શ્રી કૃષ્ણ પછી Saurabh Raj Jain ભજવશે ભગવાન ગણેશની ભૂમિકા, 3 સપ્ટેમ્બરે રિલીઝ થશે મ્યુઝિક વીડિયો “દેવા ઓ દેવા”

સૌરભ રાજ જૈન (Saurabh Raj Jain) આપણને પહેલા કૃષ્ણ ભગવાનના પાત્રમાં જોવા મળ્યા છે, જ્યાં તેમને દર્શકો દ્વારા ઘણો પ્રેમ આપવામાં આવ્યો છે. જે બાદ હવે આપણે તેમને તેમના નવા મ્યુઝિક વીડિયોમાં ભગવાન ગણેશની ભૂમિકા ભજવતા જોઈશું.

શ્રી કૃષ્ણ પછી Saurabh Raj Jain ભજવશે ભગવાન ગણેશની ભૂમિકા, 3 સપ્ટેમ્બરે રિલીઝ થશે મ્યુઝિક વીડિયો દેવા ઓ દેવા
Saurabh Raj Jain
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2021 | 6:27 PM

ગણેશ ચતુર્થી નજીક છે અને ટીવી સ્ટાર્સ પણ તેમની તૈયારીઓમાં સંપૂર્ણ રીતે વ્યસ્ત છે. જ્યાં હવે રીલ લાઇફમાં ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવનાર અભિનેતા સૌરભ રાજ જૈન (Saurabh Raj Jain) ભગવાન ગણેશની ભૂમિકામાં જોવા મળશે. હા, ખૂબ જ જલદી આપણે એક નવા મ્યુઝિક વીડીયોમાં સૌરભને ગણેશ ભગવાનના રોલમાં જોવા મળશે. સનશાઇન મ્યુઝિક દ્વારા નિર્મિત આ વીડીયોમાં, આપણને સૌરભની સાથે બાળ કલાકાર શિવાંજલિ પોરજે (Shivanjali Porje) ને મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

સૌરભ રાજ જૈન આપણને પહેલા કૃષ્ણ ભગવાનના પાત્રમાં જોવા મળ્યા છે, જેમાં દર્શકોએ તેમને ઘણો પ્રેમ આપ્યો છે. જે પછી આપણે તેમને ભગવાન ગણેશનું પાત્ર ભજવતા જોઈશું. આ મ્યુઝિક વીડિયોનું નામ ‘દેવા ઓ દેવા’ છે. જેમાં આપણને બોલિવૂડના પ્રખ્યાત ગાયક શંકર મહાદેવન (Shankar Mahadevan) નો અવાજ સાંભળવાનો મોકો મળશે. આ સાથે, આ ગીતના નિર્દેશક રાજીવ રુહિયા હશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

“દેવા ઓ દેવા” મ્યુઝિક વીડિયો 3 જી સપ્ટેમ્બરે રિલીઝ થવાનો છે. હાલમાં મહારાષ્ટ્ર સહિત સમગ્ર ભારતમાં ગણેશ ઉત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

આ વખતે મોટાભાગના ગણેશ ઉત્સવના પંડાલોમાં ઓનલાઈન દર્શન થશે. લોકડાઉનને કારણે દરેક જગ્યાએ એક જ રીતે દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી બાજુ, ગણેશોત્સવ દરમિયાન આપણે શંકર મહાદેવનનું આ ગીત સાંભળી શકીશું. આ ગીતનું શૂટિંગ પહેલા જ થઈ ચૂક્યું છે. જ્યાં હાલમાં આ ગીતના છેલ્લા તબક્કાનું સંપાદન કરવામાં આવી રહ્યું છે. જે પછી તે ગણેશોત્સવ પહેલા 3 જી સપ્ટેમ્બરે ભક્તો માટે બહાર પાડવામાં આવશે. આ ગીતના નિર્માતાઓ આ ગીતને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

આ વખતે ગણેશ ઉત્સવ 10 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. જ્યાં તેના વિશે દરેક જગ્યાએ ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરમિયાન, આવા ગીતો રજૂ કરીને, નિર્માતાઓ ઘણો લાભ મેળવશે. તમને જણાવી દઈએ કે, આ ગીતના લેખક કાર્તિક વ્યાસ છે, જ્યારે આ ગીતના કોરિયોગ્રાફર ઈમરાન માલ્ગુનકર છે. શંકર મહાદેવનના અવાજનો જાદુ આ ગીતને વધુ શક્તિશાળી બનાવવા જઈ રહ્યો છે. જેના કારણે આ ગીતને લઈને મેકર્સમાં ઘણો ઉત્સાહ છે.

ગાયક શંકરે આ પહેલા પણ ઘણા ભક્તિ ગીતો કર્યા છે. આ સાથે શંકર દરેક ગણેશોત્સવ દરમિયાન તેમના ઘરે ગણપતિ બાપ્પા લાવે છે અને 10 દિવસ સુધી તેમની સેવા પણ કરે છે.

આ પણ વાંચો :- Janmashtami 2021 : અમિતાભ બચ્ચનથી લઈને કાજલ અગ્રવાલ સુધી, બોલિવૂડ સેલેબ્સે ચાહકોને પાઠવી જન્માષ્ટમીની શુભેચ્છા

આ પણ વાંચો :- Alia Bhattએ શેર કરી પોતાની એવી સુંદર તસ્વીરો, આ ફોટા પર આપી રણવીર સિંહે હાર્ટ ઈમોજી

g clip-path="url(#clip0_868_265)">