Gadar 2 vs OMG 2 Box Office Collection Day :સની દેઓલની ‘Gadar 2’નું બોક્સ ઓફિસ પર તોફાન, અક્ષય કુમારની OMG 2 100 કરોડને પાર

Gadar 2 vs OMG 2 Box Office Collection Day 7: સની દેઓલની 'ગદર 2' આ વર્ષે બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે. જો કે 7માં દિવસે કમાણી કરવાની ગતિ થોડી ઘટી છે, પરંતુ હજુ પણ ગદર 2 અક્ષય કુમારની OMG 2 કરતા ચાર ગણી વધુ કમાણી કરી રહી છે.

Gadar 2 vs OMG 2 Box Office Collection Day :સની દેઓલની 'Gadar 2'નું બોક્સ ઓફિસ પર તોફાન, અક્ષય કુમારની OMG 2 100 કરોડને પાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2023 | 9:50 AM

સની દેઓલની ‘ગદર 2’ (Gadar 2) બોક્સ ઓફિસ માટે સુનામીથી ઓછી નહોતી. આ ફિલ્મે તેની રિલીઝ સાથે જ ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. સની દેઓલ અને તેની ફિલ્મ ગદર 2ને દેશભરના ચાહકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. ગદર અને ગદર 2 સની દેઓલના કરિયરની સર્વશ્રેષ્ઠ ફિલ્મો બનવા જઈ રહી છે. ફિલ્મે 7 દિવસમાં 300 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. તે જ સમયે, અક્ષય કુમારની OMG 2 પણ બોક્સ ઓફિસ પર છે. મજબૂત સ્ટોરીના આધારે અક્ષય કુમારની OMG 2એ 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે.

આ પણ વાંચો : Gadar 2 Collection: સની દેઓલની ‘ગદર 2’ એ રચ્યો ઈતિહાસ, 5મા દિવસે રેકોર્ડબ્રેક કમાણી કરીને બાહુબલી 2ને પાછળ છોડી દીધી

ગદર 2ની સ્પીડ ધીમી પડી

‘ગદર 2’ને દુનિયાભરમાંથી મળી રહેલો પ્રેમ જોઈને મેકર્સ ખૂબ જ ખુશ છે. લાંબા સમય પછી, સની દેઓલના ખાતામાં એક મોટી હિટ ફિલ્મ આવી છે, જો તમે ગદર 2 ના કમાણીના આંકડાઓ પર નજર નાખો તો આ ફિલ્મ 2023 ની બીજી સૌથી વધુ કમાણી કરનાર બોલિવૂડ ફિલ્મ બની ગઈ છે.

Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !

સની દેઓલની ગદર 2 એ 300 કરોડની કમાણી કરી

ગદર 2ને રિલીઝ થયાને 7 દિવસ થઈ ગયા છે અને ફિલ્મે કમાણીના શાનદાર આંકડાને પાર કરી લીધો છે. સાતમા દિવસની કમાણીની વાત કરીએ તો કમાણીમાં ચોક્કસ ઘટાડો થયો છે. ગદર 2 એ 7માં દિવસે લગભગ 22 કરોડનું કલેક્શન કર્યું છે. આ આંકડા સાથે, ભારતમાં ગદર 2નું કુલ કલેક્શન 283.35 થઈ ગયું છે. ગદર 2એ વિશ્વભરમાં 338.5 કરોડની કમાણી કરી છે.

અક્ષયની OMG 2 સ્લો મોશનમાં ચાલી રહી છે

અક્ષય કુમારની OMG 2 પણ ચાહકોનો પ્રેમ મેળવી રહી છે. ધીમી ગતિએ વધીને, OMG 2એ વિશ્વભરમાં 100 કરોડનો આંકડો પાર કર્યો છે. ફિલ્મે રિલીઝના 7માં દિવસે 5.25 કરોડની કમાણી કરી હતી. જો કે, પ્રથમ વીકેન્ડ અને સ્વતંત્રતા દિવસ પર, ફિલ્મે એક જ દિવસમાં 17 કરોડ સુધીની કમાણી કરી હતી. OMG 2 એ ભારતમાં 84.72 કરોડની કમાણી કરી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">