Viral Video: ‘પપ્પા તમારા કરતા વધુ સારો ડાન્સ કરતા હતા, અનુપમ અંકલ, પણ…’ Satish Kaushikની પુત્રીનો ક્યૂટ વીડિયો વાયરલ
વીડિયોમાં જોઈ શકાય છે કે વંશિકા જમીન પર બેઠી છે. તેના ફેસ પર એક મોટી સ્માઈલ છે અને તેણી ગીત ગાતી અને એક્સપ્રેશન્સ આપતી જોવા મળે છે. જ્યારે અનુપમ ખેર (Anupam Kher) પાછળ ઉભા છે અને તેઓ વંશિકાની કોપી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

દિવંગત એક્ટર સતીશ કૌશિક હવે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની યાદો ચોક્કસપણે આપણી વચ્ચે છે. સતીશના બેસ્ટ ફ્રેન્ડ અનુપમ ખેર અને અનિલ કપૂર તેમની પુત્રી વંશિકાનું ધ્યાન રાખી રહ્યા છે. બંને એ વાતનું ધ્યાન રાખી રહ્યા છે કે વંશિકાને કોઈ વાતની કમી ન રહે અને ન તો તે સતીશને મિસ કરે. વંશિકા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ વંશિકાએ તેના અનુપમ અંકલ સાથે એક રીલ બનાવી અને તેને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ વીડિયોમાં બંને વિદેશી ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. પરંતુ વંશિકા માને છે કે તેના પિતા તેના અનુપમ અંકલ કરતા વધુ સારા ડાન્સર હતા.
અહીં જુઓ વાયરલ વીડિયો
View this post on Instagram
વંશિકાની રીલ સોશિયલ મીડિયા પર થઈ વાયરલ
વીડિયોમાં જોઈ શકાય છે કે વંશિકા જમીન પર બેઠી છે. તેના ફેસ પર એક મોટી સ્માઈલ છે અને તેણી ગીત ગાતી અને એક્સપ્રેશન્સ આપતી જોવા મળે છે. જ્યારે અનુપમ ખેર પાછળ ઉભા છે અને તેઓ વંશિકાની કોપી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. વંશિકાએ આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે અનુપમ અંકલ સાથે મારી પહેલી રીલ. અંકલને થોડું રિહર્સલ કરવાની જરૂર છે. કારણ કે પિતા ખૂબ જ સારો ડાન્સ કરતા હતા. પણ આભાર અનુપમ અંકલ, કમ સે કમ તમે પ્રયત્ન તો કર્યો. લવ યુ.
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા સતીશ કૌશિકની બર્થ એનિવર્સરી રાખવામાં આવી હતી. ત્યારે વંશિકાએ તેના પિતાને એક ઈમોશનલ પત્ર લખ્યો હતો. અનુપમ સાથે સ્ટેજ પર ઊભેલી વંશિકા પત્ર વાંચે છે અને કહે છે, હેલો પાપા.. હું જાણું છું કે તમે નથી પણ હું તમને કહેવા માંગુ છું કે હું હંમેશા તમારી સાથે રહીશ. તમારા બધા મિત્રોએ મને મજબૂત બનવાનું શીખવ્યું છે પણ હું તમારા વિના જીવી શકતી નથી.. તમને ખૂબ જ યાદ કરું છું.. જો મને ખબર હોત કે આવું થવાનું છે, તો હું તમારી સાથે વધુ સમય પસાર કરવા સ્કૂલ ગઈ ન હોત. કાશ હું તને એકવાર ગળે મળી શકતી…
View this post on Instagram
આ પણ વાંચો : જ્યારે સલમાન ખાનને પહેલી વખત મળી હતી ત્યારે કેમ રડી હતી પલક તિવારી, વાયરલ થયો થ્રોબેક Video
પણ હવે તમે ક્યાંક ચાલી ગયા છો.. તમે હંમેશા મારા દિલમાં રહેશો.. હું ઈચ્છું છું કે ફિલ્મોમાં જેમ બતાવવામાં આવે છે તેમ કોઈ જાદુ તી જાય અને તમે જીવીત થઈ જાવો. પરંતુ હવે મને ખબર નથી કે જ્યારે મારું હોમવર્ક નહીં કરું અને મમ્મી મને બોલશે ત્યારે હું શું કરીશ..હવે મને શાળાએ જવાનું પણ મન નથી થતું જે મિત્રો મારી મજાક ઉડાવે છે તેમને હું કેવી રીતે જવાબ આપીશ..તમને હંમેશા યાદ કરું છું.. મેં તમારા માટે પૂજા પણ કરી છે.
હું તમને સ્વર્ગ ઈચ્છું છું ત્યાં જાઓ અને તમે ખુશ રહો.. ત્યાં સૌથી મોટા બંગલામાં રહો અને ફેરારી જેવી મોટી કાર ચલાવો.. સ્વાદિષ્ટ ખોરાક ખાઓ.. કંઈ નહીં, આપણે 90 વર્ષ પછી મળીશું… કૃપા કરીને ફરી જન્મ ન લેશો. આપણે ત્યાં મળીશું.. પ્લીઝ મને યાદ રાખજો.. હું તમને હંમેશા યાદ કરીશ પપ્પા.. જ્યારે પણ હું મારી આંખો બંધ કરીશ અને મારા હૃદયને સ્પર્શીશ, ત્યારે તમે જોવા મળશો. મને સાચી દિશા આપો જેથી હું આગળ વધી શકું.. તમે હંમેશા મારા જીવનમાં રહેશો.. હું તમને પ્રેમ કરું છું.. મારા દુનિયાના બેસ્ટ પપ્પા હતા.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…