Shah Rukh Khan Controversy: વિવાદોનો ‘બાદશાહ’ છે શાહરૂખ ખાન, ગુસ્સાને કારણે જેલમાં ગયો તો ક્યારેક વાનખેડેમાં જવા પર લાગ્યો પ્રતિબંધ

Shah Rukh Khan Controversy: શાહરૂખ ખાન (Shah Rukh Khan) હાલમાં તેની અપકમિંગ ફિલ્મ જવાન અને ડંકીને લઈને ચર્ચામાં છે. હાલમાં શાહરુખ ખાન મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે તેને ચાહકોએ ઘેરી લીધો હતો. એક વ્યક્તિએ સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો પરંતુ અભિનેતાએ તેના હાથને ધક્કો માર્યો હતો.

Shah Rukh Khan Controversy: વિવાદોનો 'બાદશાહ' છે શાહરૂખ ખાન, ગુસ્સાને કારણે જેલમાં ગયો તો ક્યારેક વાનખેડેમાં જવા પર લાગ્યો પ્રતિબંધ
Shah Rukh Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2023 | 5:42 PM

Shah Rukh Khan Controversy: શાહરૂખ ખાન હાલમાં તેની અપકમિંગ ફિલ્મ જવાન અને ડંકીને લઈને ચર્ચામાં છે. ‘પઠાણ’ પછી શાહરૂખ ખાનનો જલવો જોરદાર છે. એરપોર્ટ પર તેમને જોવા માટે લાખો લોકો એકઠા થાય છે. એરપોર્ટ પર પણ કંઈક આવું જ બન્યું. જ્યારે તે મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે તેને ચાહકોએ ઘેરી લીધો હતો.

એક વ્યક્તિએ સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો પરંતુ એક્ટરે તેના હાથને ધક્કો માર્યો હતો. શાહરૂખ ફિલ્મી કરિયરમાં જેટલો લોકપ્રિય રહ્યો છે તેટલો જ તે વિવાદો સાથે પણ જોડાયેલો રહ્યો છે. એવું કહી શકાય કે શાહરૂખ વિવાદોનો ‘બાદશાહ’ પણ છે. તેના ગુસ્સાને કારણે તેણે જેલની હવા પણ ખાધી છે. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન સાથે જોડાયેલા મોટા વિવાદો…

વિવાદોનો ‘બાદશાહ’ છે શાહરૂખ ખાન

શાહરૂખ ખાને 1992માં આવેલી ફિલ્મ દિવાનાથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ માટે તેને ફિલ્મફેર બેસ્ટ મેલ ડેબ્યુ એક્ટરનો ખિતાબ પણ મળ્યો હતો. આ જ વર્ષે તેની ફિલ્મ ‘માયા મેમસાહેબ’ પણ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ કેતન મહેતા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી અને 90ના દાયકામાં આ ફિલ્મ ખૂબ જ બોલ્ડ માનવામાં આવતી હતી. આ ફિલ્મના લવ સીનને લઈને એક મેગેઝિનમાં શાહરૂખ વિશે ગોસિપ પ્રકાશિત થઈ હતી.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

આ સમાચારથી શાહરૂખ એટલો ગુસ્સે થયો કે તે સમાચાર પ્રકાશિત કરનાર મેગેઝીનની ઓફિસમાં ગયો અને ગુસ્સામાં તેની સાથે દુર્વ્યવહાર કર્યો. મેગેઝિનના એડિટરે આ વિશે પોલીસમાં ફરિયાદ કરી હતી. શાહરૂખ એક ફિલ્મના સેટ પર શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે કેટલાક પોલીસવાળા તેને લેવા આવ્યા હતા. શાહરૂખને એક દિવસ પોલીસ કસ્ટડીમાં પસાર કરવો પડ્યો હતો. જોકે બીજા દિવસે તેને જામીન મળી ગયા હતા.

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો માલિક છે શાહરુખ

શાહરૂખ ખાનને સ્પોર્ટ્સનો ખૂબ જ શોખ છે. વિશ્વભરમાં તેની ચાર ટીમો છે. તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો માલિક પણ છે. તેની ટીમ કેકેઆર પણ બે વખત આઈપીએલ ચેમ્પિયન બની છે. વર્ષ 2012માં શાહરૂખ ખાન પર વાનખેડે સ્ટેડિયમમાં સુરક્ષાકર્મીઓ સાથે ઝપાઝપી કરવાનો આરોપ છે. મુંબઈ ઈન્ડિયન્સ સામે કેકેઆરની જીત બાદ શાહરૂખ મેદાનમાં પ્રવેશવા માટે સુરક્ષાકર્મીઓ સાથે ઝપાઝપી કરી હતી. તેના પર દારૂના નશામાં હોવાનો પણ આરોપ હતો. આ ઘટના બાદ મુંબઈ ક્રિકેટ એસોસિએશને શાહરૂખને વાનખેડેમાં પ્રવેશવા પર 5 વર્ષ માટે પ્રતિબંધ લગાવી દીધો હતો.

એવોર્ડ ફંક્શનમાં બીજાના મજાક કરવાની કોઈ તક છોડતો નથી શાહરૂખ ખાન

શાહરૂખ ખાન તેના શાનદાર અને ખુશખુશાલ અંદાજ માટે જાણીતો છે. તે ઘણીવાર એવોર્ડ ફંક્શનમાં બીજાના મજાક કરવાની કોઈ તક છોડતો નથી. બોલિવુડ ડિરેક્ટર અને ફરાહ ખાનના પતિ શિરીષ કુંદરને શાહરૂખ સાથે મજાક કરવી મુશ્કેલ લાગી. વર્ષ 2012માં શાહરૂખની ‘રા.વન’ ફિલ્મ ખરાબ રીતે પીટાઈ ગઈ હતી. તે જ સમયે સંજય દત્તે પોતાના ઘરે પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં કુંદર અને શાહરૂખ બંને હાજર રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ પાર્ટીમાં કુંદરના વર્તનથી કંટાળીને શાહરૂખે તેને થપ્પડ મારી અને કહ્યું કે હું તને ખતમ કરી નાખીશ. આ ઝઘડામાં સંજય દત્તે મધ્યસ્થી કરવી પડી હતી.

શાહરૂખ ખાનને એરપોર્ટ પર રોકવામાં આવ્યો હતો

શાહરૂખ ખાન અવારનવાર ફિલ્મના શૂટિંગ માટે વિદેશ આવતા રહે છે. પરંતુ જ્યારે પણ તે અમેરિકાના પ્રવાસે જાય છે ત્યારે તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. શાહરૂખને 2009માં ન્યૂયોર્ક, 2012માં ન્યૂજર્સી અને 2016માં લોસ એન્જલસ એરપોર્ટ પર રોકવામાં આવ્યો હતો. તેને 2016માં પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આ ઘટના માટે ભારતમાં અમેરિકન રાજદૂતે માફી માંગવી પડી હતી. 2012માં બનેલી ઘટના બાદ શાહરૂખે કહ્યું હતું કે અમેરિકનોને મારા નામથી કદાચ સમસ્યા છે.

શાહરૂખ ખાન 48 વર્ષની ઉંમરે ત્રીજી વખત પિતા બન્યો. તેમના પુત્ર અબરામનો જન્મ વર્ષ 2013માં સરોગસી દ્વારા થયો હતો. પુત્રના જન્મની સાથે જ અનેક અફવાઓએ પણ જન્મ લીધો હતો. એવું પણ કહેવાતું હતું કે અબરામ તેનો નહીં પરંતુ આર્યન ખાનનો પુત્ર છે. આર્યન શાહરૂખનો મોટો દીકરો છે. શાહરૂખ ખાને એક કાર્યક્રમ દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો અને અફવાને સંપૂર્ણપણે નકારી કાઢી હતી.

શાહરૂખ ખાન અને સલમાન ખાનનો વિવાદ

શાહરૂખ ખાન અને સલમાન ખાન માત્ર બોલિવૂડ સુપરસ્ટાર જ નથી પણ સારા મિત્રો પણ છે. બંને ઘણી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા છે. તાજેતરમાં જ શાહરૂખ ખાન અને સલમાન ખાનની જોડી ફિલ્મ પઠાણમાં જોવા મળી હતી. વર્ષ 2002માં ચલતે ચલતે ફિલ્મના સેટ પર સલમાન ખાનનો ઐશ્વર્યા રાય સાથે ઝઘડો થયો હતો, જે બાદ તેને ફિલ્મમાં લેવામાં આવી હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે ઐશ્વર્યા લીડ રોલમાં હતી. આ પછી શાહરૂખ-સલમાન વચ્ચે દુશ્મની શરૂ થઈ ગઈ.

આ પણ વાંચો : Breaking News : Shah Rukh Khan એ એરપોર્ટ પર સેલ્ફી લેતા ફેન્સને માર્યો ધક્કો, જુઓ Viral Video

આ પછી વર્ષ 2008થી બંને વચ્ચે ચાલી રહેલી આ દુશ્મનીને કારણે એક્ટ્રેસ કેટરીના કૈફની બર્થડે પાર્ટીમાં ઝઘડો થયો હતો. શાહરૂખ તેની પત્ની ગૌરી ખાન સાથે કેટરિનાની બર્થડે પાર્ટીમાં પહોંચ્યો હતો અને આ દરમિયાન સલમાને તેને ટોણો માર્યો હતો. મેં ઔર મિસિસ ખન્ના ફિલ્મમાં કેમિયો ન કરવા બદલ સલમાને શાહરૂખની ઝાટકણી કાઢી હતી. મળતી માહિતી મુજબ બંને વચ્ચેની આ લડાઈ એટલી વધી ગઈ કે તે મારામારી સુધી પહોંચી ગઈ, ત્યારબાદ કેટરિના અને ગૌરીએ વચ્ચે આવીને મામલો શાંત પાડ્યો હતો.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">