AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફરી એકસાથે જોવા મળશે મુન્ના અને સર્કિટ, સંજયે દત્તે શેયર કર્યું ફિલ્મનું પોસ્ટર

Sanjay Dutt Shared New Film Poster: સંજય દત્ત (Sanjay Dutt) અને અરશદ વારસીની જોડી એકવાર ફરી મોટા પડદા પર ધૂમ મચાવવા આવી રહી છે. મુન્નાભાઈ એમબીબીએસ પછી ફેન્સ આ જોડીને એકસાથે જોવા માટે ખૂબ જ એક્સાઈટેડ છે. હવે ટૂંક સમયામાં જ ફેન્સની ઈચ્છા પૂરી થવાની છે.

ફરી એકસાથે જોવા મળશે મુન્ના અને સર્કિટ, સંજયે દત્તે શેયર કર્યું ફિલ્મનું પોસ્ટર
Sanjay Dutt
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2023 | 6:27 PM
Share

Munna Bhai 3 Film: ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસ પછી સંજય દત્ત અને અરશદ વારસીની જોડી ફેન્સની ફેવરેટ જોડી બની ગઈ છે. આ બંને કલાકારોને એક સાથે મોટા પડદા પર જોવા માટે ફેન્સ એક્સાઈટેડ છે. મુન્નાભાઈ એમબીબીએસમાં મુન્ના અને સર્કિટે લોકોને ખૂબ જ એન્ટરટેઈન કર્યા હતા. એકવાર ફરી આ જોડી ધૂમ મચાવા આવી રહી છે. સંજય દત્તે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટર શેયર કર્યું છે જેને જોઈને ફેન્સ અંદાજો લગાવી રહ્યા છે કે ટૂંક સમયમાં જ એમબીબીએસ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ આવવાની છે.

મુન્નાભાઈ 3માં જોવા મળશે આ જોડી?

સંજય દત્તે સોશિયલ મીડિયા પર એક પોસ્ટર શેયર કર્યું છે, જેમાં સંજય દત્ત અને અરશદ વારસી જેલમાં ઉભા છે. બંનેએ કેદીઓના કપડાં પહેર્યા છે અને ખૂબ જ હેરાન જોવા મળી રહ્યા છે. સંજય દત્તે ફોટો શેયર કરતા લખ્યું છે કે – ‘અમારી રાહ તમારા બધાની રાહ કરતાં ઘણી વધુ છે. હું મારાં ભાઈ અરશદ વારસી સાથે એકવાર ફરી સરસ ફિલ્મ લઈને આવી રહ્યો છું. તમને બધાંને આ ફિલ્મ બતાવવા માટે હું રાહ જોઈ શકતો નથી. જોડાયેલા રહો.’

View this post on Instagram

A post shared by Sanjay Dutt (@duttsanjay)

ખાસ વાત એ છે કે સંજય દત્તે પોસ્ટર શેયર કરતા ફિલ્મના નામની જાહેરાત કરી નથી. પોસ્ટરમાં લખ્યું છે કે ફિલ્મનું નિર્દેશન સિદ્ધાંત સચદેવ કરી રહ્યા છે અને ફિલ્મનું પ્રોડક્શનન સંજય દત્ત કરશે. ફેન્સ માટે ખુશીની વાત એ છે કે આ ફિલ્મ આ વર્ષે એટલે કે 2023માં રીલિઝ થશે. આ પોસ્ટર સામે આવતા જ ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ છે. લોકો એવી અટકળો લગાવી રહ્યા છે કે આ સંજય દત્તની નવી ફિલ્મ મુન્નાભાઈ 3નું પોસ્ટર છે.

આ પણ વાંચો : Viral Video: આરાધ્યા બચ્ચનનો દેશભક્તિ ગીત ગાતો વીડિયો થયો વાયરલ, ફેન્સે કર્યા વખાણ

તમને જણાવી દઈએ કે સંજય દત્ત અને અરશદ વારસીની જોડી વર્ષ 2006માં ફિલ્મ ‘લગે રહો મુન્નાભાઈ’ માં જોવા મળ્યા હતા. આ જોડીએ વર્ષ 2003 માં ફિલ્મ ‘મુન્નાભાઈ એમબીબીએસ’થી ફેન્સના દિલમાં ખાસ ઓળખ બનાવી છે. હવે એકવાર ફરી ફેન્સ બંનેને એકસાથે જોવા માટે એક્સાઈટેડ છે.

g clip-path="url(#clip0_868_265)">