Janmashtami 2021 : અમિતાભ બચ્ચનથી લઈને કાજલ અગ્રવાલ સુધી, બોલિવૂડ સેલેબ્સે ચાહકોને પાઠવી જન્માષ્ટમીની શુભેચ્છા

આજે દેશભરમાં જન્માષ્ટમી (Janmashtami 2021) નો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. જન્માષ્ટમીના તહેવાર પર, બોલિવૂડ સેલેબ્સે તેમના ચાહકોને શુભેચ્છા આપી છે.

Janmashtami 2021 : અમિતાભ બચ્ચનથી લઈને કાજલ અગ્રવાલ સુધી, બોલિવૂડ સેલેબ્સે ચાહકોને પાઠવી જન્માષ્ટમીની શુભેચ્છા
Arjun Rampal, Amitabh Bachchan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2021 | 8:14 PM

ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. દર વર્ષે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે દરેક વ્યક્તિ શ્રીકૃષ્ણની ભક્તિમાં લીન થઈ જાય છે. આજનાં દિવસે ઘણા બાળકોને રાધા-કૃષ્ણ બનાવવામાં આવે છે. આ સાથે દહીં હાંડીનું પણ આયોજન કરવામાં આવે છે.

બોલિવૂડ સેલેબ્સ સોશિયલ મીડિયા પર જન્માષ્ટમી પર તેમના ચાહકોને અભિનંદન આપી રહ્યા છે. અમિતાભ બચ્ચનથી લઈને મહેશ બાબુ સુધીના દરેક લોકો ચાહકોને જન્માષ્ટમીની શુભેચ્છાઓ આપી રહ્યા છે અને આ તહેવારને ખૂબ જ ધામધૂમથી ઉજવવા જઈ રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

અહીં જુઓ બોલિવૂડ સેલેબ્સની પોસ્ટ્સ

અમિતાભ બચ્ચને ભગવાન શ્રીકૃષ્ણનો ફોટો શેર કરતા લખ્યું- ‘જન્માષ્ટમીની ઘણી શુભેચ્છાઓ. અભિનેતા અર્જુન રામપાલે પણ ચાહકોને જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું- ‘હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. કૃષ્ણ જન્માષ્ટમીની શુભકામનાઓ. ‘#Krishna #krishnajanmashtami

https://twitter.com/SrBachchan/status/1432164384516698115?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1432164384516698115%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Fentertainment%2Fbollywood-news%2Fjanmashtami-2021-amitabh-bachchan-to-mahesh-babu-bollywood-celebs-extend-greeting-to-fans-801440.html

ભુજના અભિનેતા શરદ કેલકરે પણ ચાહકોને જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું – હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી. તમામ દેશવાસીઓને જન્માષ્ટમીની શુભકામનાઓ.

સિંઘમ અભિનેત્રી કાજલ અગ્રવાલે પણ જન્માષ્ટમી નિમિત્તે પોતાની એક ખૂબ જ સુંદર તસ્વીર શેર કરી છે. ફોટામાં તે રાધા-કૃષ્ણની મૂર્તિની સામે હાથ જોડીને બેઠી છે. ફોટો શેર કરતી વખતે, તેમણે લખ્યું – શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર હાર્દિક અભિનંદન.

સાઉથના સ્ટાર મહેશ બાબુએ ચાહકોને જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વિટ કર્યું- તમને બધાને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ તહેવાર તમારા જીવનમાં ખુશીઓ લઈને લાવે.

રાધે શ્યામનું કર્યું પોસ્ટર શેર

અભિનેતા પ્રભાસે જન્માષ્ટમી નિમિત્તે તેમની આગામી ફિલ્મ રાધે શ્યામનું પોસ્ટર પણ શેર કર્યું છે. આ પોસ્ટરમાં તેની સાથે અભિનેત્રી પૂજા હેગડે જોવા મળી રહી છે. તે પિયાનો વગાડતી જોવા મળે છે. વળી, મોરના પીંછા તેના ડ્રેસ સાથે જોડાયેલા છે. આ પૈન ફિલ્મ 14 જાન્યુઆરી 2022 ના રોજ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)

આ પણ વાંચો :- Abhishek Bachchan એ છોડ્યો જોન અબ્રાહમનો સાથ, ‘અય્યપ્પનમ કોશીયુમ’ની રિમેકમાંથી થયા બહાર

આ પણ વાંચો :- Shraddha Kapoor અને રોહનનાં લગ્નના સમાચાર પર પિતા શક્તિ કપૂરએ શું આપી પ્રતિક્રિયા, જાણો

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">