Viral Video: આરાધ્યા બચ્ચનનો દેશભક્તિ ગીત ગાતો વીડિયો થયો વાયરલ, ફેન્સે કર્યા વખાણ
આરાધ્યાનો (Aaradhya Bachchan) એક થ્રોબેક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. જેમાં તે દેશભક્તિના ગીતો 'સારે જહાં સે અચ્છા અને વંદે માતરમ' ગાતી જોવા મળી રહી છે. ગણતંત્ર દિવસ એટલે કે 26 જાન્યુઆરીના અવસર પર તેનો આ વીડિયો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની પુત્રી અને અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની પૌત્રી આરાધ્યા બચ્ચન ફરી એકવાર ચર્ચામાં છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની પુત્રી આરાધ્યા બચ્ચન બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય સ્ટાર કિડ છે. આરાધ્યા બોલિવૂડમાં એન્ટ્રી કરવા માટે ઘણી નાની હોવા છતાં પણ તેનું સ્ટારડમ કોઈ મોટા સ્ટારથી ઓછું નથી. આરાધ્યા તેની ક્યુટનેસ અને સ્માઈલને કારણે ઘણી વાર ચર્ચામાં રહે છે. તમને જણાવી દઈએ કે 11 વર્ષની ઉંમરે તેને તેની ક્યુટનેસના કારણે ફેન્સનું દિલ જીતી લીધું છે. ક્યારેક તેણે હિન્દીમાં કવિતા સંભળાવીને તો ક્યારેક ક્રાઉન બનાવીને લોકોને ઈમ્પ્રેસ કર્યા છે.
View this post on Instagram
હાલમાં આરાધ્યાનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે દેશભક્તિના ગીત ‘સારે જહાં સે અચ્છા’ અને વંદે માતરમ પર પરફોર્મ કરતી જોવા મળી હતી. તેણે એક્ટિંગથી લોકોનું દિલ જીતી લીધું હતું અને લોકોએ તેના જોરદાર વખાણ કર્યા હતા. વીડિયોમાં આરાધ્યા સલવાર સૂટ અને દુપટ્ટામાં ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. તેનો આ વીડિયો ફેન્સને પસંદ આવી રહ્યો છે.
હિન્દીમાં કવિતા સંભળાવતી મળી જોવા
આ વીડિયો સિવાય આરાધ્યાનો એક વીડિયો લોકોને ઘણો પસંદ આવ્યો હતો, જેમાં તે સ્કૂલ યુનિફોર્મમાં હિન્દીમાં કવિતા સંભળાવતી જોવા મળી હતી. આરાધ્યા બચ્ચનનો આ વીડિયો તેના ફેન પેજના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો હતો, જેને જોઈને દરેક તેના દિવાના બની ગયા હતા.
View this post on Instagram
માતા ઐશ્વર્યા રાય માટે બનાવ્યો ક્રાઉન
તમને જણાવી દઈએ કે આરાધ્યાએ તેની માતા ઐશ્વર્યા રાયને ઘણી વખત સ્પેશિયલ ફીલ કરાવી ચૂકી છે. ઐશ્વર્યાએ પોતે આ વાત તેના ફેન્સને કહી હતી જ્યારે તેની પુત્રીએ તેના માટે ક્રાઉન ડિઝાઈન કર્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર આરાધ્યાએ ડિઝાઈન કરેલા ક્રાઉનને શેયર કરતા ઐશ્વર્યા રાયે ખુલાસો કર્યો હતો કે આ ક્રાઉન તેની મિસ વર્લ્ડ બનવાની યાદો તાજી થઈ ગઈ હતી.
View this post on Instagram
ઐશ્વર્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ ફોટો શેયર કરતા લખ્યું, “આ ક્રાઉન મારા માટે મારી પુત્રી આરાધ્યાએ બનાવ્યો છે. આ ક્રાઉન મારા માટે ખૂબ જ કિંમતી છે અને મને તમારું આ સરપ્રાઈઝ ખૂબ જ ગમ્યું. ઐશ્વર્યાએ લખ્યું, ‘આનાથી ઘણી જૂની યાદો તાજી થઈ ગઈ. આ કદાચ મારા માટે સૌથી બેસ્ટ ગિફ્ટ છે.”
આ પણ વાંચો : જેકલીન ફર્નાન્ડિસનું ગીત Oscars 20ની રેસમાં નાટુ-નાટુ સાથે સ્પર્ધા કરશે
તમને જણાવી દઈએ કે હાલમાં જ ઐશ્વર્યા રાય બચ્ચન પુત્રી આરાધ્યા સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈ સમારોહમાં હાજરી આપી હતી. અહીં આરાધ્યાનો લુક જોઈને બધા તેના પર ફિદા થઈ ગયા હતા. આ સેરેમનીમાં આરાધ્યા બચ્ચને અનારકલી સૂટ પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.