Shah Rukh Khan Train Connection : શાહરુખ ખાનનું લકી ટ્રેન કનેક્શન, ‘DDLJ’ થી ‘જવાન’ સુધી આ ફિલ્મોમાં જોવા મળ્યા ટ્રેનના આઈકોનિક દ્રશ્યો
શાહરૂખ ખાનની ફિલ્મોનો ટ્રેનો સાથે ચોક્કસ સંબંધ હોય છે. DDLJ થી લઈને જવાન સુધી ટ્રેનોનું લકી કનેક્શન શાહરુખ ખાન (Shah Rukh Khan )ની આ બ્લોકબસ્ટર ફિલ્મોમાં જોવા મળ્યું છે. જે ફિલ્મોમાં આઇકોનિક ટ્રેનના દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે. તે તમામ ફિલ્મો હિટ સાબિત થઇ છે.

શાહરૂખ ખાન, તેની ફિલ્મો અને ટ્રેન આ બધા વચ્ચે કંઈક કનેક્શન છે. શાહરૂખ ખાનની ફિલ્મ ‘DDLJ‘થી લઈને ‘જવાન’ સુધીની આ ફિલ્મોમાં ટ્રેન કનેક્શન જોવા મળ્યું છે. આમાંથી મોટાભાગની ફિલ્મો બ્લોકબસ્ટર હિટ સાબિત થઈ છે. શાહરૂખ ખાનનું ટ્રેન કનેક્શન ‘દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘ચેન્નઈ એક્સપ્રેસ’, ‘પઠાણ’ અને હવે ‘જવાન’માં જોવા મળ્યું હતું. આ ફિલ્મોમાં કોઈ ને કોઈ સીન ચોક્કસપણે ટ્રેનમાં શૂટ કરવામાં આવ્યા છે. શું તમે જાણો છો કે કિંગ ખાનનું આ લકી કનેક્શન શું છે?
આ પણ વાંચો : Breaking News: બોલિવુડના દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રની તબિયત બગડી, સારવાર માટે અમેરિકા લઈ ગયો સની દેઓલ
જવાન
એક્શન થ્રિલર ફિલ્મ જવાનમાં શાહરૂખ ખાનની સંપૂર્ણપણે બદલાયેલી સ્ટાઈલ ચાહકોના દિલ પર રાજ કરી રહી છે ત્યારે ફિલ્મમાં તેનું લકી ટ્રેન કનેક્શન પણ બદલાઈ ગયું છે. જવાનમાં શાહરૂખે ટ્રેનમાં નહીં પણ મેટ્રો ટ્રેનમાં સીન શૂટ કર્યા છે. ફિલ્મના શરૂઆતના દ્રશ્યોમાં ‘જવાન’ પુણેની મેટ્રોમાં જોવા મળશે. ‘જવાન’ની સ્ટોરી મેટ્રો ટ્રેનથી જ શરૂ થાય છે.
પઠાણ
કિંગ ખાનનું ટ્રેન કનેક્શન તેની જબરદસ્ત હિટ ફિલ્મ ‘પઠાણ’માં પણ જોવા મળ્યું છે. શાહરૂખ ખાને પઠાણમાં ચાલતી ટ્રેનમાં પોતાના એક્શન અને સ્ટંટથી સ્ક્રીનને આગ લગાવી દીધી હતી. ચાહકોને ફિલ્મનો એક અદ્ભુત સીન હંમેશા યાદ રહેશે જ્યારે ‘પઠાણ’ જોખમમાં હોય અને ટાઇગર તેને બચાવવા આવે. બોલિવૂડના બે સુપરસ્ટાર શાહરૂખ અને સલમાને ‘પઠાણ’માં ટ્રેનમાં જબરદસ્ત એક્શન સીન કર્યા છે.
DDLJ
શાહરુખ ખાનની ફિલ્મ DDLJનું ટ્રેન વાળો સીન કોઈ ભુલી શકે તેમ નથી. 90 દરમિયાન શાહરુખ ખાન ટ્રેનમાં હોય છે અને કાજોલ તેના પિતાનો હાથ છોડીને શાહરુખનો હાથ પકડી લે છે. જ્યારે ટ્રેન ચાલુ થાય છે તો ટ્રેનની પાછળ સિમરન પોતાના પ્રેમ માટે દોડે છે. અને શાહરુખ કાજોલનો હાથ પકડી લે છે.
ચેન્નાઈ એક્સપ્રેસ
શાહરુખની ફિલ્મોમાં ટ્રેન કનેક્શન હજુ પૂર્ણ થયું નથી. ફિલ્મ ચેન્નાઈ એક્સપ્રેસમાં રાહુલ અને મીન્મમની મુલાકાત પણ ટ્રેનમાં જ થાય છે. જે રીતે બંને મળે છે, તેનું શુંટિગ કલ્યાણ જંકશનમાં થયું હતુ. ફિલ્મની સ્ટોરી ટ્રેનની સફરથી શરુ થાય છે.DDLJનું આ રી-ક્રિએટડ વર્ઝન ચાહકોને ખુબ પસંદ આવ્યું હતુ.
રા-વન
ફિલ્મ રાવનમાં પણ શાહરુખ ખાનનો એક ટ્રેન સીન છે. જે રિયલ ટ્રેનમાં શૂટ કરવામાં આવ્યો છે. રા વનમાં શાહરુખને ટ્રેનની ઉપર સ્પાઈડર મેન જેવો સ્ટંટ કરતો દેખાડવામાં આવ્યો છે. જેને જોઈ ચાહકો ખુબ એક્સાઈટેડ થઈ ગયા હતા. શાહરુખની ફિલ્મ હિટ રહી અને ટ્રેનવાળો સીન સુપરહિટ સાબિત થયો હતો.
દિલ સે
દિલ સે ફિલ્મનું ગીત તો તમને યાદ જ હશે. ટ્રેનમાં મલાઈકા અરોરાનું ગીત ‘છૈયા છૈયા’ વાગતાની સાથે જ ચાહકો નાચવા લાગે છે. ઉટીમાં શૂટ થયેલું આ ગીત ચાલતી ટ્રેનમાં ફિલ્માવવામાં આવ્યું હતું. ગીતમાં શાહરૂખ ખાન અને મલાઈકા અરોરાની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી હતી.
કુછ કુછ હોતા હૈ
ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’માં એક ટ્રેન સીન પણ છે, જે ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય થયો હતો. ફિલ્મમાં રાહુલ અંજલિને કૉલેજ ન છોડવાની સલાહ કરે છે. અંજલિની ટ્રેન ચાલવા લાગી. આ પછી તે યાદગાર ક્ષણ આવે છે જ્યારે અંજલિનો લાલ દુપટ્ટો ઉડીને રાહુલના હાથ પર આવી જાય છે.