સંજય દત્તનો આભારી છે. તેણે વધુમાં કહ્યું કે, આ ઈન્ડસ્ટ્રીને તેમના જીવનના આટલા વર્ષો આપ્યા પછી, સંજય સરનું વર્તન આપણને બધાને બતાવે છે કે સેટ પર કેવી રીતે વર્તવું જોઈએ. તે ફિલ્મને એવી રીતે શૂટ કરતો હતો કે કંઈ જ ન થયું. અંગત સ્તરે તેઓ જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તેનો અહેસાસ તેમણે કોઈને થવા દીધો ન હતો. સંજય દત્ત સુપરમેન છે અને તેના જેવો કોઈ નથી. તે મારા માટે માર્ગદર્શક પણ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

નોંધનીય છે કે ઓગસ્ટ 2020માં સંજય દત્તને સ્ટેજ 4નું કેન્સર થયું હતું. જો કે, થોડા સમય પછી સંજય દત્તે કહ્યું કે, તે કેન્સરથી ઠીક થઈ ગયો છે. એક નોટ શેર કરતાં તેણે લખ્યું- છેલ્લાં કેટલાક અઠવાડિયા મારા અને મારા પરિવાર માટે ખૂબ જ મુશ્કેલ હતા. પરંતુ જેમ કે હંમેશા કહેવામાં આવે છે કે ભગવાન ફક્ત મુશ્કેલ લડાઈ હિંમતવાળા લોકોને લડવા આપે છે. આ ઉપરાંત, અમે તમને જણાવી દઈએ કે શમશેરા 22 જુલાઈના રોજ રિલીઝ થઈ રહી છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">