AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શાહિદ કપુરની એક્શન ફિલ્મ ‘ Bloody Daddy’નું ટીઝર રિલીઝ, અભિનેતાનો જોવા મળ્યો ધાંસુ લુક

Bloody Daddy Teaser:બોલિવૂડ છોડીને હવે શાહિદ કપૂરે OTTનો રસ્તો અપનાવ્યો છે. ફર્ઝી બાદ ફરી એકવાર શાહિદ OTT પર જોવા મળશે. તેની આગામી ફિલ્મ 'બ્લડી ડેડી'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે.

શાહિદ કપુરની એક્શન ફિલ્મ ' Bloody Daddy'નું ટીઝર રિલીઝ, અભિનેતાનો જોવા મળ્યો ધાંસુ લુક
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2023 | 4:54 PM
Share

OTT પર હવે ફિલ્મો કરતાં વધુ એક્શન જોવા મળી રહી છે. હવે સ્ટાર્સ પણ OTT પર ડેબ્યૂ કરવા માટે સારા કન્ટેન્ટની શોધમાં છે. ફરી એકવાર શાહિદ કપૂર OTT પર આવવા માટે તૈયાર છે. ફર્જી પછી હવે શાહિદ કપૂર ‘બ્લડી ડેડી‘ લઈને આવી રહ્યો છે. એવું લાગે છે કે અભિનેતાને હવે OTT પ્લેટફોર્મ પસંદ આવી રહ્યું છે. તેથી જ થિયેટર છોડીને તે ઓટીટી પર ફરીથી જોવા મળશે.

બ્લડી ડેડીમાં શાહિદનો કિલર લુક

બ્લડી ડેડીનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝરમાં શાહિદ કપુર એ કરતો જોવા મળી રહ્યો છે કે આવું તેણે પહેલા ક્યારે પણ કર્યું નથી. શાહિદના રફ એન્ડ ટફ લુક બાદ હવે કિલર અંદાજમાં જોવા મળશે. જે  કશું પણ વિચાર્યા વગર ગરદન પર ચાકુ  મૂકતો  જોવા મળી રહ્યો છે. આ ટીઝરમાં તેનો લુક એક જેન્ટલમેનનો છે, કોટ-પેન્ટ પહેરી મર્ડર કરવાનો શાહિદનો આ અંદાજ ખુબ જ કિલર છે.

જીયો સ્ટુડિયોએ પોતાની 100 ફિલ્મોની જાહેરાત કરી

આ ફિલ્મમાં શાહિદ સિવાય સંજય કપુર પણ નેગેટિવ રોલમાં જોવા મળશે. શાહિદ કપુરની આ ફિલ્મને જીયો સિનેમા અને જીયો સ્ટુડિયો બનાવી રહ્યો છે. હાલમાં જ જીયો સ્ટુડિયોએ પોતાની 100 ફિલ્મોની જાહેરાત કરી છે. જેમાંથી એક બ્લડી ડેડી પણ છે, આ ફિલ્મનું ડાયરેક્શન અલી અબ્બાસ ઝફરે કર્યું છે. ડાયરેક્ટર અને અભિનેતાની આ જોડી પહેલી વખત સાથે કામ કરતી જોવા મળશે. બ્લડી ડેડીનું ટીઝર ચાહકોને ખુબ પ્રભાવિત કરી રહ્યું છે,

આ પણ વાંચો : Bhediya 2: વરુણ ધવનની ‘ભેડિયા 2’ અને શ્રદ્ધા-રાજકુમારની ‘સ્ત્રી 2’ની જાહેરાત, જાણો રિલીઝ ડેટ વિશે

છેલ્લા કેટલાક વર્ષોમાં શાહિદ કપુરની ફિલ્મને લઈ તેની પસંદના ખુબ વખાણ કરવામાં આવી રહ્યા છે. અભિનેતા જે પણ સ્ક્રિપ્ટની પસંદગી કરે છે તે હિટ જાય છે. 9 જુનના રોજ બ્લડી ડેડી ઓટીટી પર રિલીઝ થવા જઈ રહી છે. જેનો શાહિદોના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાહિદ કપુરની પાસે હાલમાં અનેક પ્રોજેક્ટ છે. જેમાંથી એકમાં ક્રૃતિ સેનની સાથે પણ આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો

g clip-path="url(#clip0_868_265)">