સામંથાએ હોસ્પિટલમાંથી શેયર કરી એક ભાવુક પોસ્ટ, કહ્યું- સ્વસ્થ થવામાં વધુ સમય લાગી રહ્યો છે પરંતુ…
સામંથા (Samantha Ruth Prabhu) તેના જીવનમાં આવનાર દરેક પડકારનો હિંમતપૂર્વક સામનો કરે છે. સાઉથથી બોલિવૂડ સુધીની સફર કરનાર અને પછી વેબ સિરીઝમાં શાનદાર એક્ટિંગ, સામંથા કોઈપણ ક્ષેત્રમાં કોઈથી ઓછી નથી.
આજે ડિજિટાઈઝેશનની દુનિયામાં જ્યાં દરેક વ્યક્તિ ફક્ત તેમના અચીવમેન્ટ અને તેમના સક્સેસ વિશે વાત કરે છે, ત્યાં સાઉથની એક એક્ટ્રેસ છે જેણે પોતાની ખામીઓ પણ દુનિયા સાથે શેયર કરી છે. જ્યાં લોકો પોતાની ખામીઓને સ્વીકારવામાં અને ચેલેન્જ એક્સેપ્ટ કરવામાં શરમાતા હોય છે, ત્યાં સામંથા પ્રભુએ દુનિયાની સામે એક નવી મિશાલ કાયમ કરી છે. સામંથા હંમેશા ઈન્ડસ્ટ્રીમાં એવા કલાકારોમાંથી એક રહી છે, જે પોતાના જીવન વિશેની દરેક વાત તેના ફેન્સ સાથે શેયર કરે છે.
સામંથાએ તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક ફોટો શેયર કર્યો હતો, જેમાં તેણે હોસ્પિટલમાંથી હાર્ટ ઈમોજી સાથે દિલને સ્પર્શી જાય તેવું કેપ્શન લખ્યું હતું. સામંથાએ લખ્યું હતું કે “તમે બધાએ યશોદાના ટ્રેલર પર ખૂબ જ સારી પ્રતિક્રિયા આપી હતી, હું જાણું છું કે તમે બધા મને ખૂબ પ્રેમ કરો છો. આ પ્રેમ મને મારા જીવનમાં પડકારોનો સામનો કરવાની શક્તિ આપે છે. હું મારા જીવનની કેટલીક બાબતો તમારી સાથે શેયર કરવા માંગુ છું, થોડા મહિના પહેલા મને ઓટોઈમ્યુન કંડીશન માયોસાઈટિસ હોવાની ખબર પડી હતી. જ્યારે મેં વિચાર્યું કે હું સ્વસ્થ થઈ જઈશ ત્યારે આ વાત બધાને કહીશ પણ થોડો વધુ સમય લાગી રહ્યો છે.
અહીં જુઓ સામંથાની સોશિયલ મીડિયા પોસ્ટ
View this post on Instagram
જાણો શું છે સામંથાનું કહેવું
સામંથા આગળ લખે છે કે “ધીમે ધીમે મને સમજાઈ રહ્યું છે કે આપણે હંમેશા મજબૂત નથી રહી શકતા, ક્યારેક નબળા રહેવું પણ યોગ્ય છે તો ક્યારેક આપણે સંઘર્ષને સ્વીકાર કરી લેવો જોઈએ. ડોક્ટરોને વિશ્વાસ છે કે હું જલ્દી જ સંપૂર્ણ સ્વસ્થ થઈ જઈશ. આ સમય મારા માટે શારીરિક અને ભાવનાત્મક રીતે સારો નથી, પરંતુ સારા અને ખરાબ દિવસો આવતા જ રહે છે. આ પણ ચાલ્યું જશે.”
ટૂંક જ સમયમાં રિલીઝ થશે સામંથાની ‘યશોદા’
સામંથા કે આ પોસ્ટ ખૂબ જ ભાવુક હતી, તેના ફેન્સે તેના માટે પ્રાર્થના કરી છે કે તે જલ્દી સ્વસ્થ થઈ જાય. હાલમાં સામંથા તેની અપકમિંગ ફિલ્મ “યશોદા”ને લઈને ચર્ચામાં છે, જે ઘણી ભાષાઓમાં રિલીઝ થશે. હાલમાં આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, તમામ ભાષાઓના ટ્રેલરને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે, આ થિયેટરોમાં રિલીઝ થનારી સામંથાની પહેલી હિન્દી ફિલ્મ હશે.