Seema Haider Movie: સીમા હૈદર પર બની રહેલી ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું,ફિલ્મનું પ્રથમ ગીત 20 ઓગસ્ટે રિલીઝ થશે
પ્રેમ ખાતર પાડોશી દેશ પાકિસ્તાનથી ગેરકાયદેસર રીતે ભારત આવેલી સીમા હૈદર (Seema Haider)પર બની રહેલી ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. મેકર્સે આ ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે અને તેનું પહેલું ગીત પણ 20 ઓગસ્ટે રિલીઝ થશે.
Seema Haider Movie: હાલના દિવસોમાં દેશમાં દરેક જગ્યાએ પાકિસ્તાનથી ગેરકાયદેસર રીતે ભારત આવેલી સીમા હૈદરની ચર્ચા છે. સીમા હૈદર દરેક જગ્યાએ દેખાય છે. હવે સીમા હૈદર પર પણ એક ફિલ્મ બની રહી છે, જેનું પહેલું પોસ્ટર મેકર્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે. આ સિવાય ફિલ્મનું પહેલું ગીત પણ તૈયાર કરવામાં આવ્યું છે, જે બે દિવસ પછી એટલે કે 20 ઓગસ્ટે રિલીઝ થશે.
સીમા હૈદર અને નોઈડાના સચિનના પ્રેમની ચર્ચા આજકાલ દરેક જગ્યાએ થઈ રહી છે. નિર્માતા અમિત જાની આ વાર્તાને પડદા પર બતાવવાના છે. આ ફિલ્મમાં અભિનેત્રી ફરહીન ફલક સીમા હૈદરના રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન ભરત સિંહ કરી રહ્યા છે.
20 ઓગસ્ટે આવશે પ્રથમ ગીત
સીમા હૈદરની ફિલ્મ કરાંચી ટુ નોઈડાનું પ્રથમ ગીત 20 ઓગસ્ટે રિલીઝ કરવામાં આવશે. પ્રોડ્યુસર અમિત જાનીએ ખુદ ટ્વિટર પર આ પોસ્ટર જાહેર કરી એલાન કર્યું છે. ગીતને પ્રીતિ સરોજે ગાયું છે અને લિરિક્સ પ્રોડ્યુસર અમિત જાનીએ લખ્યા છે. આ ફિલ્મને જાની ફાયરફોક્સના બેનર હેઠળ બનાવવામાં આવ્યું છે.
પોસ્ટરમાં જોવા મળ્યા ત્રણ લુક
કરાંચી ટુ નોઈડા ફિલ્મનું પ્રથમ પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. જેમાં સીમા હૈદરના ત્રણ લુક દેખાડવામાં આવ્યા છે. અભિનેત્રી ફરહીન ફલકનો લુક સીમા હૈદર સાથે એકદમ મેચ થતો જોવા મળી રહ્યો છે. એક લુકમાં તે હિજાબમાં જોવા મળી રહી છે. બીજા લુકમાં વાળ ખુલ્લા અને ચેહરો પરેશાન જોવા મળી રહ્યો છે.જ્યારે ત્રીજા લુકમાં સીમા હૈદર સાડીમાં જોવા મળી રહી છે. સાડીમાંથા પર પહેરેલી છે અને ચાંદલો પણ જોવા મળી રહ્યો છે.
સીમા હૈદર અને સચિનની લવ સ્ટોરી ખૂબ જ અનોખી છે. પાકિસ્તાનના કરાચીની સીમા હૈદર અને રાજધાની દિલ્હીને અડીને આવેલા નોઈડાના સચિન મીના મોબાઈલ ફોનમાં PUBG ગેમ રમતી વખતે પ્રેમમાં પડ્યા હતા. બંનેનો પ્રેમ એ હદે વધી ગયો કે ચાર બાળકોની માતા સીમા હૈદર બધું જ પાછળ છોડીને પાકિસ્તાનથી છુપાઈને ભારત આવી ગઈ અને સચિન સાથે રહેવા લાગી. પરંતુ જ્યારે રહસ્ય જાહેર થયું ત્યારે હોબાળો મચી ગયો હતો. સીમા અને સચિન કાયદાની આડમાં ફસાઈ જાય છે. હવે બંને પર એક ફિલ્મ પણ બની રહી છે.